Industries
કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી)
કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી) (જ. 19 ડિસેમ્બર 1894, અમદાવાદ; અ. 20 જાન્યુઆરી 1980, અમદાવાદ) : શિક્ષણ અને કલા-અનુરાગી, ધર્મનિષ્ઠ લોકહિતેચ્છુ મહાજન મોવડી, કુશળ વિષ્ટિકાર, સફળ ઉદ્યોગપતિ અને દાનવીર. પ્રાથમિક શિક્ષણ મ્યુનિસિપલ શાળામાં લીધું. રમતગમતમાં વિશેષ રસ. મૅટ્રિકની પરીક્ષામાં સારા ગુણો મેળવી ગુજરાત કૉલેજમાં દાખલ થયા; પરંતુ પિતા લાલભાઈનું અચાનક અવસાન થતાં…
વધુ વાંચો >કાગળ ઉદ્યોગ
કાગળ ઉદ્યોગ : સુનમ્ય (flexible) સેલ્યુલોઝ તાંતણા(0.5-4 મિમી. લંબાઈ ધરાવતા ફાઇબર)ના આંતરગ્રથનથી બનાવેલ તાવ(sheet)ને સૂકવ્યા પછી તૈયાર થતો પદાર્થ. સેલ્યુલોઝના તાંતણા પાણી માટે સારું એવું આકર્ષણ ધરાવે છે. તે પાણી શોષીને ફૂલે છે. પાણીમાંના સેલ્યુલોઝના અસંખ્ય તાંતણાને સૂક્ષ્મ તારની જાળીમાંથી ગાળવામાં આવે ત્યારે તે (તાંતણા) એકબીજાને ચોંટી રહે છે; તેમાંથી…
વધુ વાંચો >કાચ અને કાચ ઉદ્યોગ
કાચ અને કાચ ઉદ્યોગ પિગાળ્યા પછી ઠંડો પાડતાં અસ્ફટિકમય સ્થિતિમાં પરિવર્તન પામવા સાથે જેની સ્નિગ્ધતા વધે તેવો પદાર્થ. સિલિકોન ડાયૉક્સાઇડ (SiO2) આવો એક પદાર્થ છે. સિલિકા વગર કાચ બનાવી શકાય પણ મોટા ભાગના કાચમાં SiO2 મુખ્ય પદાર્થ હોય છે. કાચ ભૌતિક રીતે ર્દઢ (rigid) અને અવશીત (cooled) પ્રવાહી અને ઘણી…
વધુ વાંચો >કાચકાગળ
કાચકાગળ (sand paper) : અપઘર્ષક (abbrasive) તરીકે વપરાતો કાગળ. તેની બનાવટમાં જાડા કાગળની એક બાજુએ રેતીના કણો ગુંદર કે તેના જેવા અન્ય પદાર્થની મદદથી ચોંટાડેલા હોય છે. રેતી ખૂબ જ કઠિન અને સારો અપઘર્ષક પદાર્થ છે. સામાન્ય રેતીને બદલે કાચકાગળની બનાવટમાં કવાર્ટ્ઝ વપરાય છે. ક્વાર્ટ્ઝના કણ ખૂબ જ નાના હોવાથી…
વધુ વાંચો >કાથી(coir fibre)-ઉદ્યોગ
કાથી(coir fibre)-ઉદ્યોગ : નારિયેળ(Cocos nucifera)નાં છોડાં-રેસામાંથી બનાવાતી પેદાશને લગતો ઉદ્યોગ. જોકે ઉષ્ણ (tropic) અને ઉપોષ્ણ (subtropic) કટિબંધ પ્રદેશોમાં કોપરા માટે નારિયેળી ઉગાડવામાં આવે છે. કાથી અને તેની નીપજોની 95 % ઉપરાંત નિકાસ ભારત અને શ્રીલંકામાંથી થાય છે. થાઇલૅન્ડ, ટાન્ઝાનિયા, મેક્સિકો, ફિલિપાઇન્સ, મલેશિયા, કેન્યા, ટ્રિનિડાડ અને ટોબાગો પણ કાથી અને તેની…
વધુ વાંચો >કાપડઉદ્યોગ અને તેનો વિકાસ
