History of India

સુદાસ

સુદાસ : ઋગ્વેદના સમયમાં ભરતો તરીકે ઓળખાતા લોકોનો રાજા. એ સમયે ભરતોનો વસવાટ સરસ્વતી અને યમુના નદી વચ્ચેના પ્રદેશમાં હતો. સંસ્કૃત ભાષાના સૌથી પ્રાચીન ગ્રંથ ‘ઋગ્વેદ’માં ‘દાશરાજ્ઞ વિગ્રહ’નો ઉલ્લેખ અને વર્ણન આવે છે. આ ‘દાશરાજ્ઞ વિગ્રહ’ એક તરફ ભરતોના તૃત્સુ પરિવારના રાજા સુદાસ અને બીજી તરફ દશ રાજાઓના સંયુક્ત લશ્કર…

વધુ વાંચો >

સુબ્રાનપુર

સુબ્રાનપુર : ઓરિસા રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 50´ ઉ. અ. અને 83° 55´ પૂ. રે.ની આજુબાજુનો 2,284 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યમાં બારગઢ, ઈશાન તરફ સંબલપુર, પૂર્વમાં અંગૂલ અને ફૂલબની, દક્ષિણે ફૂલબની અને બાલાંગિર તથા…

વધુ વાંચો >

સુવિશાખ (ઈ. સ. બીજી સદી)

સુવિશાખ (ઈ. સ. બીજી સદી) : મહાક્ષત્રપ રુદ્રદામાના અમલ દરમિયાન નિમાયેલો આનર્ત – સુરાષ્ટ્ર પ્રદેશનો પહલવ જાતિનો સૂબો. તે ઈરાનથી આવ્યો હતો. ગિરિનગરના શૈલલેખ ઉપર સુવિશાખની પ્રશસ્તિ આપી છે. તે ઐતિહાસિક તથા સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્વની છે. ઈ. સ. 150માં થયેલી અતિવૃષ્ટિથી સુવર્ણસિક્તા (સોનરેખ), પલાશિની આદિ નદીઓના ભારે પૂરથી સુદર્શન તળાવનો…

વધુ વાંચો >

સુશર્મા

સુશર્મા : મહાભારતના સમયમાં ત્રિગર્ત દેશનો રાજા. તે શરૂથી કૌરવોના પક્ષમાં હતો અને પાંડવોનો વિરોધી હતો. પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન તેણે વિરાટની ગાયોનું અપહરણ કરીને વિરાટને કેદ કર્યો હતો; પરંતુ ભીમસેને તેને કેદ કરીને યુધિષ્ઠિર સમક્ષ રજૂ કર્યો. યુધિષ્ઠિરે તેને છોડી મૂક્યો. મહાભારતના યુદ્ધમાં તેણે તથા તેના ભાઈઓએ અર્જુનવધની પ્રતિજ્ઞા લીધી…

વધુ વાંચો >

સુહરાવર્દી સિલસિલા

સુહરાવર્દી સિલસિલા : શેખ શિહાબુદ્દીન ઉમર સુહરાવર્દીએ (મૃ. ઈ. સ. 1234) પ્રવર્તાવેલો રહસ્યવાદી મુસ્લિમ પંથ. આ પંથને દૃઢ પાયા પર સંગઠિત કરવાનું માન મુલતાનના તત્વજ્ઞાની સંત શેખ બહાઉદ્દીન ઝકરિયા (મૃ. ઈ. સ. 1262)ને ફાળે જાય છે. તેમણે મુલતાનમાં એક ભવ્ય ખાનકાહ સ્થાપીને સિંધ તેમજ બીજા પડોશી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિષ્યોને…

