Geography

ગ્રેટ બેયર સરોવર

ગ્રેટ બેયર સરોવર : કૅનેડાની ઈશાને આવેલા યુકોન રાજ્યમાં આવેલું સરોવર. 66.5° ઉ. અક્ષાંશ (ઉત્તર ધ્રુવવૃત્ત) સરોવરના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. આ પ્રદેશમાં એવું જ મોટું બીજું સરોવર ગ્રેટ સ્લેવ પણ આવેલું છે. ગ્રેટ બેયર સરોવર 65° ઉ. અ.થી 67° ઉ. અક્ષાંશ અને 117° પ. રેખાંશથી 123° પ. રેખાંશ…

વધુ વાંચો >

ગ્રેટ વિક્ટોરિયન રણ

ગ્રેટ વિક્ટોરિયન રણ : ઑસ્ટ્રેલિયાની મધ્યમાં નૈર્ઋત્ય ખૂણામાં અનેક નાનામોટા રણપ્રદેશોમાં છેક દક્ષિણે આવેલું રણ. સાગરકિનારાની નિકટતા તેમજ નલારબૉર મેદાનની નજીક તેના સ્થાનને કારણે તેનું મહત્વ વધ્યું છે. વળી સિડની-પર્થ રેલમાર્ગ નજીકમાંથી પસાર થતાં તેની અગત્ય વધી છે. તેની નજીકમાં (કાલગુર્લી-કુલગાર્ડીનાં) સુવર્ણક્ષેત્રો આવેલાં છે. લેવર્ટન રેલવે-સ્ટેશનથી આ રણની ભૂમિનો પ્રારંભ…

વધુ વાંચો >

ગ્રેટ સૅન્ડી રણ

ગ્રેટ સૅન્ડી રણ : ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગમાં આવેલો રણપ્રદેશ. તે નામ પ્રમાણે ગુણ ધરાવે છે. સાગરકિનારાની નિકટતા તેમજ નજીકમાંથી વહેતી ફિટ્ઝરોય નદીને કારણે અહીં માનવવસ્તી અલ્પ માત્રામાં વસે છે. આ રણના પશ્ચિમ છેડે પિલબારા અને મારબલબારનાં સુવર્ણક્ષેત્રો આવેલાં છે. પોર્ટહેડલૅન્ડ આ વિશાળ રણમાં પ્રવેશવાનું દ્વાર છે. ગ્રેટ સૅન્ડી રણની પ્રતિકૂળ…

વધુ વાંચો >

ગ્રેનેડા (Grenada)

ગ્રેનેડા (Grenada) : વિન્ડવર્ડ ટાપુઓના ભાગરૂપ, દક્ષિણ અમેરિકાથી 150 કિમી. દૂર આવેલ સ્વતંત્ર રાજ્ય. ભૌગોલિક સ્થાન : 12° 05´ ઉ. અ. અને 61° 40´ પ. રે.. તે કૅરિબિયન સમુદ્રમાં આવેલા ગ્રેનેડાના મુખ્ય ટાપુ અને કેરિયાકૂ અને પેટી માર્ટિનીક નામના બે નાના ટાપુઓનું બનેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 344 ચોકિમી. છે,…

વધુ વાંચો >

ગ્રેનેડા 2  (Granada 2)

ગ્રેનેડા 2  (Granada 2) : નિકારાગુઆની નૈર્ઋત્યે આ જ નામ ધરાવતા જિલ્લાનું પાટનગર. ઈ. સ. 1523માં સ્થપાયેલ આ શહેર નિકારાગુઆમાં સૌથી જૂનું છે. અહીં સ્પૅનિશ સ્થાપત્યપદ્ધતિથી બંધાયેલાં પ્રાચીન મકાનો અને દેવળો છે. અહીંની વસ્તી 1.13 લાખ (2020) છે. શિવપ્રસાદ રાજગોર

વધુ વાંચો >

ગ્રેનેડા 3 (Granada 3)

ગ્રેનેડા 3 (Granada 3) : સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું પાટનગર. અગાઉના સમયમાં અરબી ભાષામાં તે ‘ગરનાતા’ તરીકે ઓળખાતું હતું. આ શહેર 37° 10´ ઉ. અ. અને 3° 36´ પ. રે.ની આજુબાજુનો 88 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સમુદ્ર-સપાટીથી 738 મીટરની ઊંચાઈએ વસેલું આ…

વધુ વાંચો >

ગ્રેબન

ગ્રેબન : એક પ્રકારનું ગર્ત અથવા થાળું. બે સમાંતર સ્તરભંગો વચ્ચેનો અવતલન પામેલો ભૂમિભાગ. આવા ભૂમિભાગની લંબાઈનું પરિમાણ તેની પહોળાઈ કરતાં ઘણું વધારે હોઈ શકે છે. ફાટખીણને પણ ગ્રેબન તરીકે ઘટાવાય છે; દા.ત., રાઇન નદીનો વિસ્તાર વોસજીસ અને બ્લૅક ફૉરેસ્ટ પર્વત વચ્ચે અવતલન પામેલો છે. આફ્રિકાની ફાટખીણ પણ ગ્રેબન તરીકે…

વધુ વાંચો >

ગ્રૅમ્પિયન પર્વતમાળા

ગ્રૅમ્પિયન પર્વતમાળા : સ્કૉટલૅન્ડની મુખ્ય પર્વતમાળા. 56° ઉ. અક્ષાંશ તેમજ 2° પ. રેખાંશથી 6° પ. રેખાંશ વચ્ચે આવેલ છે. આ પર્વતમાળા નૈર્ઋત્યથી ઈશાન બાજુએ 241.35 કિમી. સુધી વિસ્તરેલી છે. આ પ્રાચીન પર્વતશ્રેણી નાઇસ, શિસ્ટ અને સ્લેટ ખડકોના પ્રકારથી બનેલી છે. આ પર્વતમાળા પર બહુ લાંબા કાળ સુધી બરફનું આવરણ હતું,…

વધુ વાંચો >

ગ્લોબલ વૉર્મિંગ

ગ્લોબલ વૉર્મિંગ : જુઓ વૈશ્વિક તાપમાન

વધુ વાંચો >

ગ્વાઉરા

ગ્વાઉરા : દ. અમેરિકા ભૂખંડના પરાગ્વે દેશનો એક વહીવટી વિભાગ. તે દેશના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો છે. તે લગભગ 3,202 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. આ પ્રાંતનું વહીવટી મથક વિલારિકા (Villarrica) છે. વસ્તી 81,752 (2024). આ પ્રદેશનું ભૂપૃષ્ઠ સમુદ્રસપાટીથી લગભગ 200થી 500 મી.ની ઊંચાઈ પર આવેલું છે. પરાગ્વેના મધ્ય ભાગમાં થઈને મકરવૃત્ત…

વધુ વાંચો >