Painting
બામ્બૉચિયાન્તી
બામ્બૉચિયાન્તી : રોજિંદા જીવનપ્રસંગોને લગતી ચિત્રશૈલી. આ શબ્દનું પગેરું પીટર વાન લેર (આશરે 1595–1642) નામના ડચ ચિત્રકારને અપાયેલા ઉપનામમાં મળે છે. તેઓ 1625ની આસપાસ રોમમાં સ્થાયી થયા હતા અને શારીરિક ખોડખાંપણવાળા હોવાથી ‘ઇલ બામ્બૉચિયો’ એટલે મૂર્ખ તરીકે તેઓ ઓળખાતા હતા. ‘બામ્બૉચિયાન્તી’ શબ્દ તેમનાં ચિત્રો માટે પ્રયોજાયો હતો. એ ચિત્રોમાં ખેડૂતો…
વધુ વાંચો >બાયઝૅન્ટાઇન કળા
બાયઝૅન્ટાઇન કળા (સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર) : ઈ. સ. 390માં મહાન રોમન સામ્રાજ્ય પૂર્વ અને પશ્ચિમ – એવા બે વિભાગમાં વિભાજિત થયા પછી બાયઝૅન્ટાઇન તરીકે ઓળખાતા વિસ્તારમાં પાંગરેલી સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રની કળા. પશ્ચિમ વિસ્તારમાં બર્બર જાતિઓનાં આક્રમણો થતાં રહ્યાં, તો પૂર્વ વિસ્તાર ખ્રિસ્તી કળાનું કેન્દ્ર બન્યો. ત્યાં પંદરમી સદી…
વધુ વાંચો >બારભૈયા, બિહારીલાલ છોટાલાલ
બારભૈયા, બિહારીલાલ છોટાલાલ (જ. 6 એપ્રિલ 1927) : ગુજરાતના ચિત્રકાર. તેમણે શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં ડિપ્લોમા મેળવ્યો હતો. આ પછી 1964–65માં અમેરિકા જઈ આયોવા સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્પેશિયલ સર્ટિફિકેટ ઇન એપ્લાઇડ આટર્સ મેળવ્યું. અમેરિકામાં આ અભ્યાસ દરમિયાન તેમને ‘ફૉર્ડ ફાઉન્ડેશન’ ફેલોશિપ પણ મળેલી. ભારતમાં વૈયક્તિક પ્રદર્શનો : બારભૈયાએ તાજ આર્ટ…
વધુ વાંચો >બાર્બિઝન ચિત્ર-સંપ્રદાય
બાર્બિઝન ચિત્ર-સંપ્રદાય : ફ્રાન્સના લૅન્ડ્સ્કેપ ચિત્રકારોનું જૂથ. 1840ના દશકાની આસપાસ આ ચિત્રકારો ભેગા મળ્યા હતા. તે બધા ચિત્રકળાની અતાર્કિક, અવ્યવહારુ કે પાંડિત્યપૂર્ણ પરંપરા અને શૈલીનો વિરોધ કરનારા હતા. તેઓ કુદરતી ર્દશ્યોની ચિત્રકળા કેવળ આનંદ ખાતર જ હોવાનો ર્દઢ મત ધરાવતા હતા. પૅરિસ નજીકના જે એક નાના ગામમાં તેઓ ચિત્રકામ કરતા…
વધુ વાંચો >બાલા, જિયાકૉમો
બાલા, જિયાકૉમો (જ. 18 જુલાઈ 1871; અ. 1 માર્ચ 1958) : ફ્યૂચરિસ્ટ શૈલીમાં કામ કરનાર આધુનિક ઇટાલિયન ચિત્રકાર. શરૂઆત તેમણે પૅરિસમાં રહીને નવપ્રભાવવાદી શૈલી મુજબ ટપકાં વડે ચિત્રો આલેખવાથી કરી; પણ 1901માં તેઓ રોમ આવ્યા અને આગળ જતાં ભવિષ્યમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર ચિત્રકારો અમ્બર્ટો બૉચિયોની અને જિનો સૅવેરિનીના કલાગુરુ બન્યા.…
