Painting

કૉનિક ફિલિપ્સ

કૉનિક, ફિલિપ્સ (જ. 5 નવેમ્બર 1619, ઍમ્સ્ટરડૅમ, નેધર્લૅન્ડ્ઝ; અ. 4 ઑક્ટોબર 1688, ઍમ્સ્ટરડૅમ, નેધર્લૅન્ડ્ઝ) : નિસર્ગ ર્દશ્યો ચીતરવા માટે જાણીતા ડચ બરોક ચિત્રકાર. તેની ઉપર નેધરર્લૅન્ડ્ઝના મહાન ચિત્રકાર રૅમ્બ્રાંનો ઘેરો પ્રભાવ જોવા મળે છે. કૉર્નિકે નિસર્ગ ર્દશ્યોમાં લીલોતરીને સોનેરી પ્રકાશ વડે અદભુત નિખાર આપ્યો છે. એમનાં શ્રેષ્ઠ ચિત્રોમાં સમાવેશ પામે…

વધુ વાંચો >

કૉન્સ્ટેબલ જૉન

કૉન્સ્ટેબલ, જૉન (જ. 11 જૂન 1776, ઇગ્લૅન્ડ; અ. 31 માર્ચ 1837, લંડન) : ઓગણીસમી સદીના બ્રિટિશ ચિત્રકાર. તે યુરોપના, પ્રથમ ભૂમિદૃશ્યો – ‘લૅન્ડસ્કેપ’ આલેખનાર ચિત્રકાર છે. અઢારમી સદીમાં ગેઇન્સબરોનાં પ્રાકૃતિક દૃશ્ય-ચિત્રોમાં વિશાળ પ્રકૃતિના આલેખનમાં માનવઆકૃતિઓ અત્યંત નાની જોવા મળે છે. 23 વર્ષની ઉંમરે તેમનાં રેખાચિત્રોના આધારે કૉન્સ્ટેબલ 1799માં રૉયલ એકૅડેમીની…

વધુ વાંચો >

કૉપ્લે જોન સિન્ગલ્ટન

કૉપ્લે, જોન સિન્ગલ્ટન (Copley, John Singleton) જ. 3 જુલાઈ 1738, બૉસ્ટન, અમેરિકા; અ. 9 સપ્ટેમ્બર 1815, લંડન, બ્રિટન) :  ઐતિહાસિક પ્રસંગોનાં ચિત્રો તથા વ્યક્તિચિત્રો ચીતરવા માટે જાણીતા અમેરિકન ચિત્રકાર. સાવકા પિતા પીટર પેલ્હામ પાસે તેમણે ચિત્રકલાના પ્રાથમિક પાઠ ગ્રહણ કર્યા. કૉપ્લે પોતાનાં મૉડલ્સને પુસ્તકો, ખુરશી, રસોઈની સામગ્રી, પાળેલાં કૂતરાં-ઘોડાં, ભરતગૂંથણના…

વધુ વાંચો >

કૉફમાન એન્જેલિકા

કૉફમાન, એન્જેલિકા (Kauffmann, Angelica) (જ. 20 ઑક્ટોબર 1741, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 5 નવેમ્બર 1807, રોમ, ઇટાલી) : રોકોકો શૈલીમાં સર્જન કરનાર સ્વિસ મહિલા-ચિત્રકાર. પિતા જોન જૉસેફ પાસેથી જ તેઓ ચિત્રકલા શીખ્યાં. 1758થી 1766 સુધી તેમણે પિતા સાથે ઇટાલીનાં જુદાં જુદાં નગરોનો પ્રવાસ કર્યો અને ઇટાલિયન બરોક અને ઇટાલિયન રોકોકો ચિત્રશૈલીઓ આત્મસાત્…

વધુ વાંચો >

કોબ્રા

કોબ્રા (cobra) : બીજા વિશ્વયુદ્ધ પછીનું યુરોપના અભિવ્યક્તિવાદી ચિત્રકારોનું કલાજૂથ. તેના સભ્યો યુરોપના જે જે નગરોના રહેવાસી હતા તે તે નગરો કોપનહેગન, બ્રુસેલ્સ અને ઍમ્સ્ટરડૅમનાં નામના શરૂઆતના બબ્બે અક્ષરો લઈને ‘કોબ્રા’ (Cobra) એવું નામાભિધાન કરવામાં આવ્યું. આ જૂથના કલાકારોમાં કારેલ એપલ, એસ્ગર જૉર્ન, પિયેરે એલેકિન્સ્કી, ગુઇલોમ બેવર્લૂ કોર્નીલે, લુસેબર્ટ અને…

