Painting

ઍબેટ, નિકોલો દેલ

ઍબેટ, નિકોલો દેલ (જ. આશરે 1512, મોદેના, ઇટાલી; અ. 1571, ફૉન્તેનેબ્લો, ફ્રાન્સ) : મૅનરિસ્ટ શૈલીનો ઇટાલિયન ચિત્રકાર. મૅનરિસ્ટ શૈલીનો ફ્રાન્સમાં પ્રસાર કરવા માટે તેમજ ફ્રેન્ચ નિસર્ગચિત્રની પરંપરાના ઉદ્ભવ માટે પ્રેરકબળ પૂરું પાડનાર. શિલ્પી એન્તોનિયો બેગારેલીનો તે શિષ્ય હતો. સમકાલીન ચિત્રકારો કોરેજિયો અને પાર્મિજિયાનિનોના પ્રભાવે ઍબેટની કલાએ પુખ્તતા મેળવી. કારકિર્દીના આરંભે…

વધુ વાંચો >

એમ્બ્લમ બુક

એમ્બ્લમ બુક : પ્રતીકાત્મક ચિત્રોનો સંગ્રહ. ચિત્રો સાથે મુક્તકો અને પદ્યમાં લખાયેલાં વિવરણો તેમ જ ઘણી વખત ગદ્ય ટીકા પણ અપાતાં મૂળ મધ્યકાલીન રૂપકમાળામાંથી ઉદભવેલો આ પ્રકાર ઈસવી સનના સોળમા શતકના ઇટાલીમાં ચિત્રાત્મક-સાહિત્યિક પ્રકાર તરીકે વિકસ્યો અને તે પછી સત્તરમી સદીમાં સમસ્ત યુરોપમાં તે લોકપ્રિય બન્યો હતો. નેધરલૅન્ડમાં આરંભ થયા…

વધુ વાંચો >

એરાક્કલ, યૂસુફ

એરાક્કલ, યૂસુફ (જ. 1945, ચાવાક્કડ, કેરળ; અ. 4 ઑક્ટોબર 2016, બેંગાલુરુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. કર્ણાટક ચિત્રકલા પરિષદમાં અભ્યાસ કરીને 1973માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1975થી શરૂ કરીને પોતાનાં શિલ્પ, ચિત્રો અને છાપચિત્રોનાં બૅંગાલુરૂ, દિલ્હી અને ચેન્નઈમાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. વળી તેમણે રશિયા, ક્યૂબા, મેક્સિકો, ફ્રાંસ, જાપાન, બાંગ્લાદેશ અને બ્રાઝિલમાં…

વધુ વાંચો >

ઍલ્ડૉર્ફર, આલ્બ્રેખ્ટ

ઍલ્ડૉર્ફર, આલ્બ્રેખ્ટ (Altdorfer, Albrecht) (જ. આશરે 1480, જર્મની; અ. આશરે 12 ફેબ્રુઆરી 1538, જર્મની) : જર્મન રેનેસાંસ ચિત્રકાર અને જર્મન નિસર્ગચિત્રની પ્રણાલીના પ્રણેતા. ગ્રેકોરોમન કાળ પછી જંગલો, ખડકો, પર્વતો, વાદળો, સૂર્યોદય, સૂર્યાસ્ત તથા ખંડેરોને ચિત્રનો મુખ્ય વિષય બનાવનાર તેઓ પ્રથમ યુરોપીય ચિત્રકાર હતા. આ ઉપરાંત ધાર્મિક ચિત્રોનું પણ તેમણે સર્જન…

વધુ વાંચો >

એલ્ફૉન્સો, એ.

