Geography
ઝાગ્રોસ પર્વતમાળા
ઝાગ્રોસ પર્વતમાળા : ઈરાનની નૈર્ઋત્યે આવેલી પર્વતશૃંખલાઓ. ભૌગોલિક સ્થાન : 32o 40’ ઉ. અ. અને 47o 00’ પૂ. રે. તેની લંબાઈ આશરે 1100 કિમી. અને પહોળાઈ વધુમાં વધુ 32o કિમી. છે. તે દક્ષિણ અને પૂર્વ તરફ ટર્કી અને આર્મેનિયાની સરહદોની પાર પર્શિયાના અખાત સુધી કમાનના આકારે વિસ્તરે છે. તે પ્રદેશમાં…
વધુ વાંચો >ઝાબુઆ
ઝાબુઆ : મધ્યપ્રદેશનો જિલ્લો અને જિલ્લાનું વહીવટી મથક. સમુદ્રસપાટીથી 428 મી. ઊંચાઈ પરના આ જિલ્લાનો કુલ વિસ્તાર 6782 ચોકિમી. છે. તેની વાયવ્યે રાજસ્થાનની સરહદ, ઈશાન તથા પૂર્વમાં અનુક્રમે રતલામ તથા ધાર જિલ્લાઓ, દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા પશ્ચિમે ગુજરાત રાજ્યની સરહદ આવેલાં છે. જિલ્લાની કુલ વસ્તી 10,24,091 (2011) છે. સાક્ષરતાનું પ્રમાણ…
વધુ વાંચો >ઝામ્બિયા
ઝામ્બિયા (Zambia) : પૂર્વ મધ્ય આફ્રિકાનું સ્વતંત્ર રાજ્ય. ભૌગોલિક સ્થાન : 14° 30´ દ. અ. અને 27° 30´ પૂ. રે.. અગાઉ તે ઉત્તર રોડેશિયા તરીકે ઓળખાતું હતું. ટાંગાનિકા સરોવરથી નામિબિયાની કેપ્રીવી પટ્ટી સુધી વિસ્તરેલા આ દેશના અગ્નિખૂણે ટાન્ઝાનિયા, પશ્ચિમ અને ઉત્તરે કૉંગો પ્રજાસત્તાક, પશ્ચિમે ઍંગોલા, નૈર્ઋત્ય ખૂણે કેપ્રીવી પટ્ટી અને…
વધુ વાંચો >ઝામ્બેઝી
ઝામ્બેઝી : આફ્રિકાની ચોથા નંબરની લાંબી નદી. ભૌગોલિક સ્થાન : 18° 55´ દ. અ. અને 36° 04´ પૂ. રે. લંબાઈ 2655 કિમી. ઝામ્બિયાના વાયવ્ય ખૂણે આવેલા 1460 મી. ઊંચા ઉચ્ચપ્રદેશની કાલેની ટેકરીમાંથી ઉદભવ. સ્રાવક્ષેત્ર 12 કે 13 લાખ ચોકિમી. ઉષ્ણકટિબંધના પ્રદેશમાંથી વહીને અગોલા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે તથા મોઝામ્બિક રાજ્યોમાંથી પસાર થઈને…
વધુ વાંચો >ઝારખંડ
ઝારખંડ : ભારતના છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 23 35´ ઉ. અ. અને 85 33´ પૂ. રે.ની આજુબાજુ આવેલું છે. આ રાજ્યની ઉત્તરે બિહાર, ઈશાને ગંગાનદી, પૂર્વે પં. બંગાળ, દક્ષિણે ઓડિશા, પશ્ચિમે છત્તીસગઢ અને વાયવ્યે ઉત્તરપ્રદેશ રાજ્યની સીમા આવેલી છે. જેની લંબાઈ 380 કિમી. અને પહોળાઈ 463 કિમી. છે. વિસ્તાર…
વધુ વાંચો >ઝાલાવાડ
ઝાલાવાડ : રાજસ્થાનના 33 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લામથક. તે પૂર્વ રાજસ્થાનમાં મધ્યપ્રદેશની સરહદે આવેલ છે. તેની પૂર્વ દિશાએ રાજસ્થાનનો બરન જિલ્લો અને મધ્યપ્રદેશનો ગુના જિલ્લો, દક્ષિણે મધ્યપ્રદેશનો રતલામ જિલ્લો, ઉત્તર દિશાએ રાજસ્થાનનો કોટા જિલ્લો અને પશ્ચિમે મધ્યપ્રદેશનો મંદસોર જિલ્લો આવેલા છે. આમ ઝાલાવાડની ત્રણ બાજુએ મધ્યપ્રદેશના જિલ્લાઓ આવેલા…
વધુ વાંચો >ઝાંઝીબાર
ઝાંઝીબાર : આફ્રિકાના પૂર્વ કિનારે આવેલ તાન્ઝાનિયા પ્રજાસત્તાકનો એક પ્રદેશ. ઝાંઝીબાર, પેમ્બા અને કેટલાક નાના ટાપુઓનો બનેલો છે. ઝાંઝીબારનો ટાપુ આફ્રિકાની મુખ્ય ભૂમિથી 32 કિમી. દૂર 6° દ. અ. અને 40° પૂ. રે. ઉપર દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુનું ક્ષેત્રફળ 2643 ચોકિમી. છે. પેમ્બા ટાપુ ઈશાન ખૂણે…
વધુ વાંચો >ઝાંસી
ઝાંસી : ઉત્તરપ્રદેશના 74 જિલ્લા પૈકીનો જિલ્લો અને જિલ્લામથક. જિલ્લાનું ક્ષેત્રફળ 5024 ચોકિમી. છે. આ જિલ્લાની ઈશાન તરફ ઉત્તરપ્રદેશનો હમીરપુર જિલ્લો અને ધસાન નદી, પશ્ચિમે રાજસ્થાન, ઉત્તરે જાલોન જિલ્લો, અગ્નિ તરફ મહોબા જિલ્લો અને દક્ષિણે લલિતપુર ને મધ્યપ્રદેશનો વિસ્તાર આવેલો છે. આ જિલ્લો સાંકડી લાંબી પટ્ટી રૂપે વાંકોચૂકો આવેલો છે.…
વધુ વાંચો >ઝિનાન
ઝિનાન (Jinan) : પૂર્વ ચીનના શાન્ડોંગ પ્રાંતનું પાટનગર. તેના નામની જોડણી Tsinan તથા Chinan તરીકે પણ કરવામાં આવે છે. તે 36° 41´ ઉ. અક્ષાંશવૃત્ત અને 117° 00´ પૂ. રેખાંશવૃત્ત પર તાઇશાન પર્વતો અને હોઆંગહો નદી(પીળી નદી)ના હેઠવાસના ખીણપ્રદેશ વચ્ચે આવેલું છે. નગર ઈ. સ. પૂ. આઠ સદી જેટલું પ્રાચીન છે…
વધુ વાંચો >ઝિમ્બાબ્વે
ઝિમ્બાબ્વે : દક્ષિણ આફ્રિકાની ઉત્તર સરહદે આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 20° દ. અ. અને 30° પૂ. રે. તેના પર બ્રિટિશ શાસન હતું ત્યારે તે દક્ષિણ રોડેશિયા તરીકે ઓળખાતું હતું. આ પ્રદેશના શોધક સેસિલ રોડ્ઝના નામ ઉપરથી તેનું નામ રોડેશિયા રખાયું હતું. આઝાદી (1980) બાદ આ દેશ ઝિમ્બાબ્વે તરીકે…
વધુ વાંચો >