Mechanical engineering

સિસ્ટમ-ઇજનેરી (system engineering)

સિસ્ટમ–ઇજનેરી (system engineering) : વિવિધ ઘટકોનું યોજનાબદ્ધ એકીકરણ તંત્ર. જુદા જુદા ઘટકો જે અમુક પ્રમાણમાં આગવું / સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોવા છતાં એકબીજા સાથે સંકળાયેલા હોય તેવાનું યોગ્ય રીતે એકીકરણ (assembly) કરી યોજના પ્રમાણેનો (અપેક્ષિત) ઉદ્દેશ પાર પાડવો. સિસ્ટમ અને સિસ્ટમ-ઇજનેરીનો અર્થ જુદી જુદી વ્યક્તિઓને મન જુદો જુદો થતો હોય…

વધુ વાંચો >

સીગરો (ભીડો vice)

સીગરો (ભીડો, vice) : વર્કશૉપમાં ઘડવાની વસ્તુને કે દાગીનાને જકડી રાખવા માટે વપરાતું એક ઓજાર. આ ઓજારને લીધે દાગીના પર ફાઇલિંગ (filing) કરવાની, છોલ ઉતારવાની (chipping), કાપવાની કે આંટા પાડવાની ક્રિયા સારી રીતે થઈ શકે છે. કારીગરને શ્રમ ઓછો પડે તે માટે સીગરાને સામાન્ય રીતે માણસની કોણી જેટલી ઊંચાઈએ બેસાડવામાં…

વધુ વાંચો >

સેન્ટ્રલ મિકૅનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દુર્ગાપુર

સેન્ટ્રલ મિકૅનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દુર્ગાપુર : વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ(Council of Scientific & Industrial Research, C.S.I.R.)ના નેજા હેઠળ ફેબ્રુઆરી 1958માં સ્થપાયેલ કેન્દ્રીય યાંત્રિક ઇજનેરી સંશોધન સંસ્થા. ઇજનેરી ક્ષેત્રો પૈકી યાંત્રિક ઇજનેરી એ આયાત કરાતી તકનીકોનો ત્રીજો ભાગ રોકી લે છે. આ ક્ષેત્રમાં સ્વનિર્ભરતા તથા સમજૂતી કેળવવાના હેતુસર આ…

વધુ વાંચો >

સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઑર્ગેનાઇઝેશન ચંડીગઢ (Central Scientific Instrument Organisation – CSIO Chandigarh)

સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઑર્ગેનાઇઝેશન, ચંડીગઢ (Central Scientific Instrument Organisation – CSIO, Chandigarh) : વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક સાધનો અને યંત્રોના નિર્માણ, તેમજ તેમની રચના (design) અંગે સંશોધન માટે, ભારત સરકારની વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રાલય દ્વારા સ્થાપિત સ્વાયત્ત સંસ્થા. Council of Scientific and Industrial Research(CSIR)ની એક લેબૉરેટરી તરીકે આ સંસ્થાની સ્થાપના 1959માં…

વધુ વાંચો >

સ્કૂટર (scooter)

સ્કૂટર (scooter) : બૈ પૈડાંવાળું, મશીન દ્વારા ચલાવાતું વાહન (vehicle). સ્કૂટરનો વિકાસ તબક્કાવાર થયો છે. સૌપ્રથમ બાઇસિકલ કે સાઇકલ માનવી વડે ચાલતું વાહન પ્રચલિત થયું. બાઇસિકલમાં ચેઇન વડે પાછળના વ્હિલને ગતિ આપવામાં આવે છે. આ વાહન પર્યાવરણની દૃષ્ટિએ બિલકુલ નિર્દોષ છે. આમ હોવા છતાં તેની ગતિ મર્યાદિત જ રહે છે,…

વધુ વાંચો >

સ્ક્રૂ (screw)

