Gujarati literature

ત્રિવેદી, અતિસુખશંકર કમળાશંકર

ત્રિવેદી, અતિસુખશંકર કમળાશંકર (જ. 15 એપ્રિલ 1885, સૂરત; અ. 16 જાન્યુઆરી 1963, નવસારી) : ગુજરાતી નિબંધકાર અને તત્વજ્ઞાનના અધ્યાપક. પિતા પ્રસિદ્ધ વૈયાકરણ કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી. પિતાની નોકરીમાં બદલીઓ થતાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જુદા જુદા સ્થળોએ લીધું હતું. 1904માં બી.એ., 1906માં એમ.એ. અને 1907માં એલએલ.બી. થયા. વડોદરા કૉલેજમાં ફિલૉસૉફીના…

વધુ વાંચો >

ત્રિવેદી, ઉત્તમલાલ

ત્રિવેદી, ઉત્તમલાલ (જ. 16 ડિસેમ્બર 1872, અમદાવાદ; અ. 9 ડિસેમ્બર 1923) : ગુજરાતી સાહિત્યમાં ‘પંડિતયુગ’ના એક સત્વશીલ વિવેચક, ચિંતક અને અનુવાદક. પિતાનું નામ કેશવલાલ અને માતાનું નામ સદાલક્ષ્મી. જન્મ વડનગરા નાગર જ્ઞાતિમાં. પિતા સૌરાષ્ટ્રના લીંબડી રાજ્યમાં દીવાન હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ લખતરમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1887માં મૅટ્રિકની…

વધુ વાંચો >

ત્રિવેદી, ચિમનલાલ

ત્રિવેદી, ચિમનલાલ (જ. 2 જૂન, 1929, મુજપુર, તા. સમી, જિ. મહેસાણા) : ગુજરાતી સાહિત્યના – ખાસ કરીને મધ્યકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસી, વિવેચક, સંપાદક અને સંનિષ્ઠ અધ્યાપક. ગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રશિષ્ટ રુચિ ધરાવતા, વિદ્યાર્થીવત્સલ, વિદ્વાન પ્રાધ્યાપક તરીકે જે થોડા મહાનુભાવોને આદરભર્યું સ્થાન સમાજમાં મળ્યું છે તેમાંના એક તે શ્રી ચિમનલાલ ત્રિવેદી. પિતાનું…

વધુ વાંચો >

ત્રિવેદી, ત્રિભુવન પ્રેમશંકર

ત્રિવેદી, ત્રિભુવન પ્રેમશંકર (મસ્તકવિ) (જ. 23 સપ્ટેમ્બર 1865, મહુવા; અ. 27 જુલાઈ 1923) : મસ્તરંગી કવિઓમાં માનભર્યું સ્થાન પામનાર ગુજરાતી કવિ. તેમણે પ્રાથમિક પાંચ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. ‘વિભાવરીસ્વપ્ન’ (1894), ‘સ્વરૂપપુષ્પાંજલિ’ (1901) અને ‘કલાપીનો વિરહ’ (1913), એ ત્રણ એમના કાવ્યગ્રંથો  છે. આ કવિમાં જૂના પ્રવાહની સાથે અર્વાચીન કાવ્યપ્રવાહનું…

વધુ વાંચો >

ત્રિવેદી, નવલરામ જગન્નાથ

ત્રિવેદી, નવલરામ જગન્નાથ (જ. 11 ઑક્ટોબર 1895 વઢવાણ; અ. 18 મે 1944) : ગુજરાતી વિવેચક, હાસ્યલેખક તેમજ શિક્ષણકાર અને અધ્યાપક. તેમણે હાસ્યસાહિત્યક્ષેત્રે તેમજ સંપાદક તરીકે પણ નોંધપાત્ર સેવા બજાવી છે. જન્મ તેમજ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1914માં મૅટ્રિકની, 1920માં બી.એ.ની અને 1926માં એમ.એ.ની પરીક્ષા પસાર કરી. પછી મુખ્યત્વે અમદાવાદ જ એમની…

