Music

ઉધાસ, મનહર

ઉધાસ, મનહર (જ. 13 મે 1943, સાવરકુંડલા) : હિંદી ચલચિત્રજગતના અગ્રણી પાર્શ્વગાયક અને ઉચ્ચ કોટીના ગઝલ ગાયક. વતન સૌરાષ્ટ્રનું ગામ જેતપુર. બાળપણથી જ સંગીતમાં સક્રિય રસ જાગ્યો, જેને કારણે સંગીતની સ્પર્ધાઓમાં અને કૉલેજના યુવક-મહોત્સવોમાં ઘણાં પારિતોષિકો મેળવ્યાં. ગુજરાતી ગઝલોને સંગીતમાં મઢીને રજૂ કરવામાં તેઓ પંકાયેલા છે. ગુજરાતી ભાષા ઉપરાંત ભારતની…

વધુ વાંચો >

ઉપાધ્યાય, પુરુષોત્તમ

ઉપાધ્યાય, પુરુષોત્તમ (જ. 15 ઑગસ્ટ 1934, ઉત્તરસંડા, જિલ્લો ખેડા, ગુજરાત) : ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક તથા સંગીતદિગ્દર્શક. નાનપણથી સંગીત સાંભળવાનો તો શોખ હતો જ તેમાં ગાવાના શોખનો ઉમેરો થયો. શાલેય શિક્ષણ દરમિયાન ઘણાં પારિતોષિકો મેળવ્યાં હતાં. ભણવા કરતાં સંગીતમાં એટલો બધો રસ જાગ્યો કે પરિવારમાં કોઈને કહ્યા વગર સંગીતમાં…

વધુ વાંચો >

ઉસ્માનખાન

ઉસ્માનખાન (જ. 22 સપ્ટેમ્બર 1940, મુંબઈ) : જાણીતા સિતારવાદક, બીનકાર બંદે અલીખાનના શિષ્ય ‘સિતારરત્ન’ ઉસ્તાદ રહેમતખાનના પૌત્ર. તેમના પિતા ઉસ્તાદ કરીમખાન ધારવાડ ખાતેની કર્ણાટક યુનિવર્સિટીમાં સંગીત-વિદ્યાશાખાના વડા હતા. ઉસ્માનખાને સાત વર્ષની ઉંમરે પિતા પાસેથી સિતારવાદનની શિક્ષા પ્રાપ્ત કરવાની શરૂઆત કરી. મૂળ ઇંદોરના બીનકાર ઘરાનાના આ વંશજ 1957થી પુણે નગરમાં વસવાટ…

વધુ વાંચો >

એકતાલ

એકતાલ : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો ચતુરસ્ર જાતિનો તાલ. ભારતીય સંગીતમાં પ્રાચીન કાળથી તાલપરંપરા ચાલી રહી છે. તાલ એ લય દર્શાવવાની ક્રિયા છે. સંગીતમાં વિભિન્ન સ્વરો વચ્ચે જે અંતરાલ હોય છે એને માપવા માટે તાલની ક્રિયાનો આરંભ થાય છે. તાલના અંતર્ગત દ્રુત, લઘુ, ગુરુ અને પ્લુત અક્ષરોને ઊલટસૂલટ કરવાથી અસંખ્ય…

વધુ વાંચો >

એ. કાનન

એ. કાનન (જ. 18 જૂન 1920 ચેન્નાઇ, તમિલનાડુ: અ. 12 સપ્ટેમ્બર 2004 કોલકાતા, પશ્ચિમ બંગાળ) : પ્રસિદ્ધ ભારતીય સંગીતકાર. જન્મ ચેન્નઈ(મદ્રાસ)ના એક ધાર્મિક પરિવારમાં. બાળપણથી જ તેમણે શ્રી લાનૂ બાબુરામ પાસેથી શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. 1943માં કૉલકાતા ગયા. ત્યાં પ્રસિદ્ધ ગાયક ગિરજાશંકર ચક્રવર્તીએ તેમને સંગીતનો આગળ અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ…