એલ્ફૉન્સો, એ. (જ. 1940, બેંગાલુરુ, કર્ણાટક; અ. 23 એપ્રિલ 2021) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નઈની ગવર્ન્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ કરીને 1962માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1962થી 1977 લગી અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ, બેંગાલુરૂ, હોલૅન્ડ, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં પોતાની કલાનાં અનેક વૈયક્તિક પ્રદર્શનો ગોઠવ્યાં હતાં. વળી ક્યૂબા,…

વધુ વાંચો >

એહમદ, ફાતિમા

એહમદ, ફાતિમા (જ. 1940, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. હૈદરાબાદની કૉલેજ ઑવ્ ફાઇન આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ભારતભરમાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો તેમણે કર્યાં છે. વળી ભારત તેમજ વિદેશોમાં યોજાતાં ઘણાં સમૂહપ્રદર્શનોમાં પણ ભાગ લીધો છે. 1967માં તેમણે પૅરિસયાત્રા અને 1969માં જર્મનીયાત્રા કરી હતી. 1974થી 1976 સુધી તેમણે…

વધુ વાંચો >

એંજેલી, એડુઅર્ડ

એંજેલી, એડુઅર્ડ (જ. 15 જુલાઈ 1942, વિયેના, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1960માં વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. આર. સી. એન્ડર્સન હેઠળ કલાનો અભ્યાસ શરૂ કર્યો અને 1965માં કલાનો ડિપ્લોમા મેળવ્યો. 1967માં ઇસ્તંબુલ જઈ તુર્કી સંસ્કૃતિ અને લોકકલાનો અભ્યાસ કર્યો. 1969માં તેઓ ઇસ્તંબુલ અકાદમીના ચિત્રકલાના વ્યાખ્યાતા નિમાયા. એંજેલી અમૂર્ત ચિત્રો…

વધુ વાંચો >

ઓ’કીફી, જ્યૉર્જિયા

ઓ’કીફી, જ્યૉર્જિયા (જ. 15 નવેમ્બર 1887, વિસ્કૉન્સિન, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા; અ. 6 માર્ચ 1986, ન્યૂ મેક્સિકો, યુ. એસ.) : આધુનિક અમેરિકન મહિલા-ચિત્રકાર. પ્રકૃતિમાંથી પ્રેરણા પામી અર્ધઅમૂર્ત (semi-abstract) ચિત્રો સર્જવા માટે તેઓ જાણીતાં બન્યાં હતાં. આ પ્રકૃતિની પ્રેરણામાં પણ મુખ્ય ચાલકબળ તો ન્યૂ મેક્સિકોનું રણ રહ્યું હતું. બાળપણ વિસ્કૉન્સિનમાં માબાપના…

વધુ વાંચો >

ઓઝાંફાં

ઓઝાંફાં (જ. 15 એપ્રિલ 1886, સેંટ ક્વેન્ટિન, ફ્રાન્સ; અ. 4 મે 1966, ફ્રાન્સ) : ફ્રેન્ચ કલાકાર. પૅરિસની પ્યુરિસ્ટ ઝુંબેશના અગ્રણી. 1919માં લ કૉર્બૂઝિયેના સહયોગમાં તેમણે પ્યુરિઝમનું ઘોષણાપત્ર બહાર પાડ્યું. 1921થી ’25 દરમિયાન તેમણે નવીન કલાવિચારોના પ્રચાર અને પ્રવર્તન માટે ‘ન્યૂ સ્પિરિટ’ નામક સામયિક પ્રગટ કર્યું. બંનેએ ભેગા મળીને ‘આફ્ટર ક્યુબિઝમ’…

વધુ વાંચો >

ઑદુબૉન, જૉન જેમ્સ

ઑદુબૉન, જૉન જેમ્સ [જ. 26 એપ્રિલ 1785, લેસ કેઇસ, હેઇટી (Haiti); અ. 27 જાન્યુઆરી 1851, મેનહટ્ટન, ન્યૂયોર્ક, યુ. એસ.] : અમેરિકાનો મોખરાનો પક્ષીવિદ (ornithologist) અને વિખ્યાત પક્ષીચિત્રકાર. પક્ષીવિજ્ઞાનના ક્ષેત્રે અમેરિકામાં પાયાનું કામ કરનાર વિજ્ઞાની તરીકે તેની આજે ઓળખ છે. તેણે ચીતરેલાં અમેરિકન પંખીઓનાં 435 ચિત્રો આજે ‘કલા દ્વારા પ્રકૃતિને આપવામાં…

વધુ વાંચો >