Geography
ગદગ
ગદગ : દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના ધારવાડ જિલ્લાનું પ્રાચીન નગર. મહાભારતકાળના જનમેજયે આ નગર બંધાવ્યું હોવાનું મનાય છે. ગદગ 15° 25’ ઉ. અ. તથા 75° 38’ પૂ. રે. પર આવેલું છે. મુંબઈથી અગ્નિ દિશામાં લગભગ 482 કિમી. દૂર છે. તે ગુંટકલ-હૂબલી રેલવે પરનું જંક્શન છે. આ નગર દશમી શતાબ્દી(ઈ. સ.)થી…
વધુ વાંચો >ગયા
ગયા : બિહાર રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 50’ ઉ. અ. અને 84° 50’ પૂ. રે.ની આજુબાજુનો 4941 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ જહાનાબાદ અને નાલંદા જિલ્લા, પૂર્વ તરફ નવાડા જિલ્લો, દક્ષિણ તરફ હઝારીબાગ, ચત્રા…
વધુ વાંચો >ગરનાતા
ગરનાતા : સ્પેન કે ઉન્દુલુસમાં આવેલ પ્રાચીન રાજ્ય. વર્તમાન સ્પેનના એક સૂબા ગરનાતાનું પાટનગર આ જ નામે જાણીતું છે. સમુદ્રસપાટીથી 550 મી.ની ઊંચાઈએ આવેલું રમણીય શહેર છે. તે 42° ઉ. અ. અને 4° પૂ. રે. ઉપર આવેલું છે. હદ્દારા તથા શુનીબ નદીઓની વચ્ચે આવેલો આ ફળદ્રુપ પ્રદેશ ખેતીવાડી, ફળફૂલ અને…
વધુ વાંચો >ગર્ત (થાળું)
ગર્ત (થાળું) (depression) : સામાન્યત: ભૂપૃષ્ઠના સમતલ સપાટ વિસ્તાર કે પર્વતોના ઊંચાણવાળા વિસ્તારની વચ્ચે તૈયાર થયેલો છીછરો કે ઊંડો તેમજ નાનામોટા કદવાળો નીચાણવાળો ભાગ. મોટે ભાગે આવા નિચાણવાળા ભાગ પાણીથી ભરાયેલા હોય છે, તેમ છતાં પૃથ્વીના પટ પર એવા ઘણા ગર્ત છે જે નદીજન્ય કાંપથી ભરાઈ જવાથી મેદાનો બની ગયાં…
વધુ વાંચો >ગળતેશ્વર (1)
ગળતેશ્વર (1) : ગુજરાત રાજ્યમાં સરનાલ (તા. ઠાસરા, જિ. ખેડા) ગામની સીમમાં ગામથી લગભગ દોઢ કિમી. દૂર ગલતી નદી અને મહીસાગરના સંગમસ્થાને આવેલું મહાદેવનું પ્રાચીન મંદિર. કહેવાય છે કે આ સ્થાને પ્રાચીન કાળમાં ગાલવ ઋષિનો આશ્રમ હતો. આ મંદિર પુરાતત્વખાતાનું રક્ષિત સ્મારક છે. ચાલુક્યકાળમાં લગભગ દશમી સદીમાં બંધાયેલ આ શિવાલયની…
વધુ વાંચો >ગળતેશ્વર (2)
ગળતેશ્વર (2) : ગુજરાત રાજ્યમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં પ્રાંતિજથી 4 કિમી. દૂર ગલસેરા ગામે સાબરમતીના કિનારે આવેલું મંદિર. અહીં શંકરનું મંદિર છે. સાબરકાંઠા ગૅઝેટિયરમાં જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે જોવા મળતા ગોળ લિંગને બદલે અહીં ચોરસ લિંગ છે. આ તેની વિશિષ્ટતા છે. હાલ અહીં લિંગના સ્થળે ખાડો છે અને તેની…
વધુ વાંચો >ગંગા
ગંગા : ભારતની સર્વ નદીઓમાં અત્યંત પવિત્ર મનાતી નદી. હિમાલયમાં આશરે 4062 મીટરની ઊંચાઈએ આવેલી ગંગોત્રી ગ્લેશિયરની ગોમુખ તરીકે ઓળખાતી હિમગુહાથી આરંભી ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં થઈ 2,510 કિલોમીટરનો પ્રવાસ કરતી ગંગા બંગાળના ઉપસાગરને મળે છે. ગંગાના ઉદ્ગમ વિશેની પુરાકથાઓમાં તેનું અત્યંત પાવનત્વ સૂચવાયું છે. ગંગા શબ્દની વ્યુત્પત્તિ પણ આવા…
વધુ વાંચો >ગંગાનગર
ગંગાનગર (Ganganagar) : રાજસ્થાનના ઉત્તર છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 04’થી 30° 06’ ઉ. અ. અને 72° 30’થી 74° 30’ પૂ. રે. વચ્ચેનો 7,944 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પશ્ચિમ તરફ પાકિસ્તાનનો ભાવલપુર જિલ્લો, ઉત્તર અને ઈશાન…
વધુ વાંચો >ગંગાસાગર
ગંગાસાગર : કૉલકાતાથી 96.54 કિમી. દૂર આવેલો મુખત્રિકોણ પ્રદેશ (delta). ભૌગોલિક સ્થાન : 21° 38’ ઉ. અ. અને 88° 95’ પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 388.33 ચોકિમી. છે. તેના પર ગાઢાં જંગલો આવેલાં છે. લોકોક્તિ પ્રમાણે પવિત્ર ગંગાનો આ સ્થળે સાગર સાથે સંગમ થાય છે તેથી આ સ્થળ ગંગાસાગર તરીકે ઓળખાય…
વધુ વાંચો >ગંગોત્રી
ગંગોત્રી : ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લામાં આવેલું પવિત્ર નદી ગંગાનું ઉદ્ગમસ્થાન. તે 31° ઉ. અ. તથા 78° 57’ પૂ. રે. પર આવેલું છે. ત્યાં દર વર્ષે સમગ્ર ભારતમાંથી હજારો યાત્રાળુઓ આવે છે. ગંગોત્રી 4,062 મીટરની ઊંચાઈએ આવેલું છે. ઉત્તરકાશી પહોંચીને ગંગોત્રી જવાય છે. હવે ઉત્તરકાશીથી ઠેઠ ગંગોત્રી સુધી બસમાં જઈ શકાય…
વધુ વાંચો >