Jurisprudence
પ્રાઇમોજેનિચરનો નિયમ
પ્રાઇમોજેનિચરનો નિયમ : કાયદો, પ્રથા અથવા પરંપરાગત વ્યવહાર દ્વારા જ્યેષ્ઠ સંતાનને પ્રાપ્ત થતો વારસાનો અન્યવર્જિત અધિકાર. લૅટિનમાં ‘પ્રાઇમોજેનિસ’ એટલે પ્રથમ જન્મેલું એવો અર્થ છે. તે ઉપરથી તેનો ભાવાર્થ થાય જ્યેષ્ઠ સંતાન અગર જ્યેષ્ઠ પુત્ર. એક જ માતાપિતાનાં અનેક સંતાનો પૈકી સૌથી પ્રથમ જન્મેલા સંતાનના પૈતૃક અધિકાર તેના દ્વારા નિર્ધારિત થતા…
વધુ વાંચો >ફલી સામ નરીમાન
ફલી, સામ નરીમાન (જ. 10 જૂન 1929, રંગૂન, મ્યાનમાર) : બંધારણવિદ, કાયદાશાસ્ત્રી અને પ્રથમ પંક્તિના ઍડ્વોકેટ. મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં અભ્યાસ કરી તેના સ્નાતક બન્યા. સોલી સોરાબજી, અનિલ દીવાન અને અશોક દેસાઈ જેવા કાયદાના ક્ષેત્રના ખેરખાંઓ તેમના સહાધ્યાયી અને મિત્રો હતા; તો વાય. વી. ચંદ્રચૂડ અને નાની પાલખીવાળા જેવા ખેરખાં…
વધુ વાંચો >ફૅક્ટરી ઍક્ટ
ફૅક્ટરી ઍક્ટ : કામદારોની કામગીરી સુવિધાજનક બનાવવાના હેતુથી ઔદ્યોગિક એકમો ઉપર વિવિધ નિયંત્રણો લાગુ પાડતો કેન્દ્ર સરકારનો કાયદો. આધુનિક ઉદ્યોગના આગમન સાથે એક અલગ કામદાર વર્ગ અસ્તિત્વમાં આવ્યો. પ્રારંભિક તબક્કામાં કારખાનામાં કામદારોની સ્થિતિ ખૂબ જ દયાજનક હતી. તેમના કામના કલાકો, રજા, કામગીરીની પરિસ્થિતિ વગેરે અંગે કોઈ ચોક્કસ ધોરણો ન હતાં;…
વધુ વાંચો >બક્ષી, ઉપેન્દ્ર
બક્ષી, ઉપેન્દ્ર (જ. 9 નવેમ્બર 1938, રાજકોટ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ભારતના ન્યાયવિદ. પિતાનું નામ વિષ્ણુપ્રસાદ, માતાનું નામ મુક્તાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1959માં ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ., 1962માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. તથા 1967માં એલએલ.એમ. અને અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ જ્યુરિસ્ટિક સાયન્સની પદવી મેળવી. તેમની કાયદાશાસ્ત્રના…
વધુ વાંચો >બક્ષી પંચ
બક્ષી પંચ : 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ પૂર્વેથી પરાધીનતાને પડકાર ફેંકનાર જૂથોને બ્રિટિશ સલ્તનત અને દેશી રાજાઓ વખતોવખત ગુનાહિત ધારા યા વટહુકમ બહાર પાડી અંકુશિત કરતા હતા. આવાં જૂથોની અલગ નામાવલી રાખવામાં આવતી હતી. તેમને સામૂહિક દંડ થતો હતો તેમજ તેમને માટે સામૂહિક હાજરીની પ્રથાનો અમલ પણ શરૂ થયો હતો. આવાં…
વધુ વાંચો >બદનક્ષી
બદનક્ષી : અપકૃત્ય અને ગુનાનો એક પ્રકાર. કોઈ પણ વાજબી કારણ વિના કોઈ વ્યક્તિ વિશે તેની આબરૂને નુકસાન થાય તેવાં નિવેદનો, લખાણો કે નિશાનીઓનો તેમાં સમાવેશ થાય છે. હરેક વ્યક્તિને એની આબરૂ અક્ષત–અક્ષુણ્ણ રાખવાનો અબાધિત અધિકાર છે. આવો અધિકાર એ સર્વબંધક અધિકાર (right in rem) કહેવાય છે. વ્યક્તિ પોતે પોતાની…
વધુ વાંચો >બાર કાઉન્સિલ
બાર કાઉન્સિલ : ભારતમાં ઍડ્વોકેટ્સ ઍક્ટ, 1961ની કલમ 2(ડી) મુજબ રચાયેલ વકીલમંડળ. તે વિધિજ્ઞ પરિષદ (કાયદાશાસ્ત્રને લગતી સંસ્થા) નામથી પણ ઓળખાય છે. ભારતમાં સમગ્ર દેશ માટે એક વકીલમંડળ છે, જેનું મુખ્ય કાર્યાલય નવી દિલ્હીમાં છે. તે ઍડ્વોકેટ્સ ઍક્ટ, 1961 ક. 2(ઈ) હેઠળ સ્થાપવામાં આવ્યું છે. ભારતના એટર્ની જનરલ અને સૉલિસિટર…
વધુ વાંચો >બાલ-અપરાધ અને કાયદો
બાલ-અપરાધ અને કાયદો : બાલઅપરાધ : સગીર વયની વ્યક્તિ દ્વારા અવારનવાર જાણ્યે-અજાણ્યે કરવામાં આવતા ગુનાઓ. અપરાધ એટલે રાષ્ટ્રના કાયદા દ્વારા નિષિદ્ધ થયેલ કાર્ય. તે માટે નિર્ધારિત સજા કે દંડ પણ હોય છે. બાલ-અપરાધ એ બાળકે કરેલું એવું સમાજવિરોધી ગેરવર્તન છે, જેની સામે કાનૂની કાર્યવાહી કરવાનું અનિવાર્ય થઈ પડે છે. વિવિધ…
વધુ વાંચો >બાલક્રિશ્નન કે. જી
બાલક્રિશ્નન, કે. જી. (જ. 12 મે 1945, કોટ્ટાયમ, કેરળ) : ભારતની સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ દલિત મુખ્ય ન્યાયમૂર્તિ. ન્યાયતંત્રનું આ સર્વોચ્ચ પદ હાંસલ કરીને તેમણે ન્યાયના ક્ષેત્રે એક સીમાચિહ્ન અંકિત કર્યું છે. માર્ચ 1968માં અર્નાકુલમ્માં કાયદાના ક્ષેત્રમાં પાંચ વર્ષની કામગીરી કરી કેરળ રાજ્યની અદાલતી સેવામાં જોડાયા. સપ્ટેમ્બર 1985માં કેરળની વડી અદાલતના…
વધુ વાંચો >બેગ, એમ. એચ.
બેગ, એમ. એચ. (જ. 22 ફેબ્રુઆરી 1913;) : ભારતના અગ્રણી ન્યાયવિદ અને સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. ભારતમાં સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કર્યા બાદ લંડનથી એલએલ.બી.ની પદવી મેળવી. ત્યારબાદ ભારત આવી તેઓ વકીલાતના વ્યવસાયમાં જોડાયા. આ ક્ષેત્રમાંની અસાધારણ કામગીરીને લીધે 1971માં તેમને હિમાચલ પ્રદેશની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ત્યારબાદ સર્વોચ્ચ…
વધુ વાંચો >