વધુ વાંચો >

ત્રિવેદી, રતિલાલ મોહનલાલ

ત્રિવેદી, રતિલાલ મોહનલાલ (જ. 24 માર્ચ 1894, રાણપુર; અ. 24 એપ્રિલ 1956, અમદાવાદ) : ગુજરાતના જાણીતા નિબંધકાર, કેળવણીકાર અને સંસ્કૃતિચિંતક. ધ્રાંગધ્રામાં માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. (1917) થઈને પ્રથમ શિક્ષક અને પછી ફેલોશિપ હાઈસ્કૂલના આચાર્ય તરીકે બે વર્ષ રહ્યા. 1937માં અમદાવાદની ન્યૂ…

વધુ વાંચો >

ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ રણછોડલાલ

ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ રણછોડલાલ (જ. 4 જુલાઈ 1899, ઉમરેઠ; અ. 10 નવેમ્બર 1991, સૂરત) : ગુજરાતના અગ્રણી વિવેચક અને ચિન્તક. પિતા રણછોડલાલની નોકરી મહેસૂલ-ખાતામાં; વારંવાર એમની બદલી થાય, એટલે વિષ્ણુપ્રસાદનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ બોરસદ, ઠાસરા, કપડવંજ ને નડિયાદમાં થયું. 1916માં મૅટ્રિકની પરીક્ષામાં ઉચ્ચક્રમે ઉત્તીર્ણ થઈ તેઓ સ્કૉલર તરીકે અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ…

વધુ વાંચો >

થાનકી, જ્યોતિબહેન જટાશંકર

થાનકી, જ્યોતિબહેન જટાશંકર (જ. 25 મે 1943, બગવદર, જિ. જૂનાગઢ) : મુખ્યત્વે ચરિત્રકાર અને શ્રી અરવિંદની વિચારધારાનાં સમર્થક ને પ્રસારક. માતાનું નામ જયાલક્ષ્મી. વતન પોરબંદર. 1959માં મૅટ્રિક. 1963માં બી.એ.. 1965માં અર્થશાસ્ત્ર સાથે અને 1974માં સંસ્કૃત વિષય સાથે – એમ બે વાર એમ.એ. થયાં. ઈ. સ. 1966થી આર્યકન્યા ગુરુકુળ, પોરબંદરમાં અર્થશાસ્ત્રનાં…

વધુ વાંચો >

દયારામ

દયારામ (જ. 16 ઑગસ્ટ 1777, ચાણોદ; અ. 28 ફેબ્રુઆરી 1853, ડભોઈ) : મધ્યકાલીન ગુજરાતના ભક્ત-કવિ. જ્ઞાતિએ સાઠોદરા નાગર, પિતા પ્રભુરામ ભટ્ટ અને માતા રાજકોર. નાની વયમાં જ માતાનું અવસાન થવાથી વતન ચાણોદમાં કાકાની પુત્રી પાસે અને પછી મોસાળ ડભોઈમાં માસી પાસે ઉછેર થયો. જ્ઞાતિધર્મની રીતે ઇષ્ટદેવ હાટકેશ્વર, પણ પિતાના સમયથી…

વધુ વાંચો >

‘દર્શક’; પંચોળી, મનુભાઈ રાજારામ

‘દર્શક’; પંચોળી, મનુભાઈ રાજારામ (જ. 15 ઑૅક્ટોબર 1914, પંચાશિયા, જિ. સુરેન્દ્રનગર; અ. 29 ઑગસ્ટ 2001, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, નાટ્યલેખક, વિવેચક, નિબંધલેખક, ચિંતક-કેળવણીકાર. પ્રાથમિક શાળાના શિક્ષકનાં આઠ સંતાનો પૈકી ચોથા મનુભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે તીથવા, લુણસર અને વાંકાનેરમાં લીધેલું. દેશની આઝાદી માટે ગાંધીજીએ ચલાવેલા રાષ્ટ્રીય આંદોલનથી પ્રભાવિત થઈને…

વધુ વાંચો >