Microbiology
જીવજનન (biogenesis)
જીવજનન (biogenesis) : માત્ર સજીવો નવા સજીવોને જન્મ આપી શકે છે, આવા મતનું પ્રતિપાદન કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંત મુજબ ક્યારેય નિર્જીવ ઘટકોમાંથી સ્વયંસ્ફુરણથી સજીવ જન્મ પામતા નથી. અગાઉ એવી માન્યતા હતી કે નિર્જીવ ઘટકોમાંથી સ્વયંપરિવર્તન દ્વારા નવા સજીવો જન્મે છે. આ ભ્રામક સિદ્ધાંતને અજીવજનનવાદ (abiogenesis) કહેતા; પરંતુ લૂઈ પાશ્ચરના પ્રયોગોએ…
વધુ વાંચો >જીવવિરોધ (antagonism)
જીવવિરોધ (antagonism) : એક સૂક્ષ્મજીવના સાન્નિધ્યમાં બીજા સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકી જવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થતાં વિવિધ વૃદ્ધિઅવરોધક રસાયણો, પ્રતિજૈવો તેમજ વિષાક્ત ઉત્સેચકો તેની આસપાસ વસતા સૂક્ષ્મજીવની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હોય છે, દાખલા તરીકે; 1. સ્યૂડોમોનાસ તેમજ સ્ટેફિલોકૉક્સ જીવાણુઓ ફૂગવિરોધી (antifungal) રસાયણ ઉત્પન્ન કરતા હોવાથી તેમની હાજરીમાં…
વધુ વાંચો >જીવવિષ (microbial toxin)
જીવવિષ (microbial toxin) કેટલાક જીવાણુઓ અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો પ્રાણી તેમજ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન થાય તેવાં વિષ ઉત્પન્ન કરે છે, તેને જીવવિષ કહેવામાં આવે છે. જીવવિષના બાહ્ય વિષ અને આંતરિક વિષ – એમ બે પ્રકાર છે. (1) બાહ્ય વિષ : સૂક્ષ્મજીવો આ પ્રકારના વિષનો સ્રાવ પોતાના શરીરની બહાર કરે છે.…
વધુ વાંચો >જીવાણુનાશકો (bacteriophage)
જીવાણુનાશકો (bacteriophage) : જીવાણુઓ પર વાસ કરતા અને તેમનો ભોગ લેતા વિષાણુઓ (viruses)ની 1915થી 17ના અરસામાં ઇંગ્લૅન્ડમાં ટ્વોર્ટ અને ડી’ હેરેલે જીવાણુનાશકોની શોધ કરી. જુદા જુદા જીવાણુનાશકો વિશિષ્ટ જીવાણુઓને યજમાન તરીકે પસંદ કરી તેમના શરીરમાં વૃદ્ધિ પામે છે અને એમ નવા વિષાણુ પેદા કરે છે. T1થી T7; λ; ΦX 174…
વધુ વાંચો >જીવાશ્મ (fossil)
જીવાશ્મ (fossil) : કરોડો વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા સજીવોના પાષણવત્ અવશેષો. આ અવશેષો મુખ્યત્વે જળકૃત (sedimentary) ખડકોમાં જોવા મળે છે. પૃથ્વીના પડને અગ્નિજ કે આગ્નેય (igneous) ખડકો અને જળકૃત અથવા અવસાદી ખડકોમાં વિભાજિત કરી શકાય. અગ્નિજ ખડકો જ્વાળામુખીને લીધે પ્રસરેલ દ્રાવ્ય પદાર્થના ઘનીકરણ અને સ્ફટિકીકરણથી થયેલા હોય છે. આવા ખડકો…
વધુ વાંચો >જૈવ આંતરક્રિયાઓ
જૈવ આંતરક્રિયાઓ : જુઓ, ચયાપચય
વધુ વાંચો >જૈવ પ્રકાર
જૈવ પ્રકાર (Biotype) : શરીરમાં આવેલા જનીનો એકસરખા હોય તેવા સજીવોનો કુદરતી સમૂહ. એક જ જાતિ(species)માં આવેલા હોય અથવા બંધારણની ર્દષ્ટિએ સરખા હોવા છતાં, દેહધાર્મિક, જૈવરાસાયણિક અને રોગજનક (pathogenic) લાક્ષણિકતાઓમાં ભિન્નતા હોય તેવા સજીવોના સમૂહનો પણ જૈવ પ્રકારમાં સમાવેશ થાય છે; પરંતુ, જો આ સમૂહ વિશિષ્ટ પર્યાવરણમાં રહેવા અનુકૂળ થયેલા…
વધુ વાંચો >જૈવ પ્રદીપ્તિ
જૈવ પ્રદીપ્તિ (bioluminescence) : સજીવો દ્વારા થતી પ્રકાશ- ઉત્સર્જનની ક્રિયા (emission of light). આગિયો, કેટલાક સમુદ્રી સૂક્ષ્મજીવો જેવા પ્રકાશનું ઉત્સર્જન કરનાર સજીવોમાં વગેરેમાં લ્યુસિફેરિન નામનું જૈવ-રસાયણ આવેલું છે. લ્યુસિફેરેઝ ઉત્સેચકની અસર હેઠળ તેનું ઓક્સિડેશન થાય છે. ઉચ્ચ ઊર્જાવાળી ઉત્તેજિત અવસ્થામાં તેનું રૂપાંતરણ થાય છે. પરિણામે આ અણુઓમાં આવેલ રાસાયણિક-કાર્યશક્તિનું રૂપાંતર…
વધુ વાંચો >જૈવરાસાયણિક ઑક્સિજન માંગ
જૈવરાસાયણિક ઑક્સિજન માંગ (biochemical oxygen demand — BOD) : સ્યૂએઝ(વાહિતમળમૂત્ર)માં રહેલ વિવિધ કાર્બનિક પદાર્થોના સૂક્ષ્મજીવો દ્વારા થતા જારક વિઘટન-ઉપચયન (oxidation) માટેની પ્રાણવાયુની જરૂરિયાતને જૈવરાસાયણિક ઑક્સિજન માંગ કહે છે. ઑક્સિજનની આ જરૂરિયાત સ્યૂએઝમાં રહેલ કાર્બનિક પદાર્થના પ્રમાણના અનુસંધાનમાં બદલાતી રહે છે. કાર્બનિક પદાર્થોનું વધુ પ્રમાણ ધરાવતી તીવ્ર અને મધ્યમ સ્યૂએઝનો જૈવરાસાયણિક…
વધુ વાંચો >જૈવિક યુદ્ધ
જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…
વધુ વાંચો >