Geography

એપિયા

એપિયા : દક્ષિણ પૅસિફિક વિસ્તારમાં આવેલા પશ્ચિમ સામોઆ દેશનું પાટનગર, બંદર તથા એકમાત્ર શહેર. માઉન્ટ વાઇઆ(Vaea)ની નજીક ઉપોલુ ટાપુના ઉત્તર કિનારા પર આવેલું આ નગર દેશનું આર્થિક, સામાજિક તથા રાજકીય મથક છે. 1959થી તે દેશનું પાટનગર છે. સામોઆ રાજ્યના મુખ્ય મથક તરીકે ઓગણીસમી સદીની શરૂઆતના ગાળામાં ત્યાં વસવાટ શરૂ થયો…

વધુ વાંચો >

ઍપેલેશિયન પર્વતમાળા

ઍપેલેશિયન પર્વતમાળા : ઉત્તર અમેરિકામાં દ્વિતીય ક્રમે આવતી વિશાળ વિસ્તાર આવરી લેતી પર્વતીય હારમાળા. યુ.એસ. અને કૅનેડામાં આવેલી આ હારમાળા ઈશાનમાં કૅનેડાના ક્વિબેકમાં ગૅસ્પની ભૂશિરથી શરૂ થાય છે અને નૈર્ઋત્યમાં યુ.એસ.ના આલાબામા રાજ્યના બર્મિંગહામ સુધી વિસ્તરેલી છે. તેની લંબાઈ આશરે 2,400 કિમી. જેટલી તથા પહોળાઈ ઉત્તર તરફ 130થી 160 કિમી.…

વધુ વાંચો >

ઍબર્ડીન

ઍબર્ડીન : બ્રિટનના સ્કૉટલૅન્ડના ગ્રોમ્પિયન વિભાગમાં આવેલો જિલ્લો તથા ડી અને ડોન નદીઓના મુખપ્રદેશો વચ્ચે આવેલું બંદર અને શહેર. ભૌ. સ્થાન : 57o 10′ ઉ. અ. અને 2o 04′ પ. રે.. વસ્તી : 2.08 લાખ (2016). જિલ્લાનો વિસ્તાર : 186 ચોકિમી.. આબોહવા : જાન્યુઆરી તાપમાન 3.3o સે., જુલાઈ 13.9o સે.,…

વધુ વાંચો >

એબીસીનિયા

એબીસીનિયા : જુઓ ઈથિયોપિયા.

વધુ વાંચો >

એબોટાબાદ

એબોટાબાદ : પાકિસ્તાનના હઝારા પ્રાંત અને એબોટાબાદ જિલ્લાનું વડું મથક અને વહીવટી કેન્દ્ર. સ્થાન : ઉ. અ. 30o 9′, પૂ. રે. 73o 13′. તે રાવળપિંડીની ઉત્તરે 134 કિમી. દૂર અને દરિયાઈ સપાટીથી 1,256 મી. ઊંચે આવેલું છે. વસ્તી આશરે 1,43,028 (2021). સરેરાશ વાર્ષિક વરસાદ 200 મિમી.. શહેરનું નામ હઝારા જિલ્લાના…

વધુ વાંચો >

ઍમસ્ટરડૅમ

ઍમસ્ટરડૅમ : નેધરલૅન્ડ્ઝની રાજધાની, દેશના વ્યાપાર અને ઉદ્યોગનું પ્રમુખ કેન્દ્ર તથા પૂર્ણ વિકસિત બંદર. ભૌ. સ્થાન : 52o 22′ ઉ. અ. અને 4o 54′ પૂ. રે.. દેશની પશ્ચિમે, ઉત્તર હોલૅન્ડ પ્રાંતમાં, ઉત્તર સમુદ્રની નાની ખાડી પર આ નગર વસેલું છે. શહેરની વચ્ચેથી ઍમસ્ટેલ નદી વહે છે. તેના પર 1270માં બનાવવામાં…

વધુ વાંચો >

ઍમહર્સ્ટ

ઍમહર્સ્ટ : અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યના હૅમ્પશાયર પરગણામાં કનેક્ટિકટ નદીની ખીણમાં આવેલું નગર. ભૌ. સ્થાન : 42o 22′ ઉ. અ. અને 72o 31′ પ. રે.. તે સ્પ્રિંગફીલ્ડથી ઈશાન દિશામાં 35 કિમી.ના અંતરે છે. ત્યાં વસવાટની શરૂઆત 1731માં થઈ હતી. 1759માં તેને જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. 1776માં નગર તરીકે તેની નોંધણી…

વધુ વાંચો >

એમાકુલમ્ (એર્નાકુલમ્)

એમાકુલમ્ (એર્નાકુલમ્) : ભારતની નૈર્ઋત્ય દિશામાં આવેલા દરિયાકાંઠાના કેરળ રાજ્યનો એક જિલ્લો અને શહેર. ભૌગોલિક માહિતી : આ જિલ્લો 9o 47′ ઉ.અ.થી 10o 17′ ઉ. અ. અને 76o 9′ પૂ. રે.થી 76o 47′ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે ત્રિચુર, પૂર્વે ઇડૂકી, દક્ષિણે કોટ્ટાયમ્ તેમજ અલાપૂઝાહ જિલ્લો અને પશ્ચિમે…

વધુ વાંચો >

એમુંડસન અખાત

એમુંડસન અખાત : કૅનેડાના વાયવ્ય પ્રદેશમાં, મૅકેન્ઝી અને ફ્રેન્કલીન જિલ્લાઓ વચ્ચે આવેલો અખાત. આર્કટિક મહાસાગરના બ્યૂફૉર્ટ સમુદ્રની અગ્નિ દિશામાં 400 કિમી. જેટલો વિસ્તરેલો છે. કૅનેડાની ઉત્તરમાં આવેલા બૅન્કસ દ્વીપ તથા મુખ્ય ભૂમિને તે અલગ પાડે છે. બ્રિટિશ સાહસવીર રૉબર્ટ મૅક્લુઅરે 1850માં આ અખાતના પ્રથમ પ્રવાસીઓના જૂથનું નેતૃત્વ કરીને પશ્ચિમ તરફના…

વધુ વાંચો >

એમુંડસન સમુદ્ર

એમુંડસન સમુદ્ર : પૅસિફિક મહાસાગરની દક્ષિણે આવેલ સમુદ્ર. તે 70o દ. અ. થી 75o દ. અ. અને 100oથી 120o પશ્ચિમ રેખાંશ વચ્ચે આવેલો છે. એન્ટાર્ક્ટિકા ખંડના બાયર્ડ લૅન્ડના કાંઠાને તે સ્પર્શે છે. તેની પૂર્વમાં બેલિંગશૉસેન સમુદ્ર તથા પશ્ચિમમાં રૉસ સમુદ્ર આવેલા છે. બાળકૃષ્ણ માધવરાવ મૂળે

વધુ વાંચો >