વધુ વાંચો >બાવા, મનજિત
બાવા, મનજિત (જ. 1941, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. દિલ્હી-નિવાસી શીખ પિતા બાંધકામના કોન્ટ્રૅક્ટરનો ધંધો કરતા હતા. 5 બાળકોમાં તેઓ સૌથી નાના હતા. બાળપણ અને વિદ્યાર્થીકાળ દિલ્હીમાં વીત્યાં. તેઓ આઠમા ધોરણમાં આવ્યા ત્યારથી જ સુંદર ચિત્રો દોરી શકતા. પિતા અને મોટા ભાઈઓએ શરૂઆતથી જ કળા માટે તેમને પ્રોત્સાહક વાતાવરણ પૂરું…
વધુ વાંચો >બિહ્ઝાદ, ઉસ્તાદ કમાલ અદ્-દીન
બિહ્ઝાદ, ઉસ્તાદ કમાલ અદ્-દીન (જ. 1455 (?), હેરાત, ખોરાસાન, ઈરાન; અ. 1536 (?), તબ્રીઝ, આઝરબઈજાન) : ઈરાનના ચિત્રકાર. તેમની લઘુચિત્રની શૈલીએ સમગ્ર પર્શિયન ચિત્રકલા તેમજ ભારતની મુઘલ ચિત્રકલા પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. નાની વયે જ અનાથ બન્યા અને હેરાત નગરમાં ચિત્રકાર મિરાક નક્કાશે તેમનો ઉછેર કર્યો. નક્કાશને આ નગરના…
વધુ વાંચો >બીરબૉમ, સર મૅક્સ
બીરબૉમ, સર મૅક્સ (જ. 24 ઑગસ્ટ 1872, લંડન; અ. 20 મે 1956, રૅપેલો, ઇટાલી) : ઇંગ્લૅન્ડના વ્યંગ્યચિત્રકાર, લેખક તથા અત્યંત વિનોદી-મોજીલા માનવી. મૂળ નામ હેન્રી મેક્સમિલન બીરબૉમ. અભિનેતા-નિર્માતા સર હર્બર્ટ બીરબૉમ ટ્રીના તેઓ સાવકા નાના ભાઈ થતા હતા. એ રીતે તેઓ નાનપણથી જ ફૅશનેબલ સમાજથી ટેવાયેલા અને સુપરિચિત હતા. ઑક્સફર્ડની…
વધુ વાંચો >બુરા, એડવર્ડ
બુરા, એડવર્ડ (જ. 1905, લંડન; અ. 1976, લંડન) : આધુનિક બ્રિટિશ ચિત્રકાર. મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ. પિતા બૅરિસ્ટર. બાળપણમાં જ વા અને પાંડુતાના રોગનો તેઓ ભોગ બનેલા. નબળી તબિયત છતાં આજીવન વિપુલ ચિત્રસર્જન અને પ્રવાસો કરતા રહ્યા. શાળાના શિક્ષણ પછી 1921માં તેઓ લંડનની ‘ચેલ્સિપા પૉલિટૅકનિક’માં કલાના અભ્યાસ માટે દાખલ થયા. અભ્યાસ…
વધુ વાંચો >બૂશર, ફ્રાન્સવા
બૂશર, ફ્રાન્સવા (જ. 1703; અ. 1770) : રકોકો શૈલીમાં સર્જન કરનાર ફ્રેંચ ચિત્રકાર. ફ્રાન્સના રાજા લૂઈ પંદરમા અને માદામ દ પૉમ્પેદુના તેઓ પ્રીતિપાત્ર હતા. કલા-અભ્યાસ તેમણે શરૂઆતમાં પોતાના પિતા પાસે અને પછીથી ફ્રાન્સવા લેમોઇં પાસે કર્યો. તેમણે પોતાની જે આગવી શૈલી ઉપજાવી તે ફ્રાન્સની તત્કાળ વિલાસી જીવનશૈલી સાથે સુસંગત હતી.…
વધુ વાંચો >