Librarianship

રાષ્ટ્રીય ગ્રંથાલય – ભારત

રાષ્ટ્રીય ગ્રંથાલય – ભારત : ભારતનું સૌથી મોટું અને વિશાળ રાષ્ટ્રીય ગ્રંથાલય. ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલયના સાંસ્કૃતિક વિભાગ દ્વારા એનું સંચાલન થાય છે. કોલકાતાના બેલવેડેર એસ્ટેટની 30 એકર ભૂમિમાં આવેલું આ રાષ્ટ્રીય ગ્રંથાલય મુદ્રણ અને પુસ્તક-નોંધણી અધિનિયમના કાયદા હેઠળ દેશમાં પ્રકાશિત થતી તમામ મુદ્રિત સામગ્રી પ્રાપ્ત કરવાને હકદાર…

વધુ વાંચો >

રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ – ભારત

રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ – ભારત : ભારતમાં પ્રકાશિત થતા વિવિધ ગ્રંથોની કરવામાં આવતી શાસ્ત્રીય સૂચિ. રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ એટલે જે તે રાષ્ટ્રમાંથી પ્રકાશિત થયેલા ગ્રંથોની સુવ્યવસ્થિત યાદી. રાષ્ટ્રીય વાઙ્મયસૂચિનો જન્મ ઈ. સ. 1550માં પહેલી રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ ‘લા લાઇબ્રેરિયા’ નામે વેનિસ (ઇટાલી) ખાતે ઍન્ટૉન ફ્રાન્સેસ્કો ડોની દ્વારા થયો. ત્યારપછી ઈ. સ. 1811માં બિબ્લિયૉથૅકે…

વધુ વાંચો >

લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ

લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ : વિશ્વનું સૌથી મોટું ગ્રંથાલય તેમજ યુનાઇટેડ સ્ટેટ્સની સૌથી જૂની સાંસ્કૃતિક સંસ્થા. આ ગ્રંથાલયની સ્થાપના 1800માં વૉશિંગ્ટન ડી.સી.માં થઈ હતી. 1814માં બ્રિટિશ લશ્કરે વૉશિંગ્ટન કબજે કર્યું અને ઘણાંબધાં સરકારી મકાનોને આગ લગાડી. એનો ભોગ આ ગ્રંથાલય પણ બન્યું; જેમાં 3,000 જેટલા ગ્રંથો નાશ પામ્યા. આ ગ્રંથાલયને ફરી…

વધુ વાંચો >

લેખ્યસૂચિ (documentation)

લેખ્યસૂચિ (documentation) : લેખ્યસૂચીકરણ (પ્રલેખન) એ એક એવી કળા છે, જેમાં પ્રલેખનું પુન: ઉત્પાદન, પ્રલેખ(document)ની વહેંચણી અને પ્રલેખનો ઉપયોગ એ ત્રણનો સમાવેશ થાય છે. માનવપ્રવૃત્તિની સમગ્ર પ્રકારની પ્રલેખનસામગ્રીનું એકત્રીકરણ, વર્ગીકરણ અને વિતરણની પ્રક્રિયા. ‘લેખ્યસૂચી’ (documentation) શબ્દ – લેખ્ય (document) પરથી આવેલો છે. સૌપ્રથમ 1905માં પૉલ ઑટલેટે – (Paul Otlet) ‘ડૉક્યુમેન્ટેશન’…

વધુ વાંચો >

લેનિન સ્ટેટ લાઇબ્રેરી, મૉસ્કો (રશિયન સ્ટેટ લાઇબ્રેરી)

લેનિન સ્ટેટ લાઇબ્રેરી, મૉસ્કો (રશિયન સ્ટેટ લાઇબ્રેરી) : યુએસએસઆરનું રાષ્ટ્રીય ગ્રંથાલય. રશિયન સ્ટેટ લાઇબ્રેરી (Rossiiskaia gosudarstvennaia biblioteka, or RGB) તરીકે જાણીતું આ ગ્રંથાલય વિશ્વનાં અગ્રેસર ગ્રંથાલયોમાંનું એક છે. 1લી જુલાઈ 1862ના રોજ રુમિયનત્સેવ મ્યુઝિયમ (Rumiantser Museum). મૉસ્કોના ભાગ તરીકે આ ગ્રંથાલયની સ્થાપના થઈ. અઢારમી અને ઓગણીસમી સદીમાં ઘણા ખાનગી સંગ્રહો…

