Gujarati literature
મન્સૂરી, ફકીર મહંમદ જમાલભાઈ
મન્સૂરી, ફકીર મહંમદ જમાલભાઈ (જ. 10 ડિસેમ્બર 1926, ધિણોજ, જિ. મહેસાણા; અ. 29 ડિસેમ્બર 2000, વલ્લભવિદ્યાનગર, જિ. આણંદ) : ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રાધ્યાપક અને કવિ. ફકીર મહંમદ મન્સૂરીએ શાળા-મહાશાળાનો અભ્યાસ વિસનગરમાં કર્યો. વિસનગર(ઉ.ગુ.)ની એમ. એન. કૉલેજમાંથી 1950માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ. તથા 1958માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયો સાથે…
વધુ વાંચો >મરીઝ
મરીઝ (જ. 22 ફેબ્રુઆરી 1917, સૂરત; અ. 19 ઑક્ટોબર 1983, મુંબઈ) : ગુજરાતી ગઝલકાર, મૂળ નામ વાસી અબ્બાસ અબ્દુલઅલી. આજીવન પત્રકારત્વ અને મુશાયરાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા મરીઝનું ભણતર કેવળ ગુજરાતી બીજા ધોરણ સુધીનું હતું. ‘આગમન’ (1969) અને તેમના પરિવાર દ્વારા મરણોત્તર પ્રકાશિત ‘નકશા’ (1985) – એ 2 ગઝલસંગ્રહો મરીઝના મળ્યા છે.…
વધુ વાંચો >મલબારી, બહેરામજી મહેરવાનજી
મલબારી, બહેરામજી મહેરવાનજી (જ. 18 મે 1853, વડોદરા; અ. 11 જુલાઈ 1912, સિમલા) : કવિ અને ગદ્યકાર. પિતા ધનજીભાઈ મહેતા અને માતા ભીખીબાઈ. પિતાનું અવસાન થતાં માતાની સાથે મહેરવાનજી નાનાભાઈ મલબારીને ત્યાં આંગળિયાત તરીકે ગયેલા. બાળપણ સૂરતમાં. પહેલાં દેશી પદ્ધતિની શાળામાં અને પછીથી પારસી પંચાયતની સ્કૂલમાં. જ્ઞાન મેળવવાની ઝંખના થતાં…
વધુ વાંચો >મલયાનિલ
મલયાનિલ (જ. 1892, અમદાવાદ; અ. 24 જૂન 1919) : ગુજરાતી વાર્તાકાર. મૂળ નામ કંચનલાલ વાસુદેવ મહેતા. જન્મ સાઠોદરા નાગર જ્ઞાતિમાં. એમના પિતા અમદાવાદમાં મિલમાં સારા હોદ્દા પર હતા. એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. 1908માં મૅટ્રિક. 1912માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ. શાળામાં અભ્યાસ દરમિયાન અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસનો રસ. તેઓ…
વધુ વાંચો >મશરૂવાળા, કિશોરલાલ ઘનશ્યામલાલ
મશરૂવાળા, કિશોરલાલ ઘનશ્યામલાલ (જ. 5 ઑક્ટોબર 1890, મુંબઈ; અ. 9 સપ્ટેમ્બર 1952) : જીવન અને કેળવણીના સમર્થ ચિંતક, ચરિત્રકાર, નિબંધકાર, અનુવાદક. મૂળ વતન સૂરત. પિતાનું નામ ઇચ્છારામ. નાનપણમાં આકસ્મિક રીતે કિશોરલાલ મરતાં મરતાં બચી ગયેલા. એ બાબતને ઠાકોરજીની કૃપા માનીને સ્વામિનારાયણી પિતાએ પોતાની જગાએ પિતા તરીકે સહજાનંદનું ‘ઘનશ્યામ’ નામ લખવાનું…
વધુ વાંચો >મસ્તફકીર
મસ્તફકીર (જ. 1896, રાજકોટ; અ. 10 નવેમ્બર 1955) : ગુજરાતી હાસ્યલેખક. મૂળ નામ હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ. તેમણે ‘બંડખોર’, ‘લખોટો’ અને ‘લહિયો’ તખલ્લુસથી પણ સાહિત્યસર્જન કર્યું છે. તેમનું વતન ચાવંડ હતું. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદ, ભાવનગર અને મુંબઈમાં લીધું હતું. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. 1914થી 1917 દરમિયાન…
વધુ વાંચો >મહાદેવભાઈની ડાયરીઓ
મહાદેવભાઈની ડાયરીઓ : મહાદેવભાઈ દેસાઈએ લખેલી અને ડાયરી રૂપે ગ્રંથસ્થ થયેલી ગાંધીજીના જીવન-કાર્યની કડીબદ્ધ તવારીખ. નવેમ્બર 1917માં મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સાથે જોડાયા ત્યારથી જીવનના અંત સુધી લખેલી ડાયરીના 23 ભાગમાં ડાયરીનું નમૂનેદાર સ્વરૂપ તેમજ ગાંધીજીવનની કથા મળ્યાં છે. હજી 7 ભાગ અપ્રગટ છે. મહાદેવભાઈની ડાયરી એના વસ્તુના ઉદાત્તપણાને લીધે તેમજ…
વધુ વાંચો >મહાપ્રસ્થાન (1965)
મહાપ્રસ્થાન (1965) : ઉમાશંકર જોશી (1911–1988) કૃત 7 પદ્યનાટિકાઓનો સંગ્રહ. આ કવિએ 1944માં ‘પ્રાચીના’ નામે સંવાદકાવ્યોનો એક સંગ્રહ આપ્યો હતો. ‘મહાપ્રસ્થાન’ એનો સગોત્ર ગ્રંથ છે. તે પદ્યનાટક સિદ્ધ કરવાની દિશામાં ‘પ્રાચીના’ને અતિક્રમી જાય છે, ખાસ તો પદ્યનાટક માટે જરૂરી નેય અને પારદર્શી ભાષા સિદ્ધ કરવામાં અને એને વહન કરી શકે…
વધુ વાંચો >મહેતા, ઇલા આરબ
મહેતા, ઇલા આરબ (જ. 16 જૂન 1938, મુંબઈ) : ગુજરાતી મહિલા નવલકથાકાર અને વાર્તાકાર. પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર ગુણવંતરાય આચાર્યનાં પુત્રી. એમના વ્યવસાયનું સ્થળ મુંબઈ. વતન જામનગર. 1958માં ગુજરાતી વિષય સાથે બી. એ. 1960માં એ જ વિષયમાં એમ.એ. 1960થી 1967 સુધી રુઇયા કૉલેજ અને 1970થી નિવૃત્તિ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં…
વધુ વાંચો >મહેતા, ઉમેશ
મહેતા, ઉમેશ : જુઓ ઉમેશ કવિ
વધુ વાંચો >