Jurisprudence

ઍટર્ની જનરલ

ઍટર્ની જનરલ : ભારત સરકારને કાયદાકીય સલાહ આપવા માટે તેમજ કાનૂની પ્રકારની અન્ય ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિએ નીમેલી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત ધરાવતી વ્યક્તિ. ભારતના બંધારણના અનુ. 76 (1) અન્વયે તેમની નિમણૂક થાય છે. અનુ. 76 (2) મુજબ સુપરત થયેલાં કાર્યો તેમણે કરવાનાં હોય છે. અનુ. 76 (3) પ્રમાણે ભારતના…

વધુ વાંચો >

ઍડવોકેટ જનરલ

ઍડવોકેટ જનરલ : રાજ્ય સરકારના કાયદા અંગેના સર્વોચ્ચ સલાહકાર તથા વરિષ્ઠ સરકારી વકીલ. ભારતના બંધારણની કલમ 165 (1) મુજબ દરેક સંલગ્ન રાજ્ય માટે તેમની નિમણૂક અંગેની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણમાં નિર્દિષ્ટ લાયકાત તથા અનુભવ ધરાવતી વ્યક્તિની આ પદ પર રાજ્યપાલ દ્વારા નિયુક્તિ કરવામાં આવે છે અને રાજ્યપાલ ઇચ્છે ત્યાં…

વધુ વાંચો >

ઍડવોકેટનો ધારો (1961)

ઍડવોકેટનો ધારો (1961) : કાનૂની વ્યવસાયનું નિયમન કરતો કાયદો. કાનૂની વ્યવસાય અંગેના કાયદાને સુધારવા તથા તેનું એકત્રીકરણ કરવા તેમજ બાર કાઉન્સિલો અને હિન્દના સમગ્ર વકીલસમુદાયની રચના કરવા માટે ઍડવોકેટ્સ ઍક્ટ, 1961 ઘડાયો છે. આ ધારાના પ્રકરણ 2માં સ્ટેટ બાર કાઉન્સિલ તથા બાર કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાની સ્થાપના, કાર્યો, રાજ્ય બાર કાઉન્સિલના…

વધુ વાંચો >

એડિક્ટ ઑવ્ નાન્ટિસ

એડિક્ટ ઑવ્ નાન્ટિસ (1598) : ફ્રેન્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા અને રાજકીય સ્વતંત્રતા બક્ષતો કાયદો. ધર્મસુધારણાના આંદોલનને પરિણામે પ્રૉટેસ્ટન્ટ અને કૅથલિક સંપ્રદાયમાં વિભાજિત થયેલા યુરોપમાં અસહિષ્ણુતાનું વાતાવરણ ફેલાયું. સોળમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાંસમાં આ ધાર્મિક અસહિષ્ણુતાને પરિણામે આંતરવિગ્રહ પેદા થયો. ઑગસ્ટ 1572માં સેંટ બાર્થોલોમ્યુ દિન નિમિત્તે હજારોની સંખ્યામાં હ્યૂજ્યુનૉટ તરીકે ઓળખાતા…

વધુ વાંચો >

ઍન્શંટ મૉન્યુમેન્ટ્સ્ પ્રિઝર્વેશન ઍક્ટ, 1904

ઍન્શંટ મૉન્યુમેન્ટ્સ્ પ્રિઝર્વેશન ઍક્ટ, 1904 : ભારતનાં પ્રાચીન સ્મારકો તથા તેના અવશેષોને જાળવવાનો અને ઐતિહાસિક મહત્વ ધરાવતાં સ્થળોના અનધિકૃત ઉત્ખનનને અટકાવવાનો કાયદો. 1898માં આ અંગે ભારત સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. સરકાર તે સંબંધમાં પોતાની જવાબદારી તથા ફરજ અદા કરી શકે તે માટે જરૂરી કાયદો ઘડવાની અનિવાર્યતાની સરકારને પ્રતીતિ થતાં…

વધુ વાંચો >

એપેલેટ ટ્રિબ્યૂનલ

એપેલેટ ટ્રિબ્યૂનલ : વહીવટી અધિકારીઓ અથવા નીચલા સ્તરના ન્યાયિક કે અર્ધન્યાયિક સત્તામંડળ દ્વારા આપેલા ચુકાદા સામે ભારતમાં ન્યાયિક દાદ આપતું ઉચ્ચ કક્ષાનું સત્તામંડળ. એપેલેટ ટ્રિબ્યૂનલ (આયકર) : આયકર આયુક્ત(અપીલ)ના ચુકાદા અને હુકમ સામે દાદ આપતું સત્તામંડળ. કર-નિર્ધારણ અધિકારી (Assessing Officer) આયકર અધિનિયમની વિવિધ કલમો હેઠળ જે હુકમો કરે તેનાથી કરદાતા(assessee)ને…

વધુ વાંચો >

એબાદી, શીરીન

એબાદી, શીરીન (જ. 21 જૂન 1947, ઈરાન) : 2003ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા ઈરાનનાં મુસ્લિમ મહિલા. તેઓ તહેરાન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલાં અને ફારસી સાહિત્યના રસિયા શીરીને વ્યવસાય તરીકે કાયદાનું ક્ષેત્ર પસંદ કર્યું હતું. આ ક્ષેત્રમાં પ્રગતિ સાધતાં તેઓ 1975થી 79 દરમિયાન ઈરાનનાં પ્રથમ મહિલા-ન્યાયમૂર્તિના હોદ્દા સુધી પહોંચ્યાં. 1979ની ઇસ્લામિક…

વધુ વાંચો >

એમ.આર.ટી.પી.

એમ.આર.ટી.પી. : જુઓ ઇજારાશાહી અને વ્યાપારપદ્ધતિના નિયંત્રણનો કાયદો.

વધુ વાંચો >

એસર તૉબિયાસ

એસર તૉબિયાસ (જ. 28 એપ્રિલ 1838, ઍમસ્ટરડૅમ, નેધરલેન્ડઝ; અ. 29 જુલાઈ 1913, હેગ, નેધરલેન્ડઝ) : પ્રથમ હેગ શાંતિ પરિષદમાં લવાદીની કાયમી અદાલત(Permanent Court of Arbitration)ની રચનામાં મહત્વનો ફાળો આપવા બદલ (ઑસ્ટ્રિયાના આલ્ફ્રેડ ફ્રીડ સાથે) 1911નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર ડચ ન્યાયવિદ. 1862થી 1893 સુધી યુનિવર્સિટી ઑવ્ ઍમસ્ટરડૅમમાં આંતરરાષ્ટ્રીય કાયદાના…

વધુ વાંચો >

ઑફિશિયલ રિસીવર

ઑફિશિયલ રિસીવર : દેવાદારની અથવા વિવાદગ્રસ્ત મિલકતની કાયદેસર માલિકીનો નિકાલ ન થાય ત્યાં સુધી તેનો કામચલાઉ વહીવટ કરવા માટે અદાલત દ્વારા નિમાયેલ અધિકારી અથવા નાદાર જાહેર થનાર વ્યક્તિ, પેઢી કે અન્ય એકમ પાસેથી વસૂલ કરવા લાયક નાણાનું હિત ધરાવનાર પક્ષકારોએ અથવા અદાલતે નાદારની મિલકતો અને દેવાંની કાર્યવિધિ માટે નિયુક્ત કરેલી…

વધુ વાંચો >