Geology
ઑનિક્સ
ઑનિક્સ : સિલિકાવર્ગની અતિસૂક્ષ્મ સ્ફટિકમય કૅલ્સિડોની ખનિજનો એક પ્રકાર. તેનું રાસાયણિક બંધારણ SiO2 છે. ઑનિક્સમાં સફેદ અને રાખોડી કે કથ્થાઈ પટ્ટા હોય છે, જે નિયમિત ગોઠવાયેલા હોય છે. આ લક્ષણને કારણે ઑનિક્સ અર્ધકીમતી ખનિજ તરીકે ઝવેરાતમાં વપરાય છે. પ્રા. સ્થિ. – જ્વાળામુખી ખડકોનાં કોટરોમાં અને કોંગ્લૉમરેટ જળકૃત ખડકોમાં. તૃતીય જીવયુગના…
વધુ વાંચો >ઓપેલ
ઓપેલ : સિલિકાવર્ગનું એક ખનિજ. રા. બં. – SiO2.nH2O; સ્ફ. વ. – અસ્ફટિક; સ્વ. – સામાન્યત: દ્રાક્ષના ઝૂમખાસમ, મૂત્રપિંડાકાર, કલિલસ્વરૂપ, અધોગામી સ્તંભ કે દળદાર; રં. – રંગવિહીન, સફેદ, વાદળી પડતો સફેદ, પીળો, લાલાશ પડતો કથ્થાઈ, કથ્થાઈ, નારંગી, લીલો, વાદળી, રાખોડીથી કાળો. તે અનેકરંગિતા બતાવે છે; ચ. કાચમય, રાળમય, મૌક્તિક, મીણસમ;…
વધુ વાંચો >ઑપ્ટિક અક્ષ
ઑપ્ટિક અક્ષ (પ્રકાશીય અક્ષ) : અસાવર્તિક (anisotropic) ખનિજોમાં રહેલી સ્પંદનદિશા (axis), જ્યાં દ્વિવક્રીભવનાંકની ક્રિયા બનતી નથી. આ સ્પંદનદિશામાં સામાન્ય અને અસામાન્ય કિરણો એક જ ગતિથી પસાર થાય છે. ટેટ્રાગોનલ અને હેક્ઝાગોનલ સ્ફટિકવર્ગની ખનિજોમાં એક જ પ્રકાશીય અક્ષ હોય છે અને તે ખનિજો એકાક્ષી ખનિજો તરીકે ઓળખાય છે. એકાક્ષી ખનિજોમાં પ્રકાશીય…
વધુ વાંચો >ઑફિટિક કણરચના
ઑફિટિક કણરચના (ophitic texture) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી પોઇકિલિટિક કણરચનાનો લાક્ષણિક પ્રકાર. તેમાં પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારની લંબચોરસ આકારની પૂર્ણ કે અપૂર્ણ પાસાદાર સ્ફટિક-તકતીઓ પાયરોક્સીન (મોટેભાગે ઑગાઇટ) સ્ફટિકોમાં જડાયેલી હોય છે. આ પ્રકારની કણરચના વિશેષત: ડોલેરાઇટ કે ડાયાબેઝમાં જોવા મળતી હોવાથી તે ખડકોની પરખ માટે લાક્ષણિક કસોટીસમ બની રહે છે. ઑફિટિકને…
વધુ વાંચો >ઓબ્રા બંધ
ઓબ્રા બંધ : ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના રૉબટર્સગંજ તાલુકાના ઓબ્રા ગામ (250 0′ ઉ. અ. અને 820 05′ પૂ. રે.) નજીક રિહાન્ડ નદી પર આવેલો (રિહાન્ડ બંધનો) સહાયકારી બંધ. આ બંધ માટી/ખડક પૂરણી દ્વારા બનાવવામાં આવેલો છે. રિહાન્ડ બંધમાંથી છોડવામાં આવતા જળમાંથી તેનું જળાશય ભરાય છે. તે રિહાન્ડ બંધથી ૩2…
