Geology
દાબવિકૃતિ
દાબવિકૃતિ : ખડકવિકૃતિનો એક પ્રકાર. તેમાં દાબ એક મુખ્ય પરિબળ તરીકે કાર્ય કરે છે. દાબવિકૃતિમાં તાપમાનનો વધારો બિનગણનાપાત્ર હોય છે. આ પ્રકારની ખડકવિકૃતિમાં મુખ્ય પરિબળ તરીકે કામ કરતું દાબનું પરિબળ ભૂસંચલનક્રિયાઓ સાથે સંકળાયેલું હોય છે, પરિણામે દાબવિકૃતિ ધસારા સપાટીઓ તેમજ વિરૂપક વિભાગો પર ઉદભવે છે. આ વિકૃતિપ્રકાર સંસર્ગ-વિકૃતિ-વલયના વિક્ષેપિત વિસ્તારોમાં…
વધુ વાંચો >દિશાકોણ
દિશાકોણ (bearing) : દિશાકીય સ્થિતિ દર્શાવતો કોણ. કોઈ એક જગાએથી ઉત્તર દિશાના સંદર્ભમાં લેવાતું, ભૂમિચિહન(landmark, object)નું ક્ષૈતિજ સમતલમાં કોણીય અંતર. આ કોણીય અંતરનાં મૂલ્ય પૂર્ણ અંશ(0°થી 360°)માં દર્શાવાય છે, પરંતુ આવશ્યકતા મુજબ તે 30 મિનિટ કે 15 મિનિટના વિભાજન સુધી પણ દર્શાવી શકાય છે. જેમ કે કોઈ ત્રણ ભૂમિચિહનોના દિશાકોણ…
વધુ વાંચો >દૂબ્વા, મેરી યુજિન
દૂબ્વા, મેરી યુજિન (જ. 28 જાન્યુઆરી 1858, એડ્સન, નેધરલૅન્ડ; અ. 16 ડિસેમ્બર 1940, ડી બેડલીર) : ડચ શરીરજ્ઞ, નૃવંશશાસ્ત્રી અને ભૂસ્તરવિજ્ઞાની. તેમણે વાનર અને માનવ વચ્ચેની કડીસ્વરૂપ જાવામૅનના અવશેષો શોધી કાઢ્યા હતા. તેમની કારકિર્દી ઍમસ્ટરડૅમ યુનિવર્સિટીના શરીરવિજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે 1886થી શરૂ થઈ. તેમણે પૃષ્ઠવંશીઓમાં સ્વરપેટીની તુલનાત્મક અંત:સ્થ રચના વિશે સંશોધનો…
વધુ વાંચો >ર્દશ્ય જીવયુગ
ર્દશ્ય જીવયુગ : જુઓ, ભૂસ્તરીય કાળક્રમ.
વધુ વાંચો >દ્રવિડસમૂહ
દ્રવિડસમૂહ (Dravidian group) : વિંધ્ય રચના કરતાં નવીન વયની અને કૅમ્બ્રિયનથી નિમ્ન-મધ્ય કાર્બોનિફેરસ સમયગાળાને આવરી લેતી ખડકરચનાઓનો સમૂહ. ભારતમાં મળી આવતી વિવિધ ભૂસ્ત્તરીય યુગની ખડકરચનાઓને ભારતીય સ્તરરચનાત્મક પ્રણાલી મુજબ નીચે દર્શાવેલ કોઠા પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલી છે : દ્રવિડ કાળ દરમિયાન ભારતની પ્રાકૃતિક-ભૌગોલિક પરિસ્થિતિમાં મહત્વનાં પરિવર્તનો થયેલાં તેમજ ભૂસંચલનને કારણે …
વધુ વાંચો >દ્વિઅક્ષી ખનિજો
