Gujarati literature

નીલકંઠ, (સર) રમણભાઈ મહીપતરામ

નીલકંઠ, (સર) રમણભાઈ મહીપતરામ (જ. 13 માર્ચ 1868, અમદાવાદ; અ. 6 માર્ચ 1928, અમદાવાદ) : એક પ્રતિભાશાળી ગુજરાતી સર્જક. માતા પાર્વતીકુંવર. માતાપિતાના તેઓ ત્રીજા અને સૌથી નાના પુત્ર. સુધારક અને કેળવણીકાર પિતા મહીપતરામ નીલકંઠના સમાજસુધારો, સાહિત્યપ્રીતિ, પ્રાર્થનાસમાજી ધર્મભાવના અને કેળવણીના સંસ્કારો એમને નાનપણથી જ વારસામાં મળ્યા હતા. રમણભાઈનો પ્રાથમિક ઉછેર…

વધુ વાંચો >

નીલકંઠ, વિદ્યાગૌરી રમણભાઈ

નીલકંઠ, વિદ્યાગૌરી રમણભાઈ (જ. 1 જૂન 1876, અમદાવાદ; અ. 7 ડિસેમ્બર 1958) : ગુજરાતી લેખિકા. ‘એક અમદાવાદી સુરતી’, ‘ઓશિંગણ’, ‘કોકિલા ઉર્ફે કોયલ ઉર્ફે પરભૃતિકા’, ‘નચિન્ત’ વગેરે તખલ્લુસો તેમણે રાખ્યાં હતાં. પ્રાથમિક શિક્ષણ મગનભાઈ કરમચંદ કન્યાશાળામાં લીધું. માધ્યમિક શિક્ષણ મહાલક્ષ્મી ફીમેલ ટ્રેનિંગ કૉલેજમાં લઈ 1891માં મૅટ્રિક થયાં. 1901માં લૉજિક અને મૉરલ…

વધુ વાંચો >

નીલકંઠ, વિનોદિની

નીલકંઠ, વિનોદિની (જ. 9 ફેબ્રુઆરી 1907, અમદાવાદ; અ. 29 સપ્ટેમ્બર 1987, અમદાવાદ) : ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા અને બાળસાહિત્યનાં અગ્રણી લેખિકા. પિતા રમણભાઈ નીલકંઠ અને માતા વિદ્યાગૌરી. પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ કેળવણી અમદાવાદમાં. 1928માં મુખ્ય અંગ્રેજી અને ગૌણ ગુજરાતી વિષય સાથે બી.એ.,  અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના વિષયો લઈ 1930માં…

વધુ વાંચો >

નૃસિંહાવતાર

નૃસિંહાવતાર (1896) : ગુજરાતી કવિ, નાટ્યકાર, વિવેચક અને ધર્મતત્વચિંતક મણિલાલ નભુભાઈ દ્વિવેદી(1858–1898)નું પૌરાણિક નાટક. તત્કાલીન વ્યવસાયી નાટકમંડળી માટે લખાયેલું હોવાથી તેમાં પૌરાણિક કથાવસ્તુ સાથે સમકાલીન ગૃહસંસારનું ચિત્ર પ્રસ્તુત કરાયું છે. મણિલાલનું ‘કાન્તા’ નાટક મુંબઈ-ગુજરાતી નાટ્યમંડળીએ ‘કુલીન કાન્તા’ નામે 1889માં ભજવ્યું. પછી કંપનીની માગણીથી, તેમણે આ બીજું નાટક લખ્યું હતું. કંપનીએ…

વધુ વાંચો >

નૈવેદ્ય

નૈવેદ્ય (1961) : ડોલરરાય રં. માંકડની ષષ્ટિપૂર્તિ નિમિત્તે તેમનાં વિવેચન, અવલોકન, પુરાતત્વ અને ભાષાશાસ્ત્રના લેખોનો સંગ્રહ. ડોલરરાય માંકડમાં વિદ્વત્તા, સાહિત્યપદાર્થ વિશેની સ્પષ્ટ સમજ, કૃતિ કે વિચારને બહિરંતર તપાસતી તલાવગાહી દૃષ્ટિ, શાસ્ત્રનિષ્ઠા, કૃતિના રહસ્યને અવગત કરનારી ભાવયિત્રી પ્રતિભા, પુરાતત્વ કે ભાષાશાસ્ત્ર માટે આવશ્યક પૃથક્કરણશીલ તર્કબુદ્ધિ, સંસ્કૃત નાટ્યશાસ્ત્રની ઊંડી અભિજ્ઞતા અને તત્વગ્રહણશીલતા…