વધુ વાંચો >

સૂરજમલ 

સૂરજમલ  : ભરતપુરનો પ્રતાપી જાટ રાજા. જાટ રાજ્યની જાહોજલાલી રાજા સૂરજમલના અમલમાં 1756થી 1763 દરમિયાન ચરમસીમાએ પહોંચી હતી. સૂરજમલ પોતે જાટ સરદાર બદનસિંઘનો દત્તકપુત્ર અને ઉત્તરાધિકારી હતો. બદનસિંઘે તેને રાજ્યની બધી આંટીઘૂંટીઓ બતાવી હતી. સૂરજમલ સત્તા પર આવ્યા પછી સૌપ્રથમ જાટ સરદાર ખેમકરણ સોમારિયા પાસેથી ભરતપુર મેળવ્યું અને ત્યાં પોતાની…

વધુ વાંચો >

સૂર્યવંશ

સૂર્યવંશ : સૂર્યથી પ્રવર્તેલો માનવવંશ. પૌરાણિક સાહિત્યમાં સૂર્ય, સોમ, સ્વાયંભુવ, ભવિષ્ય અને માનવેતર વંશોનું વર્ણન મળે છે. સૂર્ય-વંશના આદ્ય સ્થાપક વૈવસ્વત મનુએ પોતાનું રાજ્ય પોતાના નવ પુત્રોને વહેંચી દીધું હતું. તેમાંથી પાંચ પુત્રો અને પૌત્ર વંશકર થયા હતા. ઇક્ષ્વાકુ વંશનું પ્રવર્તન અયોધ્યામાં ઇક્ષ્વાકુએ કર્યું. ઇક્ષ્વાકુપુત્ર નિમિએ વિદેહમાં વંશીય શાસન પ્રવર્તાવ્યું.…

વધુ વાંચો >

સૃંજયો

સૃંજયો : વેદોના સમયની એક જાતિના લોકો. ઋગ્વેદમાં સૃંજયોને ત્રિસ્તુ જાતિના નજીકના સાથીઓ તરીકે ઉલ્લેખ કરે છે. તેઓ ત્રિસ્તુ જાતિની પડોશમાં, ઘણુંખરું પાંચાલમાં રહેતા હતા. તેમના એક રાજા દૈવવાટેે તુર્વસો અને વ્રિચિવંતો પર વિજય મેળવ્યો હતો. તુર્વસો અને ભરતો સૃંજયોના શત્રુઓ હતા. ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં પણ સૃંજયો અને ત્રિસ્તુઓને સાથીઓ…

વધુ વાંચો >

સેજવલકર ત્રંબક શંકર

સેજવલકર, ત્રંબક શંકર (જ. 25 મે 1895, કસોલી, જિ. રત્નાગિરિ; અ. 1963) : મૌલિક વિચારક, ઇતિહાસકાર, સંશોધક, મરાઠા ઇતિહાસના ભાષ્યકાર અને અઠવાડિક ‘પ્રગતિ’ના સ્થાપક-સંપાદક. વાસ્તવમાં તેઓ લોકહિતવાદી જ્યોતિબા ફૂલે, જી. જી. અગરકર, વી. કે. રજવાડે અને એસ. વી. કેતકરની પરંપરાના એક સામાજિક ચિંતક અને મરાઠા ઇતિહાસના ક્ષેત્રે પ્રસિદ્ધ વિદ્વાન હતા.…

વધુ વાંચો >

સેન વંશ

સેન વંશ : બંગાળનો એક અગત્યનો રાજવંશ. આ વંશના રાજાઓ પોતાને કર્ણાટ-ક્ષત્રિય, બ્રહ્મ-ક્ષત્રિય અને ક્ષત્રિય તરીકે ઓળખાવતા હતા. તેમનો મૂળ પુરુષ વીરસેન અને એના વંશજો દક્ષિણાપથના રાજાઓ હતા. એમનું મૂળ વતન દક્ષિણના કન્નડ ભાષા બોલતા પ્રદેશમાં હતું. ધારવાડ જિલ્લામાં ‘સેન’ અટકવાળો જૈન ધાર્મિક શિક્ષકોનો એક પરિવાર હતો. એને બંગાળના આ…

વધુ વાંચો >