Painting
નવપ્રભાવવાદ (neo-impressionism)
નવપ્રભાવવાદ (neo-impressionism) : પ્રભાવવાદે શોધેલા ચિત્ર-સિદ્ધાંતોના આધારે ઉદ્ભવેલી ફ્રેંચ ચિત્રકલાની ઝુંબેશ. તેમાં પ્રભાવવાદના સિદ્ધાંતોને એવી ચરમસીમાએ પહોંચાડવામાં આવ્યા છે કે નવપ્રભાવવાદ અને પ્રભાવવાદ વચ્ચે ભાગ્યે જ કોઈ સામ્ય જણાય. સર્શને નવપ્રભાવવાદના અગ્રણી ચિત્રકાર ગણી શકાય. આ ચિત્રશૈલીના નીતિનિયમો ઘણા ચોક્કસ અને ચુસ્ત છે અને એમાં સહજ અભિવ્યક્તિનું સ્થાન પછી આવે…
વધુ વાંચો >નવપ્રશિષ્ટવાદ (neo-classicism)
નવપ્રશિષ્ટવાદ (neo-classicism) : અઢારમી સદીની મધ્યમાં રોમમાં ઉદ્ભવ પામીને સમસ્ત પશ્ચિમી જગતમાં પ્રસરેલો કલાવાદ. તેના ઉદ્ભવ, વિકાસ અને પ્રસાર માટે અતિ આલંકારિક તથા અતિ શણગારસજાવટવાળી બરોક અને રકોકો શૈલીઓનો અતિરેક અંશત: જવાબદાર ગણી શકાય. એ ઉપરાંત પ્રાચીન ગ્રીક અને રોમન કળાનું પુનરુત્થાન કરવાના એકનિષ્ઠ પ્રયાસો પણ આ વાદના ઉદ્ભવ માટે…
વધુ વાંચો >નાયક, કનુ ચુનીલાલ
નાયક, કનુ ચુનીલાલ : (જ. 9 ડિસેમ્બર, 1930, પાનસર, જિલ્લો મહેસાણા) : ગુજરાતી ચિત્રકાર, કલાશિક્ષક, કલાવિષયક લેખો આપનાર, પત્રકાર. ઉપનામ : ‘અંકન’. પિતા ચુનીલાલ નાયક દેશી નાટકમંડળીઓમાં ખલનાયકની ભૂમિકા ભજવવામાં નિષ્ણાત હતા. મૅટ્રિકનો અભ્યાસ પૂરો કરી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 1954માં વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1956માં આર્ટ-માસ્ટરનો…
વધુ વાંચો >નિકોલસન બેન [Nicholson Ben]
નિકોલસન, બેન [Nicholson, Ben] (જ. 10 એપ્રિલ 1894, બકીંગહામશાયર, યુ.કે.; અ. 6 ફેબ્રુઆરી 1982, લંડન, યુ.કે.) : બ્રિટિશ અગ્રણી અમૂર્તવાદી આધુનિક (modern abstractionist) ચિત્રકાર અને શિલ્પી. તેઓ ઓગણીસમી સદીના પ્રસિદ્ધ ચિત્રકાર સર વિલિયમ નિકોલસનના પુત્ર હતા. લંડન ખાતે સ્લેડ સ્કૂલ ઑફ ફાઇન આર્ટમાં તેમણે 1910થી 1911 સુધી કલાનું શિક્ષણ ગ્રહણ…
વધુ વાંચો >નિસર્ગચિત્ર
નિસર્ગચિત્ર : કેવળ પ્રકૃતિને વિષય બનાવી ચિત્રાંકન કરવાની કલાશૈલી. વિશ્વમાં નિસર્ગચિત્રની શરૂઆત ચીને કરી, ચોથી સદીમાં ત્યાં નિસર્ગચિત્રને તરત જ પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળ્યું. ચોથી સદીનો પ્રથમ જાણીતો થયેલો ચિત્રકાર છે કાઈ–ચીહ. ચીની નિસર્ગચિત્રમાં સ્વાભાવિકતાનું મહત્ત્વ હોવા છતાં તેમાં અન્ય ચીની ચિત્રોની જેમ પરંપરા પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે; જેમ કે,…
