Geography
મનામા
મનામા : ઈરાની અખાતના પશ્ચિમ ભાગમાં ટાપુરૂપે આવેલા બહેરિન રાજ્યનું તેમજ અમીરાતનું મોટામાં મોટું શહેર તથા પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 26° 05´ ઉ. અ. અને 50° 25´ પૂ. રે. પર બહેરિન ટાપુના ઈશાન છેડા પર આવેલું છે. સમગ્ર અમીરાતની આશરે 40 % જેટલી વસ્તી આ શહેરમાં વસે છે. તેનો…
વધુ વાંચો >મનાલી
મનાલી : હિમાચલપ્રદેશના કુલુ જિલ્લામાં આવેલું ગિરિનગર. ભૌગોલિક સ્થાન : 32° 15´ ઉ. અ. અને 77° 10´ પૂ. રે. તે સમુદ્રસપાટીથી 2,134 મીટરની ઊંચાઈએ આવેલું છે. સિમલાથી તે 274 કિમી.ને અંતરે તથા કુલુથી કુલુ–લેહ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 21 પર 40 કિમી.ને અંતરે આવેલું છે. આ ગિરિનગર તેનાં કુદરતી રમણીય…
વધુ વાંચો >મનીલા
મનીલા : ફિલિપાઇન્સનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 14° 35´ ઉ. અ. અને 121° 0´ પૂ. રે. તે દેશનું મુખ્ય આર્થિક, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક મથક હોવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય બંદરી પ્રવેશદ્વાર પણ છે. ફિલિપાઇન્સની રાષ્ટ્રીય ભાષા ફિલિપીનોના મે (may) અર્થાત્ ‘છે’ તથા નિલાડ (nilad) અર્થાત્ ‘મનીલા ઉપસાગરને…
વધુ વાંચો >મનીલા ઉપસાગર
મનીલા ઉપસાગર : ફિલિપાઇન્સમાં લ્યુઝોન ટાપુના દક્ષિણ નૈર્ઋત્ય ભાગમાં, મનીલાથી પશ્ચિમ તરફ આવેલો ઉપસાગર. તે દક્ષિણ ચીની સમુદ્ર તરફ પથરાયેલો છે. તેની લંબાઈ 65 કિમી. અને પહોળાઈ 55 કિમી. જેટલી છે. તેનાં જળ મોટાં જહાજો આવી શકે એટલાં ઊંડાં છે. મનીલા અને કેવિટ તેના કિનારા પર આવેલાં ઉત્તમ કક્ષાનાં બારાં…
વધુ વાંચો >મન્નાર થીરુમલાઈ (ડિંડિગલ)
મન્નાર થીરુમલાઈ (ડિંડિગલ) : તમિલનાડુ રાજ્યના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. સ્થાન-સીમા-વિસ્તાર ભૌગોલિક સ્થાન : તે 10° 27´ ઉ. અ. અને 77° 58´ પૂ. રે.ની આજુબાજુનો 6,058 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પેરિયાર અને તિરુચિરાપલ્લી જિલ્લા, પૂર્વમાં તિરુચિરાપલ્લી અને મદુરાઈ જિલ્લા, દક્ષિણમાં મદુરાઈ જિલ્લો તથા પશ્ચિમે કોઇમ્બતુર જિલ્લો…
વધુ વાંચો >મયૂરભંજ
મયૂરભંજ : ઓરિસા રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 21° 17´થી 22° 34´ ઉ. અ. અને 85° 40´થી 87° 10´ પૂ. રે. વચ્ચેનો 10,418 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બિહારનો પૂર્વ સિંગભૂમ જિલ્લો તેમજ પૂર્વ તરફ પશ્ચિમ બંગાળનો મેદિનીપુર જિલ્લો, દક્ષિણ તરફ બાલાસોર (બાલેશ્વર)…
વધુ વાંચો >મયૂરમ્
મયૂરમ્ : તમિલનાડુ રાજ્યના તંજાવુર જિલ્લાનું નગર તેમજ મયૂરમ્ તાલુકાનું મથક. ભૌગોલિક સ્થાન : 11° 20´ ઉ. અ. અને 79° 40´ પૂ. રે. આ નગર તમિલનાડુ રાજ્યના કુમ્ભકોણમની પૂર્વમાં કાવેરીના ત્રિકોણપ્રદેશમાં આવેલું છે. બંગાળનો ