Painting

ચકોર

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચાવડા, શ્યાવક્ષ

ચાવડા, શ્યાવક્ષ (જ. 11 ડિસેમ્બર 1914, નવસારી, ગુજરાત; અ. 18 ઑગસ્ટ 1990, મુંબઈ) : પશુસૃષ્ટિ અને ભારતીય નૃત્યોનાં આલેખનો કરવા માટે જાણીતા આધુનિક ભારતીય ચિત્રકાર. એક પારસી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. રંગોના ઠઠારા વિના પેન્સિલની રેખા કે પીંછીના આછા લસરકાથી જ નૃત્યના લય અને ધબકારને કાગળ પર કેદ કરી શકવાનું…

વધુ વાંચો >

ચિત્રકલા

ચિત્રકલા મુખ્ય ર્દશ્ય કલાપ્રકાર. તમામ ર્દશ્ય કલાની જેમ તે સ્થળલક્ષી (spatial) કલા છે. એથી સમયલક્ષી (temporal) કલાથી ઊલટું એમાં સમગ્ર કૃતિ સમયક્રમમાં નહિ પણ એકસાથે જ પ્રસ્તુત થાય છે. ચિત્રકલા આનંદલક્ષી અભિવ્યક્તિ છે અને તેમાં પ્રતિનિધાનાત્મક (representational), કલ્પનાત્મક અથવા અમૂર્ત ડિઝાઇન પ્રયોજવામાં આવે છે. આ ડિઝાઇન દ્વિપરિમાણી (bidimensional) હોય છે…

વધુ વાંચો >

ચીન

ચીન ભારતની ઉત્તરે આવેલો પ્રાચીન સંસ્કૃતિ અને સુદીર્ઘ ઇતિહાસ ધરાવતો દેશ. ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને સીમા : ચીનનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં 18° ઉ. અ.થી 53° ઉ. અક્ષાંશ વચ્ચે આવેલો છે. આ રીતે તેનો દક્ષિણ તરફનો ભાગ ઉષ્ણ કટિબંધની આબોહવાવાળો અને મધ્ય તથા ઉત્તર તરફનો ભાગ સમશીતોષ્ણ કટિબંધની આબોહવાવાળો છે. 74°…

વધુ વાંચો >

જળરંગ

જળરંગ : ચિત્રકલાનું મહત્વનું માધ્યમ. તેને માટે અંગ્રેજીમાં transparent water colour શબ્દ વપરાય છે. તેમાં પિગ્મેન્ટને ગુંદરથી બાંધવામાં આવે છે અને પાણી ઉમેરી પીંછી દ્વારા વાપરવામાં આવે છે. તૈલ રંગોની શોધ પૂર્વે ઘણા દેશોમાં આ માધ્યમ વપરાતું. આ માધ્યમ કાગળ અને સિલ્ક ઉપર વપરાયું છે. ભારતમાં બંગાળી ચિત્રકારોએ ઓગણીસમી અને…

વધુ વાંચો >

જાઉલેન્સ્કી, એલેક્સી વૉન

જાઉલેન્સ્કી, એલેક્સી વૉન (જ. 13 માર્ચ 1864, તોરઝોક-રશિયા; અ. 15 માર્ચ 1941, નીઝબાડેન, જર્મની) : વિખ્યાત અભિવ્યક્તિવાદી (expressionistic) જર્મન ચિત્રકાર. તેમણે લશ્કરી તાલીમ સંસ્થા તથા ચિત્રકલાની સંસ્થા બંનેમાં શિક્ષણ મેળવ્યું હતું. 1889માં સેન્ટ પીટર્સબર્ગ ઇમ્પીરિયલ ગાર્ડમાં કૅપ્ટનના હોદ્દા પર નિમાયા; પરંતુ ચિત્રકલા પ્રત્યેના અસાધારણ આકર્ષણને લીધે 1889માં ઇમ્પીરિયલ ગાર્ડની કાયમી…

વધુ વાંચો >

જાકૉમેત્તી, આલ્બર્ટો

જાકૉમેત્તી, આલ્બર્ટો (જ. 10 ઑક્ટોબર 1901, સ્ટામ્પા, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 11 જાન્યુઆરી 1966) : સ્વિસ શિલ્પકાર તથા ચિત્રકાર. તેમના પિતા જોવાની (1868–1933) પ્રભાવશાળી ચિત્રકાર અને ભત્રીજો ઑગસ્ટો પણ ચિત્રકાર હતા. જિનીવા સ્કૂલ ઑવ્ આર્ટ અને ક્રાફ્ટમાં કલાશિક્ષણ લીધા પછી પૅરિસમાં બોરદેલના હાથ નીચે કલાશિક્ષણ લીધું. તેમની કલામાં આદિવાસી કલાનાં તત્વો તથા…

વધુ વાંચો >

જાદવ, છગનલાલ

જાદવ, છગનલાલ (જ. 1903, વાડજ, અમદાવાદ; અ. 12 એપ્રિલ, 1987, અમદાવાદ) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. અત્યંત ગરીબ હરિજન કુટુંબમાં છગનભાઈનો જન્મ થયો હતો. તેમના પિતા વણકર હતા. કોચરબની મ્યુનિસિપલ શાળામાં તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. એ વખતની પ્રથા અનુસાર માત્ર નવ વરસની નાની ઉંમરે તેમનાં લગ્ન થયાં હતાં.…

વધુ વાંચો >

જાપાનની ચિત્રકલા

જાપાનની ચિત્રકલા : કલા અને સંસ્કૃતિના વારસાની બાબતમાં જાપાન ચીનનું ઋણી છે. જાપાનની ચિત્રકલાના વિકાસમાં તેની ભૌગોલિક પરિસ્થિતિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. જાપાન એટલે પર્વતો, ઝરણાં, વૃક્ષો, લતાઓ અને ફૂલોનો દેશ. જાપાનની પ્રજા દુનિયાની બીજી પ્રજાની સરખામણીમાં પ્રકૃતિ અને કલાની સવિશેષ ચાહક છે. જાપાનની ચિત્રકલામાં પ્રજાની આ ચાહના ભારોભાર વ્યક્ત…

વધુ વાંચો >

જોતો ડી બોન્દોને

જોતો ડી બોન્દોને (Giotto de Boundone) (જ. 1266; અ. 1337) : ઇટાલિયન ચિત્રકાર અને સ્થપતિ. જોતો અને તેમના ગુરુ ચિમાબુઆ (Cimabua) બંને અદ્યતન કલાના અગ્રયાયી ગણાયા છે. ઇટાલોબાઇઝૅન્ટાઇનની ચીલાચાલુ શૈલીમાંથી તેમણે માનવ-આકૃતિને મુક્ત કરી. તેને મહત્તમ શિલ્પમય ઘનતા અને સ્વાભાવિકતા આપી. શ્યોમાં કલ્પના અને અનુભૂતિને પ્રાધાન્ય આપ્યું. ફ્લૉરેન્ટાઇન ચિત્રકળાના તેઓ…

વધુ વાંચો >