Music

બીટલ્સ, ધ

બીટલ્સ, ધ (1960થી 1970) : 1960માં રચાયેલું બ્રિટનનું પૉપ શૈલીનું સુખ્યાત ગાયકવૃંદ. બે ગીતલેખક-નર્તકોએ આ વૃંદની રચના કરી હતી. તેમનાં નામ હતાં ડૉન (વિન્સ્ટન) લેનન (1940–80) અને (જૅમ્સ) પૉલ મૅકાર્થી (1942–), જ્યૉર્જ હૅરિસન (1943–) અને પેટી બેસ્ટ (1941–). તે સૌએ સાથે મળીને લિવરપૂલની કૅવર્ન ક્લબ ખાતે તેમજ હૅમ્બર્ગમાંનાં વિવિધ મનોરંજન-સ્થળોએ…

વધુ વાંચો >

બીથોવન, લુડવિગ ફાન

બીથોવન, લુડવિગ ફાન (જ. 16 ડિસેમ્બર 1770, બોન, જર્મની; અ. 26 માર્ચ, 1827, વિયેના, ઑસ્ટ્રિયા) : ઓગણીસમી સદીના સમગ્ર યુરોપિયન સંગીત પર ઘેરી અસર કરનાર સમર્થ સંગીતકાર. પિતૃપક્ષે તેમના દાદા નેધર્લૅન્ડ્ઝના મૂળ વતની હતા. નામમાં જર્મન ફોન(Von)ને સ્થાને ડચ ફાન(Van)નો ઉપયોગ પણ ડચ મૂળિયાં પ્રતિ ઇશારો કરે છે. કુટુંબમાં સંગીતના…

વધુ વાંચો >

બૃહસ્પતિ, કૈલાસચંદ્ર

બૃહસ્પતિ, કૈલાસચંદ્ર (જ. 20 જાન્યુઆરી 1918, રામપુર, ઉત્તરપ્રદેશ;  અ. 31 જુલાઈ, 1979) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી શાસ્ત્રકાર, સંશોધક, વિવેચક તથા કવિ. જ્ઞાનાર્જન અને સંગીતના સંસ્કારો પિતા, પિતામહ વગેરે પૂર્વજો પાસેથી વારસામાં મળેલા. પરિવારના વિદ્વત્તાપૂર્ણ અને સંસ્કારશીલ વાતાવરણની કૈલાસચંદ્રના બાલમાનસ પર ઊંડી અસર થયેલી. સાડા ત્રણ વર્ષની વયથી જ…

વધુ વાંચો >

બેગમ અખ્તર

બેગમ અખ્તર (જ. 7 ઑક્ટોબર 1914, ફૈઝાબાદ; અ. 30 ઑક્ટોબર 1974, અમદાવાદ) : ઠૂમરી અને ગઝલનાં અગ્રણી ભારતીય ગાયિકા. શરૂઆતનાં વર્ષોમાં તેઓ ‘અખ્તરી ફૈઝાબાદી’ને નામે ઓળખાતાં. ઇશ્તિયાક અહમદ અબ્બાસી નામના એક વકીલ સાથે એમનાં લગ્ન થયાં, પછી તે ‘બેગમ અખ્તર’ને  નામે પ્રસિદ્ધિ પામ્યાં. શાસ્ત્રીય સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીતનું શરૂઆતનું શિક્ષણ…

વધુ વાંચો >

બૅનરજી, કંકણા

બૅનરજી, કંકણા (જ. 1948) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઇંદોર ઘરાનાનાં લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયિકા. તેમણે સંગીતનું શિક્ષણ મુખ્યત: ઇંદોર ઘરાનાના ઉસ્તાદ અમીરખાં પાસેથી લીધેલું. મીઠો, સુરીલો, ત્રણેય સપ્તકમાં સહજતાથી ફરી શકે એવો અવાજ અને રાગની સ્પષ્ટતા એ એમની ગાયકીની લાક્ષણિકતાઓ છે. કલકત્તાના એક વ્યાપારી પરિવારમાં એમનો જન્મ થયેલો. નાનપણથી…