સ્ક્રૂ (screw) : બંધક તરીકે બળ અથવા ગતિને વેગ આપવા માટે વપરાતો, નળાકાર ઉપર એકસરખા આંટા ધરાવતો યંત્રનો ભાગ. સ્ક્રૂની શોધ આર્ચિટાસ વડે પાંચમી સદીમાં થઈ હોય તેવી માન્યતા છે, પણ તેનો ચોક્કસ ઉપયોગ યંત્રના ભાગ તરીકે ક્યારે શરૂ થયો તેની જાણ નથી. પાણીમાં રહેલા સ્ક્રૂની શોધ આર્કિમીડિઝની જોડે સંકળાયેલી…

વધુ વાંચો >

સ્ક્રૂ ડ્રાઇવર

સ્ક્રૂ ડ્રાઇવર : ખાંચેદાર શીર્ષવાળા સ્ક્રૂને બેસાડવા માટે હાથની મદદથી ચાલતું ઓજાર. એકસરખા વ્યાસવાળા સ્ક્રૂ માટે તેના શીર્ષ ઉપર પાડેલા ખાંચા અને સ્ક્રૂ ડ્રાઇવરની મદદથી સ્ક્રૂ બેસાડી શકાય છે. સ્ક્રૂ ડ્રાઇવર જુદાં જુદાં ટોચકાં (top) અને જુદી જુદી લંબાઈમાં ઉપલબ્ધ હોય છે. ખાસ પ્રકારના સ્ક્રૂ કે જેમાં ચોરસ ખાંચો હોય…

વધુ વાંચો >

સ્ટીવન્સન જ્યૉર્જ

સ્ટીવન્સન, જ્યૉર્જ (જ. 9 જૂન 1781, વિલામ, નોર્થમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 12 ઑગસ્ટ 1848, ચેસ્ટરફિલ્ડ, ડર્બિશાયર) : અંગ્રેજ એન્જિનિયર અને રેલવે-લોકોમોટિવનો શોધક. જ્યૉર્જ સ્ટીવન્સન  તેના પિતા મિકૅનિક હતા. જ્યૉર્જ કિશોરવયથી કોલસાની ખાણમાં મજૂરી કરવા જતો. તે સાથે 18 વર્ષની ઉંમરે રાત્રિશાળામાં લખતાં-વાંચતાં શીખ્યો. તેણે 1814માં ખાણમાંથી કોલસો ખેંચી કાઢવાનું એંજિન બનાવ્યું…

વધુ વાંચો >

સ્પાર્ક પ્લગ (spark plug)

સ્પાર્ક પ્લગ (spark plug) : અંતર્દહન (internal combustion) એન્જિનના સિલિંડરના શીર્ષ(head)માં બેસાડવામાં આવતો એક ઘટક. તે એકબીજાથી (હવા વડે) અલગ રહેલા બે વીજધ્રુવો ધરાવે છે જેમની વચ્ચે તણખો ઝરે છે, જે દહનકક્ષામાંનાં ઈંધણ અને હવાના મિશ્રણને સળગાવે છે. સ્પાર્ક પ્લગ એન્જિન સાથે ભૂસંપર્કિત (grounded) પોલાદનું બાહ્ય કવચ (shell) અને તેમાં…

વધુ વાંચો >

સ્પ્રિંગ (spring)

સ્પ્રિંગ (spring) : વિસ્થાપન(displacement)ની કામગીરી કરીને શક્તિનો સંચય કરતો યંત્રનો અવયવ. સ્પ્રિંગની ઉપર બળ લગાડવાથી, સ્પ્રિંગ તેના પથ ઉપરથી ચલાયમાન થાય છે અને તેથી તેનું વિસ્થાપન થાય છે. સ્પ્રિંગ જુદા જુદા આકારોમાં ઉપલબ્ધ છે અને તેઓ વિવિધ સ્થિતિસ્થાપક પદાર્થમાંથી બનાવવામાં આવે છે. પ્રવાહી પણ કેટલીક વખતે દાબક સ્પ્રિંગ તરીકે વર્તે…

વધુ વાંચો >