વધુ વાંચો >

પટેલ, ઈશ્વરભાઈ જેઠાભાઈ

પટેલ, ઈશ્વરભાઈ જેઠાભાઈ (જ. 2 નવેમ્બર 1924, પીજ, નડિયાદ; અ. 10 નવેમ્બર 1989, અમદાવાદ) : ગુજરાતી કેળવણીકાર તથા લેખક. પિતા જેઠાભાઈ દલાભાઈ પટેલ. માતા રૂપબા. લેઉવા પાટીદાર જ્ઞાતિમાં જન્મ. એમ.એ. બી.ટી. પદવીઓ પ્રાપ્ત કરી અમેરિકા ગયા. ત્યાં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં શૈક્ષણિક સંચાલનનું વિશેષ પ્રશિક્ષણ લીધું. 1937માં આણંદની દા. ન. હાઈસ્કૂલમાં…

વધુ વાંચો >

પટેલ, ગોપાળદાસ જીવાભાઈ, ‘વાચક’

પટેલ, ગોપાળદાસ જીવાભાઈ, ‘વાચક’ (જ. 28 એપ્રિલ 1905, કરમસદ, જિ. ખેડા; અ. 2 જુલાઈ 1996) : ગુજરાતી લેખક. ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક (વિનીત) અને આર્યવિદ્યાવિશારદ થયા બાદ મગનભાઈ દેસાઈની સાથે તે જ સંસ્થાના કાર્યમાં જોડાઈ ગયા. પ્રથમ પુરાતત્ત્વમંદિરના અને ત્યારપછી ગ્રંથાલય સમિતિના મંત્રી તરીકે સેવા આપી. ગાંધીજીના તેઓ સાચા સિપાઈ હતા.…

વધુ વાંચો >

પટેલ, ચંદુલાલ બહેચરલાલ

પટેલ, ચંદુલાલ બહેચરલાલ (જ. 5 ઑગસ્ટ 1889, શિહોર; અ. 28 નવેમ્બર 1964, ગોંડલ) : સમર્થ કોશકાર. પિતા બ્રહ્મનિષ્ઠ રાષ્ટ્રકવિ. તેઓ ‘વિહારી’ તરીકે પ્રસિદ્ધ હતા. માતા મણિબાઈ પણ સંસ્કારી. પ્રાથમિક શિક્ષણ ભાયાવદરમાં, માધ્યમિક શિક્ષણ ગોંડલમાં અને ઉચ્ચશિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં લીધું. આ સમયગાળામાં તેઓ હિંમતલાલ અંજારિયા, લલિત, કાન્ત, ભિક્ષુ અખંડાનંદ, મોતીભાઈ…

વધુ વાંચો >

પટેલ, ચીમનલાલ નારણદાસ

પટેલ, ચીમનલાલ નારણદાસ (જ. 23 ડિસેમ્બર 1918, અમદાવાદ; અ. 30 જાન્યુઆરી 2004) : ગુજરાતી લેખક અને વિવેચક, અંગ્રેજીના પ્રસિદ્ધ અધ્યાપક. વખત જતાં શિક્ષણ જગતમાં તેઓ સી. એન. પટેલના નામે અને સાહિત્યક્ષેત્રે ચી. ના. પટેલ તરીકે જાણીતા થયા. અંગ્રેજી (મુખ્ય) અને સંસ્કૃત (ગૌણ) વિષયો સાથે તેઓ 1940માં બી.એ. થયા. 1940માં બી.એ. તથા…

વધુ વાંચો >

પટેલ, ડાહ્યાભાઈ આશાભાઈ

પટેલ, ડાહ્યાભાઈ આશાભાઈ (જ. 3 એપ્રિલ 1920, સુણાવ, ખેડા; અ. 14 ઑગસ્ટ 2008, લંડન) :  લંડનનિવાસી ગુજરાતી કવિ અને સમાજસેવક. તખલ્લુસ ‘દિનુ-દિનેશ’. સુણાવની રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કર્યો. ઇંગ્લૅન્ડ જઈ આગળ અભ્યાસ કરી 1948માં લિંકન ઇનના બૅરિસ્ટર થયા. ત્યારબાદ કમ્પાલા(યુગાન્ડા)માં વકીલાત શરૂ કરી. સાથોસાથ અનેક જાહેર સંસ્થાઓ મારફત સમાજસેવા કરી યુગાન્ડાની…

વધુ વાંચો >