વધુ વાંચો >

બૅનરજી, નિખિલ

બૅનરજી, નિખિલ (જ. 14 ઑક્ટોબર 1931, કલકત્તા; અ. 27 જાન્યુઆરી 1986, કલકત્તા) : ભારતના અગ્રણી સિતારવાદક. પિતા જે. એન. બૅનરજી પોતે સંગીતકાર હતા અને તેમણે જ નિખિલને શરૂઆતની સંગીતશિક્ષા આપી. માત્ર નવ વર્ષની ઉંમરે બંગાળ સંગીત સંમેલનમાં તેમણે જાહેર કાર્યક્રમ રજૂ કરી શ્રોતાઓને મુગ્ધ કરી મૂકેલા. ગૌરીપુરના મહારાજા પાસે થોડોક…

વધુ વાંચો >

બેનેટ, રિચાર્ડ રૉડની (સર)

બેનેટ, રિચાર્ડ રૉડની (સર) (જ. 1936, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : નિષ્ણાત સંગીત-રચનાકાર. તેમણે લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ મ્યુઝિક ખાતે તેમજ પૅરિસમાં પિયર બુલેઝના હાથ નીચે સંગીતનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. ખાસ કરીને તેઓ તેમના ફિલ્મસંગીત માટે જાણીતા છે. ઑપેરા, ઑરકેસ્ટ્રા-સંગીત, ચેમ્બર મ્યુઝિક તેમજ એક અને બે પિયાનો માટેનું પ્રયોગાત્મક સંગીત – એમ…

વધુ વાંચો >

બેલાકિયેફ, મિલી ઍલેક્સિવિચ

બેલાકિયેફ, મિલી ઍલેક્સિવિચ (જ. 1837, નિઝિની નૉવગોરોડ, રશિયા; અ. 1910) : રશિયાના નામી સ્વરરચનાકાર (composer). તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો કૉન્સર્ટ-પિયાનોવાદક તરીકે અને ત્યારબાદ તેમણે સ્વરરચનાકારની કારકિર્દી અપનાવી. તેઓ રશિયાની રાષ્ટ્રીય સંગીત સ્કૂલના અગ્રણી બની રહ્યા. 1862માં તેમણે ‘પીટર્સબર્ગ ફ્રી સ્કૂલ ઑવ્ મ્યુઝિક’ની સ્થાપના કરી. 1883માં તેઓ ‘ઇમ્પીરિયલ કૅપૅલા’ના નિયામક બન્યા.…

વધુ વાંચો >

બૈજૂ બાવરા

બૈજૂ બાવરા (ઈ. સ. 1500થી 1600 વચ્ચે હયાત, જ. ચાંપાનેર, ગુજરાત) : પ્રસિદ્ધ ગાયક. મૂળ નામ બૈજનાથ મિશ્ર. બાળવયમાં જ પિતાને ગુમાવતાં માતાની છત્રછાયામાં ઊછર્યા. થોડા સમય બાદ માતાએ વૃંદાવનમાં રહેવાનો નિર્ણય કરતાં બૈજૂ પણ તેમની સાથે વૃંદાવન ગયા. ત્યાં તેમનો પરિચય સ્વામી હરિદાસ જોડે થયો. સ્વામીજીએ બૈજૂની આંતરિક પ્રતિભા…

વધુ વાંચો >

બૉએમ, થિયોબાલ્ડ

બૉએમ, થિયોબાલ્ડ (જ. 1794, મ્યુનિક, જર્મની; અ. 1881) : જર્મનીના નિષ્ણાત વાંસળીવાદક અને સંશોધક. તેમણે 1828માં મ્યુનિક ખાતે વાંસળી-ઉત્પાદન માટેની ફૅક્ટરીની સ્થાપના કરી. તેમણે ધ્વનિ-નિયમનની ર્દષ્ટિએ પરિપૂર્ણ નીવડે એવી વાંસળી બનાવવાનો નિર્ણય કર્યો. એવી વાંસળી બનાવવા માટે, આંગળીઓ પહોંચી વળી ના શકે એવાં સ્થાનોએ વાંસળી પર છિદ્રો પાડવાં પડે; આ…

વધુ વાંચો >