Geology
થોરાઇટ
થોરાઇટ : કુદરતી થોરિયમ સિલિકેટ. પ્રકાર : યુરેનોથોરાઇટ; રાસા. બં. ThSiO4; સ્ફ. વર્ગ: ટેટ્રાગોનલ; સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટે ભાગે નાના પ્રિઝમ સ્વરૂપોમાં, ક્યારેક 8 સે.મી. વ્યાસના પણ મળી રહે; પ્રિઝમ ઉપરાંત (100) અને પિરામિડ (101) સ્વરૂપો સહિત. પિરામિડલ સ્વરૂપો પણ મળે, જેમાં પ્રિઝમ નાના હોય કે બિલકુલ ન હોય;…
વધુ વાંચો >થોરિયેનાઇટ
થોરિયેનાઇટ : થોરિયમનું વિકિરણધર્મી ખનિજ. રા. બં. : ThO2 [મુખ્યત્વે (Th, U) O2] ; સ્ફ. વ. : ક્યૂબિક; સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો સામાન્યપણે ક્યૂબ અને ક્યૂબોઑક્ટાહેડ્રન સ્વરૂપોવાળા ખડકોમાં જડાયેલા સ્ફટિકો કે કણોના સ્વરૂપે મળે. કાંપજન્ય નિક્ષેપોમાં જળ-ઘર્ષિત સ્વરૂપોમાં પણ મળે. આંતરગૂંથણીવાળી યુગ્મતા–(111) ફલક પર વધુ સામાન્ય; સંભેદ : (001) અસ્પષ્ટ;…
વધુ વાંચો >દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ
દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ : બંગાળના ઉપસાગર, મ્યાનમાર અને પાકિસ્તાનમાં આવેલા જ્વાળામુખીઓ. ભારતીય ઉપખંડના મુખ્ય ભૂમિભાગમાં કોઈ ક્રિયાશીલ જ્વાળામુખી આવેલા નથી. મલાયા શાખાના ક્રિયાશીલ જ્વાળામુખી – સુંદા હારમાળા – ને જો ઉત્તર તરફ લંબાવવામાં આવે તો આ વિસ્તારના થોડા સુપ્ત અથવા મૃત જ્વાળામુખી સાથે જોડાઈ જાય. આંદામાન ટાપુઓની પૂર્વમાં 12° 15´…
વધુ વાંચો >દરિયાઈ અતિક્રમણ
દરિયાઈ અતિક્રમણ : જ્યારે સમુદ્રજળ-સપાટી ઊંચી જાય કે સમુદ્ર નજીકની ભૂમિનું ક્રમશ: અધોગમન થતાં ભૂમિસપાટી નીચી જાય ત્યારે ભૂમિ તરફ દરિયાઈ વિસ્તરણ થાય તે ઘટનાને દરિયાઈ અતિક્રમણ કહેવાય. પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધીના કાળગાળાના સંદર્ભમાં ભૂસ્તરીય ર્દષ્ટિએ જોતાં અતિક્રમણનો સમયગાળો તો ઘણો નાનો ગણાય, તેમ છતાં આ ક્રિયા થતાં ભૂમિનો વિશાળ…
વધુ વાંચો >દરિયાઈ આડ અને અનુપ્રસ્થ આડ
દરિયાઈ આડ અને અનુપ્રસ્થ આડ (bars and spits) : (1) નદી, સરોવર કે સમુદ્રના તટ પરનો કે તેમના કિનારા નજીકના તળભાગ પરનો અથવા નદીમુખ પરના જળમાર્ગમાં વહાણવટા માટે અવરોધરૂપ બનતો રેતી, ગ્રૅવલ (નાના ગોળાશ્મ) કે કાંપનો જથ્થો. (2) મોજાં અને પ્રવાહો દ્વારા નજીકના સમુદ્રતળ ઉપર રેતી અને ગ્રૅવલની જમાવટથી રચાયેલી,…
વધુ વાંચો >દરિયાઈ નિક્ષેપો
દરિયાઈ નિક્ષેપો (marine deposits) : સમુદ્ર કે મહાસાગર તળ પર રચાતા નિક્ષેપો. ખનિજો, સેન્દ્રિય અવશેષો કે ખડકસ્તરોની જમાવટથી દરિયાઈ તળ પર રચાતો દ્રવ્યજથ્થો. દરિયાઈ નિક્ષેપોની લાક્ષણિકતા અને બંધારણમાં જોવા મળતી વિવિધતાનો આધાર ભૂમિથી અંતર, સમુદ્રતળની ઊંડાઈ, સ્રોતપ્રાપ્તિનો પ્રકાર તથા તેમાં થતા રહેતા ફેરફારો અને પ્રવર્તમાન પર્યાવરણનાં ભૌતિક-રાસાયણિક-જૈવિક લક્ષણો પર રહેલો…
વધુ વાંચો >દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર
દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર (marine geology) દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર એટલે સમુદ્ર-મહાસાગરોના તળ પરનાં ભૂસ્તરલક્ષણોનો અભ્યાસ. પૃથ્વીની સપાટીનો 70 ટકાથી વધુ ભાગ દરિયાઈ જળથી આવરી લેવાયેલો છે. મહાસાગરના કુલ વિસ્તાર (361 × 106 ચોકિમી.) પૈકી 300 × 106 ચોકિમી. જેટલો ભાગ ઊંડાં સમુદ્રતળ આવરી લે છે, બાકીનો 61 x 106 ચોકિમી.નો ભાગ જળ નીચેની ખંડીય…
વધુ વાંચો >દરિયાકિનારો
દરિયાકિનારો : દરિયાનાં જળ અને ભૂમિ વચ્ચેની સરહદ બનાવતી કિનારા-રેખા. અચોક્કસ પહોળાઈની (સ્થાનભેદે થોડાક કે અનેક કિલોમીટર પહોળાઈની) ભૂમિપટ્ટી કે જે જળકિનારા-રેખાથી ભૂમિ તરફ વિસ્તરેલી હોય તેમજ જળલક્ષણોમાંથી પાર્થિવ લક્ષણોમાં શરૂ થતા પ્રાથમિક ફેરફારો લાવી મૂકે તેને દરિયાકિનારાપટ્ટી કહેવાય. જો દરિયાનું તળ ઊર્ધ્વગમન પામતું જાય તો ભૂમિ દરિયા તરફ વિસ્તરે.…
વધુ વાંચો >દાબ
દાબ : જુઓ, દાબખનિજો.
વધુ વાંચો >દાબખનિજો
દાબખનિજો (stress minerals) : વિકૃતીકરણ થવા માટેના સંજોગો (ઓછાવત્તા પ્રમાણમાં પ્રતિબળ–stress–ની હાજરી હોય એવા સંજોગો) હેઠળ તૈયાર થતાં ખનિજો ક્લોરાઇટ, ક્લોરિટૉઇડ, શંખજીરું, આલ્બાઇટ, એપિડોટ, એમ્ફિબોલ ખનિજો અને કાયનાઇટ જેવાં ખનિજો. આ પ્રકારનાં ખનિજો વિરૂપણ-પ્રતિબળ (shearing stress) દ્વારા તૈયાર થતા વિકૃત ખડકોમાં બનતાં હોય છે. એવું ધારવામાં આવેલું છે કે પ્રતિબળની…
વધુ વાંચો >