વધુ વાંચો >

એનેસ્કુ, જ્યૉર્જેઝ

એનેસ્કુ, જ્યૉર્જેઝ (જ. 19 ઑગસ્ટ 1881, લિવેની, રુમાનિયા; અ. 4 મે 1955, પૅરિસ, ફ્રાંસ) : બાખની કૃતિઓના સંચાલન માટે તથા રુમાનિયન શૈલીમાં સ્વસર્જિત કૃતિઓ માટે વિશ્વવિખ્યાત સંગીતકાર અને સ્વરનિયોજક. તેઓ ઉત્કૃષ્ટ વાયોલિનવાદક હતા.   સાત વરસની ઉંમરે તેઓ વિયેના જઈ ત્યાં વિયેના કૉન્ઝર્વેટરીમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા અને વાયોલિનનો અભ્યાસ…

વધુ વાંચો >

એમ. એસ. સુબ્બલક્ષ્મી

એમ. એસ. સુબ્બલક્ષ્મી : જુઓ સુબ્બલક્ષ્મી એમ. એસ.

વધુ વાંચો >

ઍમિરૉવ, ફિક્રેત મેશાદી જામિલ ઓગ્લી

ઍમિરૉવ, ફિક્રેત મેશાદી જામિલ ઓગ્લી (Amirov, Fikret Meshadi Dzhamil Ogly) (જ. 22 નવેમ્બર 1922, આઝરબૈજાન; અ. 20 ફેબ્રુઆરી 1984, બાકુ) : આધુનિક આઝરબૈજાની સંગીતકાર અને સ્વરનિયોજક. પિતા મેશાદી જામિલ એમિરૉવ આઝરબૈજાની લોકસંગીતના જાણીતા ગાયક હતા અને ‘ટાર’ નામનું આઝરબૈજાની તંતુવાદ્ય વગાડવામાં તેમની નિપુણતાએ તેમને મૉસ્કો સુધી નામના અપાવેલી. બાળ ફિક્રેતને…

વધુ વાંચો >

એરુત્યુનિયન, ઍલેક્ઝાન્ડર

એરુત્યુનિયન, ઍલેક્ઝાન્ડર (જ. 23 સપ્ટેમ્બર 1920, યેરેવાન, આર્મેનિયા; અ. 28 માર્ચ 2012, યેરેવાન, આર્મેનિયા) : આર્મેનિયન સંગીતકાર અને સ્વરનિયોજક. યેરેવાન નગરની યેરેવાન કૉન્ઝર્વેટરીમાં સંગીતકાર અને સ્વરનિયોજક એ. સ્પેડિયારૉવ હેઠળ સંગીતનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળની પ્રારંભની એકલ (solo) પિયાનોની રચનાઓથી એરુત્યુનિયને આર્મેનિયન અને રશિયન પ્રજા તેમ જ સંગીતકારોનું ધ્યાન ખેંચ્યું. આ ઉપરાંત…

વધુ વાંચો >

એશ્પાઇ, આન્દ્રેઇ

એશ્પાઇ, આન્દ્રેઇ (જ. 15 મે 1925, રશિયા; અ. 8 નવેમ્બર 2015, મોસ્કો, રશિયા) : આધુનિક રશિયન સંગીતકાર અને સ્વર-નિયોજક. 17 વરસની ઉંમરે નેસિન મ્યૂઝિક સ્કૂલમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા, પણ બીજા વિશ્વયુદ્ધનાં નગારાં વાગતાં અભ્યાસ પડતો મૂકી રણમોરચે લશ્કરમાં ભરતી થવું પડ્યું. 1948માં યુદ્ધ પૂરું થતાં મૉસ્કો પાછા ફરી મૉસ્કો…

વધુ વાંચો >