Literary genre

ફાગુ

ફાગુ : સામાન્યત: વસંત સાથે – ફલ્ગુ સાથે સંબદ્ધ મધ્યકાલીન કાવ્યસ્વરૂપ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વસંતઋતુને–વસંતોત્સવને અનુલક્ષીને જે એક કાવ્યપ્રકાર ખીલ્યો તે ફાગુકાવ્ય. ‘ફાગુ’ શબ્દનું મૂળ ‘ફલ્ગુ’માં છે. પ્રાકૃત-અપભ્રંશમાં તેનું ‘ફગ્ગુ’ અને મધ્યકાલીન ગુજરાતીમાં ‘ફાગુ’ થયું. હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલા’માં ‘ફગ્ગુ’ શબ્દનો અર્થ ‘વસંતોત્સવ’ કર્યો છે. ભોજે ‘સરસ્વતીકંઠાભરણ’માં ‘ફગ્ગુ’ શબ્દ મધુ-ઉત્સવના અર્થમાં પ્રયોજ્યો…

વધુ વાંચો >

બર્લેસ્ક

બર્લેસ્ક : પ્રહસનપ્રચુર વિડંબનારૂપ મનોરંજનલક્ષી રચના. આ સંજ્ઞાનું મૂળ જોવાયું છે ઇટાલિયન શબ્દ burlesco burlaમાં : તેનો અર્થ થાય છે ઠેકડી અથવા મજાક. તે કોઈ સાહિત્યિક કે સંગીતબદ્ધ રચનાની અતિશયોક્તિપૂર્ણ-અનુકરણરૂપ ઉપહાસિકા જેવી રચના હોય છે અને તેનાં શૈલી તથા ભાવ પૅરડી કરતાં વિસ્તૃત અને જોશીલાં હોય છે. મોટાભાગે તે રંગભૂમિના…

વધુ વાંચો >

બારમાસી (કાવ્ય)

બારમાસી (કાવ્ય) : ગુજરાતી મધ્યકાલીન ઊર્મિકવિતાનો એક પ્રકાર. આ કાવ્યપ્રકારમાં સામાન્ય રીતે 12 મહિનાનું પ્રકૃતિવર્ણન આવે છે. તેમાં બાર માસના વર્ણન નિમિત્તે કેટલેક અંશે પ્રકૃતિકવિતા પણ સાંપડે છે. ઉદ્દીપનવિભાવ તરીકે પ્રકૃતિવર્ણનની પાર્શ્વભૂ પર માનવભાવનું આલેખન થયું હોય છે. આ માનવભાવ લોકોત્તર-પૂજનીય પાત્રો દ્વારા વ્યક્ત થતો હોવાથી આવી કવિતા આપોઆપ ભક્તિ…

વધુ વાંચો >

બારા માસા (ઉર્દૂ)

બારા માસા (ઉર્દૂ) : એક કાવ્યપ્રકાર. તેમાં સ્ત્રીના વિરહના દર્દમય અનુભવો તથા તેની લાગણીઓ માસવાર બદલાતી ઋતુ અનુસાર વર્ણવવામાં આવે છે. આ પ્રકારનાં ગીતોમાં વર્ષના બારે માસનાં દુખ-દર્દોની રજૂઆત થાય છે, તેથી તેનું નામ બારા માસા પડ્યું છે. બારા માસા પ્રકારનું ગીત ઉર્દૂ ઉપરાંત પંજાબી, હરયાનવી, વ્રજભાષા, અવધી, મૈથિલી, માલવી,…

વધુ વાંચો >

બારોટ, કાનજી ભૂટા

બારોટ, કાનજી ભૂટા (જ. આસો સુદ એકમ વિ. સં. 1975 ઈ.સ. 1919 ટીંબલા, અમરેલી જિલ્લો, અ. 28 સપ્ટેમ્બર 1990, વિ. સં. 2045 ચલાલા) : ગુજરાતી લોકસાહિત્યના બારોટી શૈલીના છેલ્લા વાર્તાકથક અને લોકવાર્તાકાર. પિતા ભૂટાભાઈ ગેલાભાઈ બારોટ અને માતા અમરબાઈ. કર્મભૂમિ ચલાલા. તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. બાળપણમાં પિતા સાથે યજમાનોને ત્યાં…