વધુ વાંચો >

કોર અર્પણા

કોર, અર્પણા (જ. 4 સપ્ટેમ્બર 1954, દિલ્હી, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. કોઈ પણ પૂર્વતાલીમ વિના સ્વયંસૂઝથી તેમણે ચિત્રો આલેખવાં શરૂ કરેલાં. ભારતીય નારીને તેના કૌટુંબિક, સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક સંદર્ભો સાથે આલેખીને આધુનિક ભારતીય નારીની વિશિષ્ટ પરિસ્થિતિ કૅન્વાસ પર રજૂ કરવામાં તેઓ સફળ રહ્યાં છે; છતાં પુરુષ પર પ્રત્યક્ષ…

વધુ વાંચો >

કોરિન ઓગાટા

કોરિન, ઓગાટા (Korin, Ogata) (જ. 1658, ટોક્યો, જાપાન; અ. 2 જૂન 1716, ટોક્યો, જાપાન) : પ્રકૃતિનું મનોહર અને મધુર આલેખન કરવા માટે જાણીતા જાપાની ચિત્રકાર. એક ધનાઢ્ય વેપારી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. ગેન્રોકુ રાજપરિવારે તેમની દરબારી ચિત્રકાર તરીકે નિમણૂક કરી હતી. વનસ્પતિઓ, પુષ્પો, લતાઓ, પર્ણો, ડૂંડાંઓની પવનમાં હિલોળા લેતી…

વધુ વાંચો >

કોરિયાની કળા

કોરિયાની કળા : પૂર્વ એશિયાના કોરિયા દેશની કળા. ઉત્તર પશ્ચિમના પડોશી દેશ ચીન અને પૂર્વના પડોશી દેશ જાપાનના પ્રભાવમાં કોરિયાની કળા વિકસી છે; છતાં કોરિયન કળામાં ચીની કળાની ભવ્યતા તથા પ્રશિષ્ટતા નથી અને જાપાની કળા જેવું શણગાર-તત્વ નથી. કોરિયાની કળામાં સાદગી અને સરળતાનું પ્રમાણ વધુ છે. કોરિયન કળામાં રેખાઓને વધુ…

વધુ વાંચો >

કૉરેજિયો

કૉરેજિયો (Correggio) (જ. ઑગસ્ટ 1494, કૉરેજિયો, મોદેના, ઇટાલી; અ. 5 માર્ચ 1534, ઇટાલી) : ખ્રિસ્તી ધાર્મિક અને રતિભાવપ્રેરક ગ્રેકો-રોમન પુરાકથા-વિષયક ચિત્રો ચીતરવા માટે જાણીતા ઇટાલિયન બરોક ચિત્રકાર. મૂળ નામ ઍન્તૉનિયો એલેગ્રી. ઍન્તૉનિયો કૉરેજિયો જે નાના શહેરમાં જન્મ્યા અને મૃત્યુ પામ્યા તે કૉરેજિયોમાં તેમના પિતા પેલેગ્રિનો એલેગ્રી વેપારી હતા. મોટા થઈ…

વધુ વાંચો >

કોરો જ્યાઁ બાપ્તિસ્તે કેમિલે

કોરો, જ્યાઁ બાપ્તિસ્તે કેમિલે (Corot, Jean-Baptiste Camille) (જ. 16 જુલાઈ 1796, પૅરિસ; અ. 22 ફેબ્રુઆરી 1875, પૅરિસ; ફ્રાંસ) : નિસર્ગચિત્રો ચીતરવા માટે જાણીતા ‘બાર્બિઝોન’ કલાજૂથના ચિત્રકાર. વાતાવરણ-પ્રધાન તેમનાં ચિત્રો બ્રિટિશ ચિત્રકારો ટર્નર અને જોન કૉન્સ્ટેબલનાં ચિત્રો સાથે હવે પછીના પ્રભાવવાદી ચિત્રકારો માટે પ્રેરણારૂપ બની રહેલાં. એ રીતે એ બે બ્રિટિશ…

વધુ વાંચો >