Geography
ગિલગિટ
ગિલગિટ : કાશ્મીર રાજ્યનો પણ હાલ પાકિસ્તાન હસ્તકનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 35° 55´ અને 74° 18´ પૂ. રે.. તે કહેવાતા આઝાદ કાશ્મીરનો ભાગ છે. તેના ગિલગિટ એજન્સી અને ગિલગિટનું દેશી રાજ્ય (વજીરાત) એવા બે ભાગ છે. એજન્સીનો વિસ્તાર 39,326 ચોકિમી. છે. વસ્તી આશરે 2.1 મિલિયન (2023). ગિલગિટની દક્ષિણે સિંધુ…
વધુ વાંચો >ગીર
ગીર : મિશ્ર પર્ણપાતી વૃક્ષો અને સિંહની વસ્તી ધરાવતું, 20° 40´થી 21° 50´ ઉ. અ. અને 70° 50´થી 70° 15´ પૂ. રે. વચ્ચે આવેલું જંગલ. આ જંગલ જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વહેંચાયેલું છે. ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં તે વાલાકગીર તરીકે ઓળખાય છે. અમરેલી જિલ્લામાં ધારી અને ખાંભા તાલુકાઓમાં તેનો…
વધુ વાંચો >ગીર સોમનાથ
ગીર સોમનાથ : જૂનાગઢ જિલ્લાનું વિભાજન કરીને નવો બનાવાયેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 20 53´ ઉ. અ. અને 70 36´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેનો વિસ્તાર 3,755 ચો.કિમી. છે. આ જિલ્લાની ઉત્તરે અને પશ્ચિમે જૂનાગઢ જિલ્લો, પૂર્વે અમરેલી જિલ્લો અને દક્ષિણે અરબસાગર સીમા રૂપે આવેલ…
વધુ વાંચો >ગુઆહાટી
ગુઆહાટી : આસામ રાજ્યનું મહત્વનું નગર. ભૌગોલિક સ્થાન : 26° 10´ ઉ. અ. અને 91° 45´ પૂ. રે.. આસામનું પાટનગર ભલે દિસપુર હોય; પરંતુ તેનું રાજકીય પાટનગર ગુઆહાટી છે, જ્યાં તેની વડી અદાલતનું મથક છે. ગુઆહાટીનું જૂનું નામ પ્રાગજ્યોતિષપુર હતું. બ્રહ્મપુત્ર નદીને કિનારે વસેલું આસામનું આ સૌથી મોટું શહેર છે.…
વધુ વાંચો >ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)
ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…
વધુ વાંચો >ગુજરાત ભૂગોળ મંડળ
ગુજરાત ભૂગોળ મંડળ : ગુજરાત ભૂગોળ મંડળ (ગુજરાત જિયોગ્રાફિકલ ઍસોસિયેશન – GGA) ગુજરાતના ભૂગોળશાસ્ત્રીઓની એક નોંધાયેલ વ્યાવસાયિક સંસ્થા. જેની સ્થાપના સન 1984માં સ્વર્ગસ્થ પ્રોફેસર અંબુભાઈ દેસાઈ, વી. જી. દલાલ, એન. જી. પરીખ, કે. જે. પટેલ(ગાંધીનગર), પ્રાધ્યાપક ડૉ. અંજના દેસાઈ, કે. એન. જસાણી અને ડૉ. કે. એમ. કુલકર્ણીના અથાગ પ્રયત્નોથી નિર્માણ…
વધુ વાંચો >ગુડિયાટ્ટમ
ગુડિયાટ્ટમ : તામિલનાડુ રાજ્યની છેક ઉત્તર સીમા પાસે વેલ્લોર જિલ્લામાં આશરે 12° 58´ ઉ. અક્ષાંશવૃત્ત અને 78° 53´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું શહેર. તે ચેન્નાઈ શહેરથી લગભગ 170 કિમી. દૂર પશ્ચિમમાં સમુદ્રસપાટીથી આશરે 150થી 300 મી. ઊંચાઈ ધરાવતા પ્રદેશમાં આવેલું સ્થાનિક બજારકેન્દ્ર છે. તેની દક્ષિણેથી પાલાર નદી પશ્ચિમથી પૂર્વ તરફ…
વધુ વાંચો >ગુના (Guna)
ગુના (Guna) : મધ્યપ્રદેશના ગ્વાલિયર વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 24° 30´ ઉ. અ. અને 77° 30´ પૂ. રે.ની આજુબાજુનો 11,065 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ શિવપુરી, પૂર્વ તરફ ઝાંસી (ઉ. પ્ર.), સાગર અને દક્ષિણે વિદિશા જિલ્લા…
વધુ વાંચો >ગુમલા (Gumla)
ગુમલા (Gumla) : ઝારખંડ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 03´ ઉ. અ. અને 84° 33´ પૂ.રે.ની આજુબાજુનો 5,321 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પાલામૌ અને લોહરદગા જિલ્લા, પૂર્વ તરફ રાંચી અને પશ્ચિમ સિંગભૂમનો થોડોક ભાગ, દક્ષિણ…
વધુ વાંચો >ગુરગાંવ (Gurgaon)
ગુરગાંવ (Gurgaon) : હરિયાણા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તેની ઉત્તરે રોહતક જિલ્લો અને દિલ્હીનો રાષ્ટ્રીય પાટનગર વિસ્તાર, પૂર્વ તરફ ફરીદાબાદ જિલ્લો, દક્ષિણ તરફ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોની સીમા તથા પશ્ચિમ તરફ રાજસ્થાનની સીમા અને રેવાડી જિલ્લો આવેલાં છે. જિલ્લામથક જિલ્લાના ઉત્તર છેડા…
વધુ વાંચો >