કાપડઉદ્યોગ અને તેનો વિકાસ કાપડ ઉદ્યોગ અને તેના અંતર્ગત ઘટકોના વિકાસની રૂપરેખા 1. પ્રાચીન ઇતિહાસથી ઓગણીસમી સદી સુધી કાપડ–ઉત્પાદનની શરૂઆત : કાપડની બનાવટનાં બે ઉદભવસ્થાન છે – હુન્નરઉદ્યોગ અને અર્વાચીન સંશોધન. પ્રાથમિક બનાવટમાં વળી શકે તેવા નેતર, વાંસ કે બીજી વસ્તુઓમાંથી ટોપલીઓ બનાવવામાં આવતી હતી. ત્યાર પછી દોરડાના પુનરાવર્તિત ગાળા…
વધુ વાંચો >કાપડ-ઉદ્યોગ : માનવસર્જિત રેસાઓ
કાપડ-ઉદ્યોગ : માનવસર્જિત રેસાઓ : કૃત્રિમ રેસાઓ અંગેનો ઉલ્લેખ છેક સન 1664માં ફ્રેંચ વૈજ્ઞાનિક રોમરે (Rene A. F. Reumur) શક્યતા રૂપે કરેલો. સન 1854માં કૃત્રિમ રેસા અંગેનો પ્રથમ પેટન્ટ કાઉન્ટ હીલેઈરે (Hilaire de Chardonnet) લીધેલો. પૅરિસમાં સન 1889માં સૌપ્રથમ વાર નાઇટ્રોસેલ્યુલોઝના રેસાઓ પ્રદર્શનમાં દર્શાવાયેલા. સન 1924માં વિસ્કોસ રેયૉન અસ્તિત્વમાં આવ્યું.…
વધુ વાંચો >કાર્નેગી, ઍન્ડ્રુ
કાર્નેગી, ઍન્ડ્રુ (જ. 25 નવેમ્બર 1835, કન્ફર્મલાઇન, સ્કૉટલૅન્ડ; અ. 11 ઑગસ્ટ 1919, લેનોકસ, યુ.એસ.) : પુરુષાર્થી ઉદ્યોગપતિ અને દાનવીર. 1848માં સ્કૉટલૅન્ડ છોડી કુટુંબ સાથે અમેરિકા આવ્યા અને એલેઘેની(પેન્સિલવેનિયા)માં સ્થાયી થયા. સામાન્ય કેળવણીને કારણે જીવનની શરૂઆત જિન, તાર-ઑફિસમાં મામૂલી નોકરીથી કરી. 1859માં પેન્સિલવેનિયા રેલવેમાં પશ્ર્ચિમ વિભાગના વડા બન્યા. સ્લીપર-કોચની વ્યવસ્થા સૌપ્રથમ…
વધુ વાંચો >કુટિર-ઉદ્યોગ
કુટિર-ઉદ્યોગ કુટિર-ઉદ્યોગ એટલે મહદ્અંશે કુટુંબના જ સભ્યો દ્વારા ઓછામાં ઓછા મૂડીરોકાણથી સ્થપાયેલ ઉદ્યોગ. પૂરા સમયના ગ્રામીણ કુટિર-ઉદ્યોગોમાં કુંભારી, સુથારી, લુહારીકામ; ચર્મોદ્યોગ, હાથસાળ, ઘાણીઓ અને હાથીદાંતનું કામ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે; જ્યારે શહેરી વિસ્તારના કુટિર-ઉદ્યોગોમાં ચર્મકામ; સોનાચાંદીના દાગીના, કાષ્ઠ તથા હાથીદાંતની બનાવટો, ધાતુનાં વાસણો તથા કોતરણીકામ; રમકડાં રેશમી તથા સુતરાઉ…
વધુ વાંચો >કોલસો
કોલસો વનસ્પતિદ્રવ્યમાંથી તૈયાર થયેલો કાર્બનદ્રવ્યનો સ્તરબદ્ધ જથ્થો. કોલસો ઘનખનિજ બળતણ છે અને ગરમી તેમજ ઊર્જાપ્રાપ્તિ માટેનું સર્વસામાન્ય ઇંધન છે. આધુનિક સમયમાં યાંત્રિક સંચાલન માટે ઉપયોગમાં લેવાતા ઊર્જાસ્રોતો સૂર્યગરમી, પવન, ભરતીમોજાં, અણુશક્તિ, જળવિદ્યુત, કુદરતી વાયુ, ખનિજતેલ અને કોલસા પૈકી કોલસો ઓછી ઊંડાઈએથી વિપુલ પ્રમાણમાં મળી રહેતો હોવાને કારણે ઇંધન તરીકે તેને…
વધુ વાંચો >