દ્વિઅક્ષી ખનિજો : બે પ્રકાશીય અક્ષ ધરાવતાં અસાવર્તિક (anisotropic) ખનિજો. ઑર્થોરહોમ્બિક, મૉનોક્લિનિક અને ટ્રાયક્લિનિક સ્ફટિકવર્ગનાં ખનિજો દ્વિઅક્ષી ખનિજો છે. આ પ્રકારનાં ખનિજોમાં ત્રણ મુખ્ય સ્પંદનદિશાઓ (principal vibration directions) હોય છે, જેમાં પ્રકાશ જુદી જુદી ગતિથી પસાર થાય છે. આ દિશાઓ ‘ઈથર-અક્ષ’ના નામથી પણ ઓળખાય છે અને તેમને X, Y અને…
વધુ વાંચો >દ્વિઅંગી મૅગ્મા
દ્વિઅંગી મૅગ્મા : બે ઘટકોથી બનેલો મૅગ્મા. પૃથ્વીના પેટાળમાં પ્રવર્તમાન ઊંચા તાપમાનને કારણે અસ્તિત્વમાં આવતો ગતિશીલ ખડકોનો પીગળેલો રસ. સંજોગો અનુસાર તેની અંતર્ભેદન તેમજ બહિ:સ્ફુટન ક્રિયાઓ થઈ શકે છે. મૅગ્માની ઘનીભવનની ક્રિયાને પરિણામે અગ્નિકૃત ખડકોનું નિર્માણ થાય છે. મૅગ્મા પ્રવાહી, સિલિકેટ સ્વરૂપ તેમજ ઑલિવીન, પાઇરૉક્સીન, પ્લેજિયોક્લેઝ વગેરેના છૂટા છૂટા રહેલા…
વધુ વાંચો >દ્વિરૂપતા
દ્વિરૂપતા (ખનિજીય) (dimorphism) : કોઈ પણ બે (કે ત્રણ) ખનિજોનું રાસાયણિક બંધારણ એક જ હોય તેવો ગુણધર્મ. આવાં ખનિજોને દ્વિરૂપ (કે ત્રિરૂપ) ખનિજો કહે છે. સામાન્ય રીતે પ્રત્યેક ખનિજનું એક આગવું, ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે, તેમ છતાં કુદરતમાં કેટલાંક ખનિજો એક જ સરખા રાસાયણિક બંધારણવાળાં પણ મળે છે. સામાન્યત:…
વધુ વાંચો >દ્વીપચાપ
દ્વીપચાપ (island arcs) : ચાપ આકારે ગોઠવાયેલા ટાપુઓ. પૅસિફિક મહાસાગરના ઘણા જ્વાળામુખીજન્ય ટાપુઓ ચાપાકાર (arcuate) ગોઠવણી ધરાવે છે. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે દ્વીપચાપ એ અસંખ્ય પ્રમાણમાં થયેલા ભૂકંપ, જ્વાળામુખી-પ્રસ્ફુટન અને વર્તમાન ગેડીકરણ તેમજ સ્તરભંગક્રિયાઓનાં પરિણામ છે. ભૂભૌતિક નિરીક્ષણસંશોધનની પદ્ધતિના ઉપયોગથી દ્વીપચાપ અંગેની જાણકારીમાં વધારો થયો છે. તેની મદદથી દ્વીપચાપખંડો-મહાસાગરો…
વધુ વાંચો >ધસ
ધસ (spur) : ભૂમિસ્વરૂપનો એક પ્રકાર. કરોડરજ્જુમાંથી ફંટાઈને નીકળતી પાંસળીઓની જેમ પર્વતોમાંથી આડી ફંટાતી નાની ડુંગરધારો અથવા ડુંગરધારોમાંથી આડી ફંટાતી નાની ટેકરીઓ, જે ધીમે ધીમે વિસ્તરીને નજીકના સપાટ ભૂમિભાગમાં ભળી જાય છે. આમ મુખ્ય પર્વત કે ડુંગરધારમાં બહાર પડી આવતા અલગ ભૂમિસ્વરૂપને ધસ કહે છે. કિલ્લાની મુખ્ય દીવાલના રક્ષણ અર્થે…
વધુ વાંચો >