બેલાકિયેફ, મિલી ઍલેક્સિવિચ

January, 2000

બેલાકિયેફ, મિલી ઍલેક્સિવિચ (જ. 1837, નિઝિની નૉવગોરોડ, રશિયા; અ. 1910) : રશિયાના નામી સ્વરરચનાકાર (composer). તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો કૉન્સર્ટ-પિયાનોવાદક તરીકે અને ત્યારબાદ તેમણે સ્વરરચનાકારની કારકિર્દી અપનાવી. તેઓ રશિયાની રાષ્ટ્રીય સંગીત સ્કૂલના અગ્રણી બની રહ્યા. 1862માં તેમણે ‘પીટર્સબર્ગ ફ્રી સ્કૂલ ઑવ્ મ્યુઝિક’ની સ્થાપના કરી. 1883માં તેઓ ‘ઇમ્પીરિયલ કૅપૅલા’ના નિયામક બન્યા. તેમની સંગીતરચનાઓમાં બે સિમ્ફની, એક સિમ્ફનીબદ્ધ કાવ્ય તથા ‘ઇઝલૅની’ નામની પિયાનો માટેની પૌરસ્ત્ય તરંગકથાનો સમાવેશ થાય છે.

મહેશ ચોકસી