વધુ વાંચો >ઑબ્સિડિયન
ઑબ્સિડિયન (obsidian) : એક પ્રકારનો જ્વાળામુખીજન્ય ખડક. ઑબ્સિડિયન એ જ્વાળામુખીજન્ય કુદરતી કાચ માટે અપાયેલ જૂનું નામ છે. મોટાભાગના ઑબ્સિડિયન કાળા રંગના હોય છે, તેમ છતાં લાલ, લીલા કે કથ્થાઈ ઑબ્સિડિયન પણ મળી આવે છે. ક્યારેક તે પટ્ટીરચનાવાળા પણ હોય છે. તેમનો ચળકાટ કાચમય અને ભંગસપાટી (પ્રભંગ) કમાનાકાર – વલયાકાર હોય…
વધુ વાંચો >ઑર્ડોવિસિયન રચના
ઑર્ડોવિસિયન રચના (Ordovician System) : ભૂસ્તરીય કાળગણનાક્રમ મુજબ પ્રથમ જીવયુગની છ ખડકરચનાઓ પૈકીની દ્વિતીય ક્રમે આવતી રચના. આ રચના તૈયાર થવા માટેનો સમયગાળો એટલે ઑર્ડોવિસિયન કાળ. ભૂસ્તરીય ઇતિહાસના અતીતમાં ગણતરી મૂકતાં 6.5 કરોડ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલો ઑર્ડોવિસિયન કાળ આજથી 50 કરોડ વર્ષ પૂર્વે શરૂ થયેલો અને 43.5…
વધુ વાંચો >ઑર્થોક્લેઝ
ઑર્થોક્લેઝ : આલ્કલી ફેલ્સ્પાર વર્ગનું માટીઉદ્યોગ(pottery)નું ઉપયોગી ખનિજ. રા.બં. – KALSi3O8, કેટલીક વખત Kને સ્થાને Naની પુરવણી; સ્ફ. વ. – મૉનોક્લિનિક; સ્વ. – પ્રિઝમ, પિનેકોઇડ અને હેમિઓર્થોડોમથી બંધાયેલા સ્ફટિકો સામાન્ય. દાણાદાર કે પટ્ટાદાર સંરચનાવાળા કે જથ્થામય. સાદી કે અંતર્ભેદિત યુગ્મતા. કાલ્સબાડ, બેવેનો અને માનેબાક મુખ્ય યુગ્મતા પ્રકાર; રં. – રંગવિહીન,…
વધુ વાંચો >ઑર્થોનાઇસ
ઑર્થોનાઇસ – ઑર્થોશિસ્ટ (orthogneiss – orthoschist) : વિકૃત ખડકોના પ્રકારો. પૂર્વ અસ્તિત્વ ધરાવતા અગ્નિકૃત ખડકો પર થતી વિકૃત પ્રક્રિયાની અસરો દરમિયાન તેમાં ખનિજીય, રાસાયણિક તેમજ કણરચનાત્મક ફેરફારો થાય છે. આર્કિયન રચના તરીકે ઓળખાતી ભારતની ખડકરચનામાં આ ખડકપ્રકારો મળી આવે છે. વ્રિજવિહારી દીનાનાથ દવે
વધુ વાંચો >ઑર્થોરહોમ્બિક વર્ગ
ઑર્થોરહોમ્બિક વર્ગ (orthorhombic system) : સ્ફટિકરૂપ પદાર્થો(ખનિજ વગેરે)ના છ સ્ફટિકવર્ગો પૈકીનો એક. આ સ્ફટિકવર્ગમાં સમાવિષ્ટ તમામ ખનિજ સ્ફટિકોમાં ત્રણ અસમાન લંબાઈના a, b, c સ્ફટિક અક્ષ હોય છે; તે અરસપરસ 900ને ખૂણે છેદે છે. સ્ફટિકની આગળથી પાછળ જતો અક્ષ ‘a’ નામથી અને (કેટલાક અપવાદ સિવાય) ટૂંકો હોવાથી ‘brachy’ તરીકે ઓળખાય…
વધુ વાંચો >