Mathematics
વિકલ સમીકરણો
વિકલ સમીકરણો : x, y અને y ના x વિશેના વિકલન ફળોને સમાવતું કોઈ પણ સમીકરણ. દા.ત., વગેરે વિકલ સમીકરણો છે. વિકલ સમીકરણોનું જ્ઞાન ગણિત સિવાયની વિજ્ઞાનની અન્ય શાખાઓ તથા સમાજવિદ્યાની શાખાઓના અભ્યાસમાં પણ ઘણું ઉપયોગી છે. વિકલ સમીકરણમાં આવતા મહત્તમ કક્ષાના વિકલનફળની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા (order) કહેવાય છે.…
વધુ વાંચો >વિધેય (function)
વિધેય (function) બે અરિક્ત ગણ X, Y માટે X ગણના દરેક ઘટકને Y ગણના અનન્ય ઘટક સાથે સાંકળવાની અર્થવાહી અને ગૂંચવાડારહિત રીત. X અને Y બે અરિક્ત ગણ છે, આ બે ગણને કોઈ સંગતતા f વડે સાંકળવામાં આવે છે જેથી x ગણનો દરેક ઘટક, y ગણના અનન્ય ઘટક સાથે જોડાય…
વધુ વાંચો >વિભાજન (સંખ્યાઓનું)
વિભાજન (સંખ્યાઓનું) : આપેલ ધનપૂર્ણાંક સંખ્યાને ધનપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા રૂપે દર્શાવવામાં આવે તો તે સંખ્યાનું વિભાજન; દા.ત., 2 + 5 એ 7નું એક વિભાજન છે. આ વિભાજનમાં 2 અને 5 વિભાગો છે. આમ 2 + 5, 7નું બે વિભાગોમાં કરેલું વિભાજન છે. એ જ પ્રમાણે 1 + 6 અને 3…
વધુ વાંચો >વિશ્લેષણ (ગાણિતિક)
વિશ્લેષણ (ગાણિતિક) 1. સંખ્યાત્મક (numerical) ગાણિતિક સમસ્યાઓનો સંખ્યાત્મક ઉકેલ શોધવા અંગેની પદ્ધતિઓ સાથે સંકળાયેલી ગણિતની શાખા. એમાં ખાસ કરીને એવી સમસ્યાઓ આવે છે, જેમનો વૈશ્લેષિક ઉકેલ અસ્તિત્વ ધરાવતો ન હોય કે સરળતાથી ઉપલબ્ધ ન હોય. વળી હાલમાં વપરાતી ઘણી રીતો ખાસ કરીને અંતર્વેશન (interpolation), પુનરાવૃત્તિ (interation) અને પરિમિત તફાવત (finite…
વધુ વાંચો >વીલ, હરમાન
વીલ, હરમાન (જ. 9 નવેમ્બર 1885, ઍલ્મ્શૉર્ન, હેમ્બર્ગ પાસે; અ. 8 ડિસેમ્બર 1955, ઝુરિક) : વિવિધ અને વિસ્તૃત ફાળા દ્વારા શુદ્ધ તથા સૈદ્ધાંતિક ગણિતશાસ્ત્ર વચ્ચે સેતુ તૈયાર કરનાર જર્મન અમેરિકન ગણિતશાસ્ત્રી. ખાસ કરીને તેમણે ક્વૉન્ટમ યાંત્રિકી અને સાપેક્ષવાદના ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. ગોટિંગન યુનિવર્સિટીમાંથી 1908માં તેઓ સ્નાતક થયા. તે…
વધુ વાંચો >વૈદ્ય, અરુણભાઈ મ.
વૈદ્ય, અરુણભાઈ મ. (જ. 14 ઑક્ટોબર, 1935, જામનગર) : જાણીતા ગણિતશાસ્ત્રી. જામનગરના નાગરકુટુંબમાં જન્મ. પિતાશ્રી મધુસૂદનભાઈ વૈદ્યે મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ ગણિતશાસ્ત્ર સાથે મેળવી હતી. તેમના કાકા ડૉ. પી. સી. વૈદ્ય ખ્યાતનામ ગણિતશાસ્ત્રી છે. માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી અરુણભાઈએ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ – મુંબઈથી 1956માં બી.એસસી.ની પદવી ગણિતશાસ્ત્ર સાથે…
વધુ વાંચો >વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ
વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ (જ. 22 મે 1918, શાપુર, તા. જૂનાગઢ, સૌરાષ્ટ્ર) : સમર્થ ગણિતજ્ઞ, આજીવન સંનિષ્ઠ શિક્ષક, સાપેક્ષવાદના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સંશોધનકાર અને કુશળ વહીવટકર્તા. ગણિતશાસ્ત્ર તેમનું શિક્ષણક્ષેત્ર હોવાની સાથે તેઓનું સંશોધનક્ષેત્ર ભૌતિકવિજ્ઞાન પણ રહ્યું. પિતાશ્રી ચુનીલાલ વૈદ્યનાં ત્રણ સંતાનોમાં તેઓ સૌથી નાના. પિતાશ્રી તાર-ટપાલ ખાતામાં સરકારી નોકરી કરતા હતા એટલે…
વધુ વાંચો >વૉલ્ડ અબ્રહામ
વૉલ્ડ અબ્રહામ (જ. 31 ઑક્ટોબર 1902, કલુજ, હંગેરી; અ. 13 ડિસેમ્બર 1950, ત્રાવણકોર, ભારત) : અર્થકારણની ગણિત અને સાંખ્યિકી શાખાઓમાં મહત્વનું પ્રદાન કરનાર વીસમી સદીના પૂર્વાર્ધના એક મહત્વના ગણિતજ્ઞ. વૉલ્ડનો જન્મ હંગેરીના એક ચુસ્ત યહૂદી પરિવારમાં થયો હતો. પરિવાર બુદ્ધિસંપન્ન હતો પણ તે સમયના યુરોપમાં યહૂદીઓ પ્રત્યેના ધાર્મિક વૈરભાવને કારણે…
વધુ વાંચો >શકુન્તલાદેવી
શકુન્તલાદેવી (જ. 4 નવેમ્બર 1939, બૅંગલોર, કર્ણાટક) : અસાધારણ ગાણિતિક પ્રતિભા ધરાવનારાં ભારતીય મહિલા. તેમણે શાળા બહાર અનૌપચારિક રીતે અભ્યાસ કર્યો હતો. 3 વર્ષની વયથી જ તેમણે આંકડાઓ સાથે ચમત્કારો દર્શાવવા માંડ્યા. Complex mental arithmeticમાં તેમણે 5 વર્ષની વયે મૈસૂર યુનિવર્સિટીમાં નિદર્શન આપ્યું. તેમણે યુરોપ તથા વિશ્વના અન્ય અનેક દેશોમાં…
વધુ વાંચો >શાંકવજ (conicoid)
શાંકવજ (conicoid) : જેના સમતલ સાથેના છેદ શાંકવ (conics) હોય તેવું પૃષ્ઠ (surface). દા.ત., ઉપવલયજ, અતિવલયજ, પરવલયજ વગેરે. Ax2 + By2 + Cz2 = 1 શાંકવજનું સમીકરણ છે. જો P(x1, y1, z1) બિંદુ શાંકવજ પર હોય તો બિંદુ P´ (x1, y1, z1) પણ શાંકવજ પર હોય છે. P, P´ બિંદુઓને…
વધુ વાંચો >