Gujarati literature
જોષી, સુરેશ હરિપ્રસાદ
જોષી, સુરેશ હરિપ્રસાદ (જ. 30 મે 1921, વાલોડ, તા. બારડોલી; અ. 6 સપ્ટેમ્બર 1986, નડિયાદ) : ગુજરાતી કવિ, વિવેચક, નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક, સંપાદક. સુરેશ જોષીનું શૈશવ સોનગઢમાં વીત્યું. આ વિસ્તારની પ્રકૃતિએ એમના સર્જનને પછીથી ખૂબ પ્રભાવિત કર્યું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી 1943માં બી.એ. તથા 1945માં એમ.એ. કર્યું. અધ્યાપન કારકિર્દીનો પ્રારંભ…
વધુ વાંચો >ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ
ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ (જ. 30 ડિસેમ્બર 1868, ભરૂચ; અ. 15 જૂન 1957, મુંબઈ) : ગુજરાતી સાક્ષર અને મુંબઈ સ્મૉલ કૉઝ કોર્ટના વડા ન્યાયમૂર્તિ. તેમણે ફારસીનો ઊંડો અભ્યાસ કરેલો. તેને પરિણામે એમણે ‘દયારામ અને હાફેઝ’ – એ બે કવિઓનો તુલનાત્મક અભ્યાસ દર્શાવતો ગ્રંથ લખ્યો. ગુજરાતીમાં તે તુલનાત્મક સાહિત્યનું પ્રથમ પુસ્તક છે.…
વધુ વાંચો >ઝવેરી, મનસુખલાલ મગનલાલ
ઝવેરી, મનસુખલાલ મગનલાલ (જ. 3 ઑક્ટોબર 1907, જામનગર; અ. 27 ઑગસ્ટ 1981, મુંબઈ) : ગુજરાતી કવિ, વિવેચક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામનગરમાં લઈને, ભાવનગરમાં ઉચ્ચ શિક્ષણ મેળવી એમ.એ. થયા હતા. મુંબઈ, રાજકોટ, પોરબંદર અને કૉલકાતાની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. મુંબઈ આકાશવાણીમાં વાર્તાલાપ-નિર્માતા પણ હતા. કવિ, વિવેચક, પ્રવાસકથા-લેખક,…
વધુ વાંચો >ઝેર તો પીધાં છે જાણી જાણી ભા. 1, 2, 3
ઝેર તો પીધાં છે જાણી જાણી ભા. 1, 2, 3 (1952, 1958, 1985) : મનુભાઈ પંચોળી, ‘દર્શક’ની બૃહદ નવલકથા. 1987માં તેને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયેલો. એના ભૌગોલિક-ઐતિહાસિક વ્યાપ અને ચિંતનાત્મક ઊંડાણને કારણે ‘સરસ્વતીચંદ્ર’ સાથે એનું સાંસ્કૃતિક સંધાન તરી આવે તેમ છે. વીસમી સદીના વૈશ્વિક મનુષ્યને અહીં ભારતીય નજરે…
વધુ વાંચો >ઝેરવું
ઝેરવું : ‘અશ્વત્થામા’ એકાંકીસંગ્રહમાંનું ગુજરાતી એકાંકી. લેખક મધુ રાય (મૂળ નામ મધુસૂદન વલ્લભદાસ ઠાકર). તેમાં નાયક ‘હું’ના ત્રણ સ્ત્રીઓ સાથેના પ્રેમસંબંધની અને અંતે નિષ્ફળતાની વાતને વણી લેવામાં આવી છે. રૂપરૂપના અંબાર સમી આયેશા ‘હું’ને નહિ પણ ‘હું’માં રહેલા ચંડીદાસના વિસ્ફોટક પૌરુષને, બીજી નાયિકા કુમારી ‘હું’ને નહિ પણ પોતાના કલ્પિત રૂપને…
વધુ વાંચો >ટૂંકી વાર્તા