વધુ વાંચો >નૉલ્ડ, એમિલ
નૉલ્ડ, એમિલ (જ. 1867, નૉલ્ડ, જર્મની; અ. 1956, જર્મની) : આધુનિક અભિવ્યક્તિવાદી, ચિત્રકાર તથા પ્રિન્ટમૅકર. ઍમિલ હૅન્સન તેમનું ખરું નામ. અત્યંત મહત્વના એક્સ્પ્રેશનિસ્ટ ચિત્રકાર તરીકે તેમની નામના છે. ટૂંક સમય માટે ’ડી બ્રુક નામના એક્સ્પ્રેશનિસ્ટ કલાજૂથમાં જોડાયેલા. શોણિતભીની ધરતી(blood and soil)ના વિષયો નિરૂપવાની તેમને વિશેષ ફાવટ હતી. નૉલ્ડનાં નિસર્ગચિત્રોમાંથી ભેંકાર…
વધુ વાંચો >પટેલ, જેરામ
પટેલ, જેરામ (જ. 20 જૂન 1930, સોજિત્રા; અ. 18 જાન્યુઆરી 2016, વડોદરા) : વીસમી સદીના ઉત્તરાર્ધના ગુજરાતના મહત્ત્વના કલાકાર. તેમણે રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધપાત્ર કામગીરી બજાવી છે. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પાંચ વરસ કૉમર્શિયલ આર્ટ તથા તે પછી 1957માં લંડનની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ આર્ટ્સ ઍન્ડ…
વધુ વાંચો >પટેલ, દશરથ
પટેલ, દશરથ (જ. 1927, સોજિત્રા, જિલ્લો નડિયાદ, ગુજરાત; અ. 1 ડિસેમ્બર 2010, અલીબાગ, મહારાષ્ટ્ર) : ભારતના અગ્રણી અને બહુમુખી સિરામિસ્ટ, ચિત્રકાર, ડિઝાઇનર, ફોટોગ્રાફર. દશરથભાઈ તરુણાવસ્થામાં અમદાવાદ ખાતે રવિશંકર રાવળ અને રસિકલાલ પરીખ હેઠળ કલાના દીક્ષા-સંસ્કાર પામ્યા. આ બંને કલાગુરુઓએ બંગાળ-શૈલી અપનાવી હતી. એ જ શૈલીમાં દશરથભાઈએ નિસર્ગશ્યો અને ગ્રામજીવનનાં દૃશ્યો…
વધુ વાંચો >પટેલ, બાલકૃષ્ણ
પટેલ, બાલકૃષ્ણ (જ. 1925, અમદાવાદ; અ. 2004, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી અમૂર્ત ચિત્રકાર. તેમની ચિત્રકલાની તાલીમની શરૂઆત કલાગુરુ રવિશંકર રાવળ પાસે ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં થઈ હતી. આ પછી સમવયસ્ક ચિત્રકાર શાંતિ દવે સાથે થોડો સમય અમદાવાદમાં એક જ સ્ટુડિયોમાં કામ કર્યું. 1950માં વડોદરાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં નારાયણ શ્રીધર બેન્દ્રે…
વધુ વાંચો >પટ્ટચિત્ર
પટ્ટચિત્ર : કાપડ તથા કાગળ જેવી સામગ્રી પર ચિત્રો આલેખવાની 2,500 વર્ષ જૂની પરંપરા. કાપડ અને કાગળ પર આલેખિત ‘ચિત્રપટ્ટ’ કે ‘ઓળિયા’ને લોકસમૂહ સામે દર્શાવી-વર્ણવીને તેમાંથી આજીવિકા મેળવનારા પટ્ટપ્રદર્શકો ઘણા પ્રાચીન કાળથી જાણીતા છે. સાંપ્રત કાળમાં પણ સમગ્ર ભારતમાં એવા પટ્ટદર્શકોની પરંપરા જીવિત રહી છે. પ્રાચીન તેમજ મધ્યકાળે હાથે વણેલી…
વધુ વાંચો >