History of Gujarat

તાના-રીરી

તાના-રીરી (ઈ. સ. 16મી સદી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિખ્યાત ગાયિકાઓ, બે બહેનો: તાના અને રીરી. શહેનશાહ અકબર(1542–1605)ના સમયમાં ગુજરાતના એક પ્રાચીન નગર વડનગરમાં તેઓ રહેતી હતી એમ કહેવાય છે. એક લોકવાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠાની આ બે પુત્રીઓ હતી. તે ઋતુઓ પ્રમાણે રાગ ગાતી ત્યારે…

વધુ વાંચો >

તાપી (નદી)

તાપી (નદી) : પશ્ચિમ ભારત અને ગુજરાતની એક મોટી નદી. પુરાણકથા મુજબ ‘તાપી’ શબ્દ સૂર્યપુત્રી ‘તપતી’ પરથી ઊતરી આવ્યો છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલ એક સરોવરમાંથી તે નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિમી તથા સ્રાવ વિસ્તાર 75,000 ચોકિમી. છે. અતિવૃષ્ટિના સમયમાં દર કલાકે તે 9,12,00,000 ક્યૂબિક મીટર…

વધુ વાંચો >

તારંગા

તારંગા : ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન. આ યાત્રાધામ ખેરાલુ તાલુકાના ટીમ્બા ગામની નજીકમાં આશરે 24° ઉ. અ. તથા 72° 46´ પૂ. રે. પર આવેલું છે. વળી મહેસાણાને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું અંતિમ રેલ-મથક ‘તારંગા હિલ’ તેનાથી પૂર્વમાં લગભગ 10 કિમી.ને અંતરે છે. તારંગા અને અંબાજીને સાંકળતા રેલમાર્ગનું પણ આયોજન…

વધુ વાંચો >

તારીખે ગુજરાત

તારીખે ગુજરાત : અબૂ તુરાબ વલી દ્વારા લખાયેલો ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ. મુઘલ સમ્રાટ અકબરના શાસનકાળ દરમિયાન લખાયેલો આ ઇતિહાસગ્રંથ ઐતિહાસિક ર્દષ્ટિએ મૂલ્યવાન છે. ગુજરાતના સુલતાન બહાદુરશાહના રાજ્યકાળનો આ આંશિક ઇતિહાસ છે. મુહમ્મદ ઝમા હી. સં. 32(ઈ. સ. 1525)માં ગુજરાતના સુલતાન બહાદુરશાહના દરબારમાંથી નાસી જાય છે. ત્યાંથી આ ઇતિહાસનો આરંભ થાય…

વધુ વાંચો >

તારીખે મુઝફ્ફરશાહી

તારીખે મુઝફ્ફરશાહી : મુઝફ્ફરશાહ બીજાના શાસન (1511–1526) દરમિયાનનો ઇતિહાસ. તેના  કર્તાનું નામ મીર સૈયદ અલી કાશાની હતું. તે ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજાનો દરબારી ઇતિહાસકાર હતો. તે કવિ પણ હતો. સુલતાન મુઝફ્ફરશાહના આદેશથી તેણે આ ઇતિહાસ આડંબરી ભાષામાં લખ્યો છે. ગદ્ય અને પદ્યમાં રચાયેલ આ ટૂંકો ઇતિહાસ સુલતાન મુઝફ્ફરશાહ બીજાના માંડૂના…

વધુ વાંચો >

તારીખે સોરઠ વ હાલાર

તારીખે સોરઠ વ હાલાર : દીવાન રણછોડજીકૃત ફારસીમાં લખાયેલ સૌરાષ્ટ્રનો ઇતિહાસ. જૂનાગઢના પ્રખ્યાત દીવાન રણછોડજી (1768–1841) દ્વારા ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં લખાયેલો આ ગ્રંથ સૌરાષ્ટ્રના ઇતિહાસ માટે એક મહત્વનો ગ્રંથ છે, જેમાં સૌરાષ્ટ્રમાં બનેલી કેટલીક અગત્યની ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુસ્તક એકંદરે નવ પ્રકરણોમાં વહેંચાયેલું છે. પ્રથમ પ્રકરણમાં…

વધુ વાંચો >

ત્રિભુવનપાલ

ત્રિભુવનપાલ : ગુજરાતના સોલંકી વંશની મુખ્ય શાખાના બે રાજપુરુષો : એક, કુમારપાલના પિતા અને બીજા ભીમદેવ બીજાના પુત્ર. પ્રથમ ત્રિભુવનપાલ રાજઘરાણાના સભ્ય હતા પણ શાસક ન હતા. તે કર્ણદેવ પહેલાના ભત્રીજા દેવપ્રસાદના પુત્ર હતા અને સિદ્ધરાજ જયસિંહના સામંત અને સહાયક હતા. કુમારપાલના મંત્રી ઉદયનના પુત્ર અને મહામાત્ય વાગ્ભટે સંવત 1211માં…

વધુ વાંચો >

ત્રિવિક્રમપાલ

ત્રિવિક્રમપાલ : દક્ષિણ ગુજરાતનો ચાલુક્યવંશનો રાજવી. તે લાટના ચાલુક્યવંશી રાજા ત્રિલોચનપાલનો પુત્ર હતો. ચેદિના કલચૂરિવંશના રાજા કર્ણના સેનાપતિ વલ્લકે લાટના અધિપતિ ત્રિલોચનપાલને હરાવ્યો હતો. ત્રિલોચનપાલ પાસેથી લાટને ચૌહાણવંશના સિંહે જીતી લીધું હતું. તેના પૂર્વજોના હાથમાંથી ચાલ્યા ગયેલા લાટના  નાગસારિકામંડળને ત્રિવિક્રમપાલે કબજે કર્યું હતું. તેમ કરવામાં તેના કાકા જગતપાલ સહાયભૂત થયા…

વધુ વાંચો >

દમણ

દમણ : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક ર્દષ્ટિએ તળ ગુજરાતમાં આવેલું આ સંસ્થાન 1961 પૂર્વે પોર્ટુગલની સત્તા નીચેનો પ્રદેશ હતું. દમણ આ પ્રદેશનું મુખ્ય વહીવટી મથક છે, જે દમણગંગાના બંને કાંઠે 20° 25’ ઉ. અ અને 72° 51’ પૂ. રે. ઉપર વસેલું છે. નદીના મૂળ ઉપર આવેલા કિલ્લાથી…

વધુ વાંચો >

દરજી, ઝીણાભાઈ રણછોડજી

દરજી, ઝીણાભાઈ રણછોડજી (જ. 24 મે 1919, વ્યારા, જિ. સૂરત; અ. 31 ઑગસ્ટ 2004) : દક્ષિણ ગુજરાતના પીઢ ગાંધીવાદી, સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર. શરૂઆતથી જ એમનું જીવન ખડતલ અને સાદું રહ્યું હતું. તેઓ પોતાના વિચારો મક્કમતાથી વ્યક્ત કરતા અને એમને અમલમાં મૂકવા પ્રયત્નો કરતા. એમણે ખાદીપ્રચાર, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, દલિતસેવા, ગ્રામોદ્ધાર,…

વધુ વાંચો >