Gujarati literature
ભટ્ટ, હરિશ્ચંદ્ર ગૌરીશંકર
ભટ્ટ, હરિશ્ચંદ્ર ગૌરીશંકર : જુઓ મસ્તફકીર
વધુ વાંચો >ભટ્ટ, હરિશ્ચંદ્ર ભગવતીશંકર
ભટ્ટ, હરિશ્ચંદ્ર ભગવતીશંકર (જ. 6 ડિસેમ્બર 1906 ઓલપાડ, સૂરત; અ. 18 મે 1950) : ગુજરાતી કવિ. વિશ્વવિદ્યાલયમાં વિધિપૂર્વક અભ્યાસ કરવાની તક નહોતી મળી તે છતાં આ સદીના પૂર્વાર્ધમાં અંગ્રેજી સાહિત્યથી આગળ વધીને યુરોપીય સાહિત્યનો એમણે પોતાના પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા મેળવેલો પરિચય એક વિરલ ઘટના છે. પિતા જે પેઢીમાં કામ…
વધુ વાંચો >ભણકાર
ભણકાર : બલવંતરાય ક. ઠાકોરનો કાવ્યસંગ્રહ. ઓગણીસ વર્ષની વયે સાહિત્યસર્જનનો પ્રારંભ કરનાર બલવંતરાયે આયુષ્યના અંત સુધી – ત્રેંસઠ વર્ષ સુધી સર્જન કર્યું હતું. તેમના કાવ્યસંગ્રહ ‘ભણકાર’ની પહેલી ધારા 1918માં તથા બીજી ધારા 1928માં પ્રગટ થઈ. 1942 અને 1951માં તેની સંવર્ધિત આવૃત્તિઓ પ્રગટ થઈ. 1968માં 1951ની આવૃત્તિનું સંશોધિત પુનર્મુદ્રણ થયું. 1942ની…
વધુ વાંચો >ભદ્રંભદ્ર
ભદ્રંભદ્ર (1900) : ગુજરાતી હાસ્યરસિક નવલકથા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ (1868–1928) રચિત. ગુજરાતી સાહિત્યની સળંગ હાસ્યરસની આ પ્રથમ નવલકથા છે. આ નવલકથા પ્રથમ 1892થી ‘જ્ઞાનસુધા’ માસિકમાં કકડે કકડે પ્રસિદ્ધ થઈ હતી અને પછીથી પ્રકરણ પાડીને સુધારાવધારા સાથે પુસ્તક રૂપે પ્રગટ થઈ. નવલકથાનું નામકરણ તેના નાયકને અનુલક્ષીને થયું છે. આ નવલકથા ભદ્રંભદ્રના…
વધુ વાંચો >ભાણદાસ
ભાણદાસ (સત્તરમી સદી) : અખાની પરંપરાના નોંધપાત્ર વેદાન્તી કવિ. મહામાયાની અનન્ય શક્તિના પ્રબળ આલેખક. ભીમના પુત્ર અને કૃષ્ણપુરીના આ શિષ્ય વિશેષ જાણીતા છે એમની ગરબીઓથી. ‘ગરબી’ સંજ્ઞા પ્રથમ વાર પ્રયોજાયેલી એમની કૃતિમાં મળે છે. ભાણદાસની સુખ્યાત ગરબી છે ‘ગગનમંડળની ગાગરડી’. એ રચના આરંભાય છે – ‘ગગનમંડળની ગાગરડી, ગુણ ગરબી રે…
વધુ વાંચો >ભાણસાહેબ
ભાણસાહેબ (જ. 13 ફેબ્રુઆરી 1698, વારાહી, જિ. પાટણ, ગુજરાત; અ. 1755, કમીજડા, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર) : રામ-કબીર સંપ્રદાયના કવિ અને રવિ-ભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. લોહાણા પરિવારમાં જન્મ. કલ્યાણજી ભક્તના પુત્ર. માતાનું નામ અંબાબાઈ. માબાપે 4 પુત્રીઓ બાદ થયેલા આ પુત્રનું નામ ‘કાના’ રાખ્યું. માતા-પિતાના અવસાન બાદ 1725માં ભાનબાઈ સાથે લગ્ન કર્યું.…
વધુ વાંચો >ભામિનીભૂષણ
ભામિનીભૂષણ [અલંકાર, 1, 2, 3, 4, 5 (1886, 1889, 1891, 1892, 1895)] : ‘શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ’ના આદ્યસંસ્થાપક શ્રીમન્નૃસિંહાચાર્યે રચેલા 5 અલંકારો. તેમાં તેમણે સ્ત્રીજાગૃતિ, નારી-પ્રતિષ્ઠા અને વિધવાઓના પ્રશ્નોને સ્પર્શી કુમારિકા, યુવતીઓ અને પુત્રીઓને સુબોધનો ઉપદેશ કર્યો છે. તદુપરાંત તેમાં જીવ, ઈશ્વર, મૃત્યુ, પુનર્જન્મ વગેરે ગૂઢ વિષયોને પણ સરળ અને…
વધુ વાંચો >ભાયાણી, હરિવલ્લભ ચૂનીલાલ
ભાયાણી, હરિવલ્લભ ચૂનીલાલ (જ. 26 મે 1917, મહુવા, સૌરાષ્ટ્ર; અ. 11 નવેમ્બર 2000, મુંબઈ) : પ્રસિદ્ધ ભાષાવિજ્ઞાની, સંશોધક, વિવેચક, અનુવાદક અને સંપાદક. 1934માં મૅટ્રિક. 1939માં સંસ્કૃત વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ. 1941માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે, ભારતીય વિદ્યા ભવન-મુંબઈમાંથી પ્રથમ વર્ગમાં એમ.એ. તેઓ 1951માં મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ, કવિ…
વધુ વાંચો >ભાલણ
ભાલણ (પંદરમી સદી ઉત્તરાર્ધ–ઈ. સોળમી સદી પૂર્વાર્ધ) : મધ્યકાલીન ગુજરાતી કવિ. તે પાટણનો વતની અને સંસ્કૃતનો વ્યુત્પન્ન પંડિત હતો. આરંભમાં એ દેવીભક્ત હતો પણ જીવનના અંતભાગમાં રામભક્ત બન્યો હોવાનું એની રચનાઓ દ્વારા સમજાય છે. એણે રચેલાં કહેવાતાં ‘દશમસ્કંધ’માંનાં કેટલાંક વ્રજભાષાનાં પદોથી એ વ્રજભાષાનો પણ સારો જાણકાર હોવાનું અનુમાની શકાય. પુરુષોત્તમ…
વધુ વાંચો >ભીમ (2)
ભીમ (2) (ઈ. સ. 1410માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી ભાષાના ‘રાસયુગ’ અને ‘આદિભક્તિયુગ’ના સંધિકાલે ‘સદયવત્સચરિત’ શીર્ષકથી ‘લૌકિક કથા’-કાવ્ય આપી ગયેલો ભીમ નામનો કથાકવિ. ઈ. સ. 1410માં તે હયાત હતો એવું એના એકમાત્ર ઉપર કહેલા કાવ્યના અંતભાગ ઉપરથી જાણવામાં આવ્યું છે. આ કાવ્યમાંના કેટલાક ઉતારા લઈ કવિની આ ગણ્ય કોટિની રચનાનો…
વધુ વાંચો >