Geography
ખિલનમર્ગ
ખિલનમર્ગ : કાશ્મીર પ્રદેશનું વિખ્યાત પર્યટનસ્થળ. ભૌ. સ્થાન આશરે 39° 03’ ઉ.અ. અને 74° 23’ પૂ.રે. શ્રીનગરથી પશ્ચિમે 52 કિમી. તથા ગુલમર્ગથી 6 કિમી.ના અંતરે રાજ્યના બારામુલા જિલ્લામાં તે આવેલું છે. દરિયાની સપાટીથી 3,200 મીટર ઊંચાઈ પર તે વસેલું છે. ગુલમર્ગની ઊંચાઈ કરતાં આ પર્યટનકેન્દ્રની ઊંચાઈ આશરે 610 મીટર વધુ…
વધુ વાંચો >ખીણહિમનદી
ખીણહિમનદી : ખીણમાંથી પસાર થતી હિમનદી. યુરોપના આલ્પ્સ પર્વતોમાં આશરે 2,000 જેટલી ખીણહિમનદીઓ હોવાનું અંદાજવામાં આવ્યું છે. દુનિયાની લાંબામાં લાંબી ખીણહિમનદી અલાસ્કામાં આવેલી છે જે હબ્બાર્ડ હિમનદીના નામથી જાણીતી છે, તેની લંબાઈ આશરે 128.72 કિમી. છે. ખીણહિમનદીઓ હિમાલય પર્વતમાળામાં પણ આવેલી છે. હિમાલયની મોટા ભાગની હિમનદીઓ આ પ્રકારની છે, જેમાંની…
વધુ વાંચો >ખીવ (ચિવા)
ખીવ (ચિવા) : ઉઝબેક પ્રજાસત્તાક રાજ્યના ખોરેઝમ જિલ્લામાં આવેલું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન 41° 22′ ઉ.અ. અને 60° 24′ પૂ.રે. આમુદરિયા નદીની પશ્ચિમે પાલવન નહેરને કાંઠે તે વસેલું છે. તેની દક્ષિણે કારાકુમનું અને ઈશાને કાસિલકુમનું રણ છે. અહીં ખેતી માટે પૂરતો વરસાદ પડતો નથી. પણ સિંચાઈ દ્વારા કપાસની ઘનિષ્ઠ ખેતી…
વધુ વાંચો >ખુલના
ખુલના : બાંગ્લાદેશના પાંચ વિભાગો પૈકીનો એક વિભાગ જિલ્લો અને તે જ નામનું મુખ્ય શહેર. ડિવિઝનનું ક્ષેત્રફળ 22,274 ચોકિમી. અને વસ્તી આશરે બે કરોડ (2020) જેટલી છે. ડિવિઝનમાં સિલ્હટ, કોમિલ્લા, નોઆખલી, ચિતાગોંગ, ચિતાગોંગનો પહાડી વિસ્તાર અને બંદારબન મળીને કુલ 15 જિલ્લા આવેલા છે. સમગ્ર પ્રદેશ હૂગલી અને મેઘના વચ્ચેના ગંગાના…
વધુ વાંચો >ખેડા જિલ્લો
ખેડા જિલ્લો : ગુજરાતના ચરોતર પ્રદેશમાં આવેલો ખેડા જિલ્લો. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 22 45´ ઉ. અ. અને 72 41 ´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 4,219 ચો.કિમી. છે. આ જિલ્લો ઉત્તરે અરાવલી (અરવલ્લી), ઈશાને મહીસાગર, પૂર્વે પંચમહાલ, અગ્નિએ વડોદરા, દક્ષિણે આણંદ, નૈઋત્યે અને પશ્ચિમે…
વધુ વાંચો >ખેરસન (ચેરસન)
ખેરસન (ચેરસન) : દક્ષિણ-મધ્ય યુક્રેનનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું મુખ્ય શહેર અને વહીવટી કેન્દ્ર. ભૌ. સ્થાન : 46o 38′ ઉ. અ. અને 32o 35′ પૂ. રે. યુક્રેનમાં આવેલી નીપર નદીના મુખથી ઉપરવાસ 30 કિમી. દૂર તે આવેલું છે. તે પ્રાચીન ગ્રીક વસાહતને સ્થાને વસ્યા બાદ તેનો…
વધુ વાંચો >ખેરાળુ
ખેરાળુ : મહેસાણા જિલ્લાનો તાલુકો અને તે જ નામનું તાલુકામથક અને નગર. તાલુકાની પૂર્વ સરહદે સાબરમતી નદી અને સાબરકાંઠા જિલ્લો, ઉત્તરે બનાસકાંઠા, પશ્ચિમે સિદ્ધપુર અને વિસનગર તાલુકાઓ અને દક્ષિણે વિજાપુર તાલુકો આવેલા છે. તાલુકાનું ક્ષેત્રફળ 954.8 ચોકિમી. છે અને તેમાં વડનગર અને ખેરાળુ બે શહેરો અને 167 ગામડાં છે. તાલુકાનો…
વધુ વાંચો >ખેરી (લખીમપુર ખેરી)
ખેરી (લખીમપુર ખેરી) : ઉત્તરપ્રદેશમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. ભૌ. સ્થાન : તે 28o 10′ ઉ. અ. અને 80o 40′ પૂ. રે. 7,680 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે નેપાળની સીમા, પૂર્વ તરફ ઘાઘરા નદીથી અલગ પડતો બહરાઈચ જિલ્લો, દક્ષિણ તરફ સીતાપુર અને હરદોઈ જિલ્લા તથા પશ્ચિમ તરફ શાહજહાનપુર અને પીલીભીત જિલ્લા…
વધુ વાંચો >