વધુ વાંચો >

બાલાવબોધ

બાલાવબોધ : ગુજરાતીનો મધ્યકાલીન સાહિત્યપ્રકાર. ‘બાલ’ના અવબોધ અર્થાત્ જ્ઞાન કે સમજણ માટે રચનાઓ તે બાલાવબોધ. સંસ્કૃત, પ્રાકૃત, વ્રજભાષાના ગ્રંથોના કે ક્વચિત્ પારસી ધર્મગ્રંથોના અનુવાદ કે ટીકા રૂપે બાલાવબોધ રચાતા રહ્યા છે. બાલાવબોધમાં કેટલીક વાર જે તે કૃતિના સાદી ભાષામાં લેખકે કરેલા સીધા અનુવાદ હોય તો કેટલીક વાર મૂળ ગ્રંથોના અનુવાદને…

વધુ વાંચો >

બેઝિક ઇંગ્લિશ

બેઝિક ઇંગ્લિશ : અંગ્રેજી ભાષાના વિકાસ માટે વિચારાયેલું અત્યંત સરળ સ્વરૂપ. આ માટેનો સૌપ્રથમ વિચાર બ્રિટિશ લેખક અને ભાષાશાસ્ત્રી ચાર્લ્સ કે. ઑઝન(1889–1957)ને આવેલો. તેમાં અંગ્રેજી ભાષા પૂરતી આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાન માટેની એકસરખી આધારભૂત એક રીત ઉપજાવાઈ છે. તેમના પુસ્તક ‘ધ મીનિંગ ઑવ્ મીનિંગ’(1923)માં બેઝિક ઇંગ્લિશ વિશે પ્રાથમિક વિચાર રજૂ  થયો, જે…

વધુ વાંચો >

બૅલડ

બૅલડ : ‘બૅલાદે’ અને ‘બૅલે’ની માફક આ શબ્દ પણ ઉત્તરકાલીન લૅટિન તથા ઇટાલિયન ‘બૅલારે’ એટલે કે ‘નૃત્ય કરવું’ એ શબ્દ પરથી ઊતરી આવ્યો છે. તાત્વિક રીતે બૅલડ એક પ્રકારનું ગીત છે અને તેમાં વાર્તાકથન હોય છે. પ્રારંભમાં તે નૃત્યની સંગતમાં સંગીત સાથે ગવાતું રજૂ થતું. મોટાભાગનાં બૅલડની કેટલીક લાક્ષણિકતાઓની તારવણી…

વધુ વાંચો >

બ્લૅન્ક વર્સ

બ્લૅન્ક વર્સ : અંગ્રેજી પદ્યરચનાનો એક પ્રકાર. આ પદ્યરચનામાં પ્રાસરહિતત્વ છે એથી એ બ્લૅન્ક કહેવાય છે. વ્યાખ્યાથી તો, કોઈ પણ પ્રકારની પ્રાસરહિત પદ્યરચનાને બ્લૅન્ક વર્સ કહી શકાય; પણ છેલ્લાં 450 જેટલાં વરસમાં મોટાભાગનાં કાવ્યો પ્રાસરહિત પદ્યરચનાના જે પ્રકારમાં રચાયાં છે તે પદ્યરચના એટલે કે આયૅમ્બિક ગણનાં 5 આવર્તનોની પ્રાસરહિત પંક્તિ…

વધુ વાંચો >

ભજન

ભજન : ગુજરાતી લોકસાહિત્ય તેમજ શિષ્ટ સાહિત્યમાં સુપ્રતિષ્ઠિત ને સુપ્રચલિત ભક્તિજ્ઞાનમૂલક કે આધ્યાત્મિક પદકવિતાનો એક પ્રકાર. ‘ભજન’ શબ્દ સંસ્કૃત भज् ધાતુ પરથી આવેલો છે. ‘ભજન’નો અર્થ છે પરમતત્વ કે ઇષ્ટદેવનો આશ્રય લેવો, એની સેવા કે ઉપાસના કરવી, એનાં ગુણગાન ગાવાં. ભજનમાં ભગવાનનું સ્મરણ, સ્તવન, કીર્તન, પ્રાર્થના વગેરેના ભાવ-અર્થો સમાવિષ્ટ છે.…

વધુ વાંચો >