ટૂંકી વાર્તા : અર્વાચીન લોકભોગ્ય સાહિત્યસ્વરૂપ. અંગ્રેજી ‘શૉર્ટ સ્ટોરી’ના ગુજરાતી પર્યાય રૂપે યોજાતી સંજ્ઞા. ‘નવલિકા’ સંજ્ઞા પણ ઘડાયેલી છે. આધુનિક કળાસ્વરૂપ લેખે ટૂંકી વાર્તાનો ઉદભવ, પશ્ચિમના સાહિત્યમાં 19મી સદીમાં થયો, પણ તે પછી દોઢ-બે સૈકા જેટલા સમયગાળામાં વિશ્વભરના સાહિત્યમાં ઝડપથી એ સ્વરૂપનું ખેડાણ વિસ્તર્યું છે. આધુનિક માણસના જીવનસંયોગોની વિષમતા અને…
વધુ વાંચો >ટેગ્મેમિક ગ્રામર
ટેગ્મેમિક ગ્રામર : પાશ્ચાત્ય ભાષા-વિજ્ઞાનની પરંપરામાં ભાષાને તપાસવાના અનેક સિદ્ધાન્તોમાંનો એક સિદ્ધાન્ત તે ટેગ્મેમિક ગ્રામર. આ સિદ્ધાન્તના જનક કેનેથ એલ. પાઈક છે. પાંચમા દાયકામાં આ સિદ્ધાન્ત પ્રચલિત બન્યો. પાઈક પછી આર. ઈ. લૉંગેકર, નાઇડા, એલ્સન અને પિકેટ વગેરે વિદ્વાનોએ એ દિશામાં કામ કર્યું. ટેગ્મેમિક ગ્રામરના સિદ્ધાન્ત મુજબ ભાષા ત્રિપાર્શ્વિક (trimodal)…
વધુ વાંચો >ટોળાં અવાજ ઘોંઘાટ
ટોળાં અવાજ ઘોંઘાટ (1990) : આધુનિક ગુજરાતી કવિતાના અગ્રેસર કવિ લાભશંકર ઠાકરનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહને દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો શ્રેષ્ઠ ગુજરાતી ગ્રંથ તરીકેનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહ કાલક્રમ અનુસાર લાભશંકરના કાવ્યગ્રંથોમાં પાંચમો છે. એમાં એક બાલકાવ્ય સમેત કુલ 30 રચનાઓ છે, જેમાં ‘ઠાકરની આંખમાં ઠળિયા રે જણ…
વધુ વાંચો >ઠક્કુર, નારાયણ વિસનજી
ઠક્કુર, નારાયણ વિસનજી (જ. 17 ફેબ્રુઆરી 1880, મુંબઈ; અ. 17 ફેબ્રુઆરી 1938, મુંબઈ) : ગુજરાતી નવલકથાકાર અને કવિ. ગુજરાતીનો અભ્યાસ શાળામાં કર્યા પછી ખાનગીમાં અંગ્રેજી, સંસ્કૃત ઉપરાંત ફારસી, ઉર્દૂ, મરાઠી અને બંગાળીનો પણ પરિચય મેળવેલો. પિતા ઠક્કુર વિસનજી ચત્રભુજ વેપારી અને વડવાઓ અફીણના સરકારી ઇજારદાર હતા. જ્ઞાતિએ કચ્છી લોહાણા. સંન્યાસ…
વધુ વાંચો >ઠાકર, ધીરુભાઈ પ્રેમશંકર
ઠાકર, ધીરુભાઈ પ્રેમશંકર (જ. 27 જૂન 1918, કોડીનાર, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર; અ. 24 જાન્યુઆરી 2014, અમદાવાદ) : ‘સવ્યસાચી’. વિવેચક–સંશોધક–સંપાદક અને નાટ્યવિદ. ‘ગુજરાતી વિશ્વકોશ’ના મુખ્ય સંપાદક. વતન વીરમગામ. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ. પિતા તલાટી, વાચનના શોખીન. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં. ઘરમાં ધર્મ અને વિદ્યાસંસ્કારનું વાતાવરણ. ધીરુભાઈ પર આ વાતાવરણનો, પ્રાકૃતિક સૌંદર્યનો…
વધુ વાંચો >