History of India

અહમદશાહ–2

અહમદશાહ–2 (જ. 1431; અ. 23 મે 1459) : ગુજરાતનો પાંચમો સુલતાન (શાસન 1451થી 1459). મૂળ નામ જલાલખાન. રાજ્યાભિષેક પછી કુત્બુદ્દુન્યાવદ્દીન અબૂલમુઝફ્ફર અહમદશાહ નામ ધારણ કર્યું હતું. ઈ. સ. 1451માં પિતા મુહમ્મદશાહ બીજાના અવસાન પછી વીસ વર્ષની વયે ગાદીએ આવ્યો. ગાદીએ બેસતાં જ માળવાના સુલતાન મહમૂદ ખલજીના આક્રમણનો સફળ સામનો કર્યો.…

વધુ વાંચો >

અહમદશાહ અબ્દાલી (દુરાની)

અહમદશાહ અબ્દાલી (દુરાની) (જ. 1722, અફઘાનિસ્તાન; અ. 4 જૂન 1772, અફઘાનિસ્તાન) : અફઘાનિસ્તાનનો એક સમર્થ શાસક. 1747માં ઈરાનના રાજા નાદિરશાહનું ખૂન થતાં અફઘાનિસ્તાનમાં અફઘાનોની અબ્દાલી અથવા દુરાની ટોળીનો નેતા અહમદશાહ સ્વતંત્ર શાસક બન્યો. તેણે કંદહાર, કાબુલ અને પેશાવર જીત્યા બાદ, 1748માં પંજાબ પર ચડાઈ કરી. માનપુરની લડાઈમાં મુઘલ શાહજાદા અહમદશાહે…

વધુ વાંચો >

અહમદશાહની મસ્જિદ

અહમદશાહની મસ્જિદ : સુલતાન અહમદશાહે બંધાવેલી અમદાવાદની મસ્જિદ. અમદાવાદની સર્વપ્રથમ સ્થાપત્યકીય ઇમારત મનાતી આ મસ્જિદ ભદ્રના કિલ્લાનો મૂળ દક્ષિણ દરવાજો હતી, જેની સામે ગુજરાત ક્લબ આવેલી છે. તે જૂની જામે મસ્જિદના નામે પણ ઓળખાય છે. શાહી કિલ્લાની અંદર હોઈ તેનું બાદશાહના ખાનગી પ્રાર્થનાગૃહ તરીકે નિર્માણ થયું હોય તે બનવાજોગ છે.…

વધુ વાંચો >

અહમદશાહ મૌલવી

અહમદશાહ મૌલવી : અવધ રાજ્યના ફૈઝાબાદનો જમીનદાર. અંગ્રેજ સરકારે તેની જાગીર જપ્ત કરતાં તે 1857ના વિપ્લવમાં જોડાયો હતો. તે અંગ્રેજ સરકાર સામે નફરત ફેલાય તેવો પ્રચાર કરતો હતો, આથી અંગ્રેજ સરકારે તેની ધરપકડ કરીને તેને ફાંસીની સજા ફરમાવી હતી, પરંતુ તેનો અમલ થાય તે પહેલાં વિપ્લવકારીઓ તેને છોડાવી ગયેલા. અવધના…

વધુ વાંચો >

અહલ્યાબાઈ

અહલ્યાબાઈ (જ. 31 મે 1725, જામખેડ, ચૌંડ, તા. બીડ, જિ. અહમદનગર; અ. 13 ઑગસ્ટ 1795, મહેશ્વર, ઈન્દોર, મધ્યપ્રદેશ) : કર્તવ્યપરાયણ, દાનશીલ, પ્રજાભિમુખ અને બાહોશ શાસક તરીકે ખ્યાતિ પામેલ સાધુચરિત રાણી. પિતા માણકોજી ચૌંડના મુખિયા હતા, માતા સુશીલાબાઈ ધર્મપરાયણ ગૃહિણી. ધાર્મિક સંસ્કારો અને હિંદુ રીતરિવાજોના ચુસ્ત વાતાવરણમાં અહલ્યાબાઈનો ઉછેર થયો હતો.…

વધુ વાંચો >

અહેમદિયા ચળવળ

અહેમદિયા ચળવળ : ભારતમાં થયેલી ઇસ્લામી સુધારાવાદી ચળવળ. ઓગણીસમી સદીની ધાર્મિક ચળવળો પછી રૂઢિગત ધાર્મિક માન્યતાઓના પ્રતિકાર રૂપે સુધારાઓ માટે શરૂ થયેલી બ્રાહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજ જેવી જ અહેમદિયા ચળવળ પણ હતી. 1837માં ગુરદાસપુર જિલ્લાના કાદિઆનના નાના ગામમાં મીરઝા ગુલામ અહમદનો જન્મ થયો હતો અને તેણે પંજાબમાં અહમદિસ કે કદિઆનિસ નામના…

વધુ વાંચો >

અંગદેશ

અંગદેશ : સોળ મહાજનપદોમાંનું એક. એ બિહારના ઈશાન ભાગમાં આજના ભાગલપુર અને મોંઘીર જિલ્લાને આવરતો વિસ્તાર ધરાવતું હતું. તેની રાજધાની ચંપાનગરી હતી. એ સ્થાન પર આજે ભાગલપુર વસેલું છે. મહાભારત અનુસાર અંગ-વૈરોચની રાજાના નામ પરથી તે દેશનું નામ અંગદેશ પડ્યું, દુર્યોધને કર્ણને આ દેશનો અધિપતિ બનાવ્યો હતો. રામાયણ પ્રમાણે કામદેવનું…

વધુ વાંચો >

અંતર્વેદિ, અંતર્વેદી

અંતર્વેદિ, અંતર્વેદી : જુઓ, બ્રહ્માવર્ત

વધુ વાંચો >

અંતુલે, અબ્દુલ રહેમાન

અંતુલે, અબ્દુલ રહેમાન (જ. 9 ફેબ્રુઆરી 1929, રાયગઢ, મહારાષ્ટ્ર, અ. 2 ડિસેમ્બર 2014, મુંબઈ, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના અગ્રણી રાજપુરુષ. વતન આંબેટ, કોલાબા જિલ્લો, મહારાષ્ટ્ર. 1980થી 1982 સુધી મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન. તે પહેલાં તેઓ અખિલ ભારતીય કૉંગ્રેસ પક્ષના મંત્રીપદે કામ કરતા હતા. 1962માં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા અને 1976 સુધી વિધાનસભાના સભ્યપદે…

વધુ વાંચો >

અંબષ્ઠ

અંબષ્ઠ : પ્રાચીન કાળમાં પંજાબમાં સ્થિર થયેલી એક પ્રજા. તે સમય જતાં બંગાળ અને બિહારમાં પ્રસરી. આ પ્રજાનો સૌપ્રથમ ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણમાં આવે છે. મહાભારત, પુરાણો અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તેમજ ટૉલેમીની ભૂગોળમાં પણ તેના ઉલ્લેખો છે. અંબષ્ઠ નામના રાજવીના નામ પરથી પ્રજા અંબષ્ઠ નામથી ઓળખાઈ. પુરાણો અંબષ્ઠ પ્રજાને ક્ષત્રિય તરીકે…

વધુ વાંચો >