વધુ વાંચો >

લેનૉક્સ, જેમ્સ

લેનૉક્સ, જેમ્સ (જ. 19 ઑગસ્ટ 1800, ન્યૂયૉર્ક સિટી; અ. 17 ફેબ્રુઆરી 1880, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન માનવપ્રેમી અને દુષ્પ્રાપ્ય પુસ્તકોના સંગ્રાહક. પિતા સ્કૉટલૅન્ડના ધનિક વેપારી હતા. વારસામાં મળેલી અઢળક સંપત્તિના તેઓ માલિક બન્યા. ન્યૂયૉર્કમાં તેમની સ્થાવર મિલકતો હતી. કોલંબિયા કૉલેજના સ્નાતક બન્યા ત્યારે તેમની ઉંમર 18 વર્ષની હતી. પોતે વકીલ…

વધુ વાંચો >

શુક્લ, સી. પી.

શુક્લ, સી. પી. (જ. 10 નવેમ્બર 1913, પાટણ, ગુજરાત; અ. 19 ઑક્ટોબર, 1982, વડોદરા) : ભારતમાં ગ્રંથાલયવિજ્ઞાનમાં સૌપ્રથમ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર, યુનેસ્કો અન્વયે વિવિધ દેશોમાં ગ્રંથાલયનિષ્ણાત તરીકે કામ કરનાર ગુજરાતના એક સુપ્રસિદ્ધ ગ્રંથાલયવિજ્ઞાની. ડૉ. ચંપકલાલ પ્રાણશંકર શુક્લ ‘ડૉ. સી. પી. શુક્લ’ના નામે યુનિવર્સિટી જગતમાં સવિશેષ ઓળખાતા રહેલા. એમનો જન્મ…

વધુ વાંચો >

સેયર્સ વિલિયમ ચાર્લ્સ બર્વિક

સેયર્સ, વિલિયમ ચાર્લ્સ બર્વિક (જ. 23 ડિસેમ્બર 1881, મીચેમસરે; અ. 7 ઑક્ટોબર 1960) : બ્રિટનના 19મી સદીના સાર્વજનિક ગ્રંથપાલોમાં મહત્વનું સ્થાન ધરાવનાર ગ્રંથાલયશાસ્ત્રના વિદ્વાન. ઉપનામ : રોબર્ટ જ્હોનસન, ‘એરેટોસ્થેનીસ’. તેમનો જન્મ સુશોભનના એક કલાકારને ત્યાં થયો હતો. તેમણે આરંભનું શિક્ષણ ‘બોર્ન માઉથ હેમ્પશાયર’માં લીધું હતું. બ્રિટનમાં તે સમયમાં ગ્રંથપાલો માટેનું…

વધુ વાંચો >

સેવ્ય-સેવાઓ (ગ્રંથાલયશાસ્ત્રની)

સેવ્ય–સેવાઓ (ગ્રંથાલયશાસ્ત્રની) : ગ્રંથાલયમાં આવતા વાચકો માટે આયોજિત થતી સેવાઓ. ગ્રંથાલયશાસ્ત્રની વિવિધ પ્રકારે અપાતી સેવાઓમાં સંદર્ભસેવા (અનુલયસેવા), આગંતુક વાચક કે ઉપયોગકર્તાને આપવામાં આવતી ગ્રંથાલય-સંસ્કાર આપવાની અને શિક્ષણની સેવાઓ, ગ્રંથ આપ-લેની અને ગ્રંથપરિક્રમણસેવાઓ, ગ્રંથાલય-વિસ્તરણ-સેવા, આંતરગ્રંથાલય ગ્રંથ-ઉદ્ધરણ-સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. પરાપૂર્વથી આપવામાં આવતી આ સેવાઓ ગ્રંથાલયશાસ્ત્રની સેવ્ય-સેવાઓ તરીકે ઓળખાય છે. ગ્રંથાલયસેવામાં…

વધુ વાંચો >