History of India

સામંતશાહી

સામંતશાહી : રાજાને સામંતો (જમીનદારો) ઉપર અને સામંતોને પોતાના અધીનસ્થો ઉપર આધાર રાખવો પડે તથા સૌથી નિમ્ન સ્તરે દાસવર્ગ (ખેતમજૂરો) હોય એવી સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થા. યુરોપમાં રોમન સામ્રાજ્યના સમ્રાટ શાર્લમૅનનું ઈ. સ. 814માં અવસાન થયા બાદ તેના વારસદારો નિર્બળ નીવડ્યા અને તેમની વચ્ચે આંતરવિગ્રહો થયા. તેથી તેના ત્રણ…

વધુ વાંચો >

સાલંકાયન વંશ (શાલંકાયન વંશ)

સાલંકાયન વંશ (શાલંકાયન વંશ) : પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના મછલીપટ્ટમ્ વિસ્તારમાં આશરે બીજીથી પાંચમી સદી દરમિયાન થઈ ગયેલ વંશ. ઈ. સ. 140ના અરસામાં ટૉલેમી દ્વારા રચવામાં આવેલ ભૂગોળના ગ્રંથમાં જણાવ્યા મુજબ, અર્વાચીન મછલીપટ્ટમ્ વિસ્તારની ઉત્તરે સાલંકાયનો વસતા હતા. ગોદાવરી જિલ્લામાં ઇલોર પાસે કૃષ્ણા નદી અને ગોદાવરી નદીની વચ્ચેના મુખપ્રદેશમાં તેમનું…

વધુ વાંચો >

સાલંભ રાજ્ય

સાલંભ રાજ્ય (આશરે ઈ. સ. 800થી 1000) : ભારતના ઈશાન (ઉત્તર-પૂર્વ) ખૂણે આવેલ કામરૂપમાં રાજા સાલંભ અને તેના વંશજોનું રાજ્ય. બીજા એક તામ્રપત્રમાં તેનું નામ ‘પ્રાલંભ’ પણ આપ્યું છે. તે ઘણુંખરું 8મી સદીના અંતમાં કે 9મી સદીના આરંભમાં થઈ ગયો. અભિલેખોમાં તેને સાલસ્તમ્બ વંશનો બતાવ્યો છે. સાલંભ વિશે વધુ માહિતી…

વધુ વાંચો >

સાલુવ નરસિંહ

સાલુવ નરસિંહ : વિજયનગરના દ્વિતીય રાજવંશ – સાલુવનો સ્થાપક અને એ વંશનો પ્રથમ રાજવી. મૂળમાં એ પોતે વિજયનગરના તાબાના ચંદ્રગિરિનો અધિનાયક હતો. વિજયનગરના પ્રથમ રાજવંશ સંગમના અંતિમ રાજા પ્રૌઢદેવના કાલમાં સાલુવ નરસિંહ ઉચ્ચ હોદ્દો ધરાવતો હતો. એ વખતે બહમની વંશના સુલતાન અને ઓડિસાના શાસકની સંયુક્ત સેનાએ વિજયનગર રાજ્ય પર આક્રમણ…

વધુ વાંચો >

સાલેતોર બી. એ. (ડૉ.)

સાલેતોર, બી. એ. (ડૉ.) (જ. 1902; અ. 1963) : ભારતના જાણીતા ઇતિહાસકાર. તેમનું આખું નામ ભાસ્કર આનંદ સાલેતોર હતું. તેમણે શાળા અને કૉલેજનો અભ્યાસ મેંગલોરમાં કર્યો હતો. તેમણે ચેન્નાઈ(મદ્રાસ)માંથી બી.ટી. અને સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈથી એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે 1931માં લંડન યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં અને જર્મન…

વધુ વાંચો >

સાંઈ, સુરેન્દ્ર

સાંઈ, સુરેન્દ્ર (જ. 23 જાન્યુઆરી 1809, બોરગામ, સાંબલપુર મંડલ, ઓરિસા; અ. 28 ફેબ્રુઆરી 1884, આંદામાન) : સ્વાતંત્ર્ય-સંગ્રામના આરંભકાળે જેનો બલિ લેવાયો તે સ્વાતંત્ર્યવીર. તેના જન્મ અને બાળપણના સમયે હજુ અંગ્રેજોની સત્તા મજબૂત બની નહોતી; તેમ છતાં પરદેશી શાસનની અનિષ્ટતા પારખી સુરેન્દ્ર નાની વયથી જ અંગ્રેજોનો વિરોધી બન્યો. ત્યારે વનરાજિ ગાઢ…

વધુ વાંચો >

સિકંદરાબાદ

સિકંદરાબાદ : જુઓ હૈદરાબાદ.

વધુ વાંચો >

સિક્કાશાસ્ત્ર (ભારતીય)

સિક્કાશાસ્ત્ર (ભારતીય) સિક્કાના અભ્યાસ અને ઓળખ અંગેનું શાસ્ત્ર. રોજિંદા વ્યવહારમાં ડગલે ને પગલે વિનિમય-માધ્યમ તરીકે વપરાતો સિક્કો સહુને સુપરિચિત છે. ભારતમાં એને માટે સંસ્કૃતમાં શરૂઆતમાં ‘રૂપ’ અને આગળ જતાં ‘મુદ્રા’ શબ્દ પ્રયોજાતો. લેખ (લેખન), રૂપ (મુદ્રા) અને ગણના (હિસાબ) – એ બુનિયાદી શિક્ષણના મુખ્ય વિષય ગણાતા. હાલ ‘રૂપ’ કે ‘મુદ્રા’ને…

વધુ વાંચો >

સિડની (Sydney)

સિડની (Sydney) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર. ઑસ્ટ્રેલિયાનું તે જૂનામાં જૂનું અને મોટામાં મોટું શહેર તથા દુનિયાનું સૌથી મોટું કુદરતી બારું છે. ભૌગોલિક સ્થાન : તે 33° 52´ દ. અ. અને 151° 13´ પૂ. રે.ની આજુબાજુનો 12,145 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સિડની શહેરની પૂર્વ તરફ પૅસિફિક…

વધુ વાંચો >

સિદ્દીકી ઇખ્તિયારખાન

સિદ્દીકી, ઇખ્તિયારખાન : ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1527-1536)ના મુખ્ય અમીરોમાંનો એક. સુલતાન બહાદુરશાહે ચિતોડ જીત્યા પછી ઈ. સ. 1535માં એને મુઘલ સમ્રાટ હુમાયૂં સાથે મંદસોર પાસે જે લડાઈ થઈ એમાં બહાદુરશાહનો પરાજય થયો. તેથી તે માંડુથી કેટલાંક સ્થળોએ જઈને ચાંપાનેર આવ્યો. હુમાયૂં પણ તેનો પીછો કરતો ચાંપાનેર સુધી આવ્યો. એટલે બહાદુરશાહે ચાંપાનેરના…

વધુ વાંચો >