Geography
મુરવાડા
મુરવાડા : મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન : 23° 05´ ઉ. અ. અને 80° 24´ પૂ. રે.. તે કટની અને સુમરાર નદીઓની વચ્ચે કટની નદીને દક્ષિણ કાંઠે આવેલું છે. તે રેલમાર્ગ પરનું જંક્શન હોવાને કારણે તેની આજુબાજુના વિસ્તાર માટેનું વેપારી મથક બની રહેલું છે. રેલજંક્શન બન્યા પછી તેનો…
વધુ વાંચો >મુરે-ડાર્લિંગ (નદીઓ)
મુરે-ડાર્લિંગ (નદીઓ) : ઑસ્ટ્રેલિયા ખંડની મુખ્ય નદીરચના (river system). મુરે : તે ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા તથા સાઉથ ઑસ્ટ્રેલિયા રાજ્યોમાં થઈને વહે છે, અને ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા રાજ્યો વચ્ચેની સરહદ રચે છે. તેનો જળસ્રાવ-વિસ્તાર 10,56,720 ચોકિમી. જેટલો છે, જે સમગ્ર ઑસ્ટ્રેલિયા ખંડના કુલ વિસ્તારના આશરે સાતમા ભાગ જેટલો…
વધુ વાંચો >મુર્શિદાબાદ (જિલ્લો)
મુર્શિદાબાદ (જિલ્લો) : પશ્ચિમ બંગાળ રાજ્યનો મધ્ય પૂર્વમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 43´થી 24° 50´ ઉ. અ. અને 87° 49´થી 88° 46´ પૂ. રે. વચ્ચેનો 5,324 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ઉત્તર તરફ તે ગંગા નદી દ્વારા માલ્દા જિલ્લાથી અલગ પડે છે. પૂર્વમાં બાંગ્લાદેશનો રાજશાહી જિલ્લો આવેલો…
વધુ વાંચો >મુલતાન
મુલતાન :પાકિસ્તાનના પશ્ચિમ પંજાબના નૈર્ઋત્ય ભાગમાં આવેલા જિલ્લાનું શહેર. તે ધર્મગુરુઓના શહેર તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 30 11´ ઉ. અ. અને 71 28´ પૂ. રે. તે ચિનાબ (ચંદ્રભાગા) નદીને કાંઠે સ્થિત છે. આ શહેરનો વિસ્તાર 560 ચો. કિમી. જ્યારે તેની મહત્તમ ઊંચાઈ 153 મીટર છે. પાકિસ્તાનનાં મોટાં…
વધુ વાંચો >મુંગેર (મોંઘીર)
મુંગેર (મોંઘીર) : બિહાર રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો. જૂનું નામ મોંઘીર. ભૌગોલિક સ્થાન : તે 25° 10´ ઉ. અ. અને 86° 10´ પૂ. રે.ની આજુબાજુનો 1419 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બેગુસરાઈ અને ખગારિયા જિલ્લા, ઈશાનમાં ખગારિયા જિલ્લો, પૂર્વમાં ભાગલપુર અને બાંકા જિલ્લા, દક્ષિણે બાંકા અને…
વધુ વાંચો >મુંદ્રા
મુંદ્રા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 69° 45´ પૂ. રે. આજુબાજુનો 3,024 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભૂજ, પૂર્વમાં અંજાર, દક્ષિણે કચ્છનો અખાત અને પશ્ચિમે માંડવી તાલુકાઓ આવેલા…
વધુ વાંચો >મુંબઈ (શહેર)
મુંબઈ (શહેર) : મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : તે 18° 58´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે. પર આવેલું છે. શહેરની ઉત્તરે મુંબઈ જિલ્લો અને બાકીની ત્રણેય દિશાઓમાં અરબી સમુદ્ર આવેલો છે. કોંકણપટ્ટીના સમુદ્રકિનારે આવેલા મૂળ સાત ટાપુઓના સમૂહને સાંકળી લઈને આ શહેરનું નિર્માણ કરવામાં…
વધુ વાંચો >મુંબઈ મહાનગર (બૃહદ્ મુંબઈ)
મુંબઈ મહાનગર (બૃહદ્ મુંબઈ) (જિલ્લો – પરાવિસ્તાર સહિત) : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 58´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે.ની આજુબાજુનો 534 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. મહારાષ્ટ્ર રાજ્યનો તે નાનામાં નાનો જિલ્લો હોવા છતાં વસ્તીની ર્દષ્ટિએ પ્રથમ ક્રમે…
વધુ વાંચો >મૃત્યુદર
મૃત્યુદર (mortality rate) : દર 1,000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન થયેલાં મૃત્યુનું પ્રમાણ. જન્મ પછી કોઈ પણ સમયે જીવનનાં બધાં જ લક્ષણો અર્દશ્ય થઈ જાય તેને મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુપ્રમાણના આંકડા જન્મ-મરણની નોંધણીપદ્ધતિ દ્વારા મેળવાય છે. દુનિયાના મોટાભાગના દેશો જન્મ-મરણની નોંધણી અંગે દુર્લક્ષ સેવે છે. આથી મૃત્યુપ્રમાણના આંકડા…
વધુ વાંચો >મેઇન (Maine)
મેઇન (Maine) : યુ.એસ.ના ઈશાન કોણમાં આવેલા ન્યૂ ઇંગ્લૅન્ડ વિભાગનાં છ રાજ્યો પૈકીનું સૌથી મોટું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 43°થી 47° 30´ ઉ. અ. અને 67°થી 71° પ. રે. વચ્ચેનો 91,646 ચોકિમી. (કિનારાની અંદરના 5,811 ચોકિમી. જળવિસ્તાર સહિત) જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્ય ન્યૂ ઇંગ્લૅન્ડ વિભાગના…
વધુ વાંચો >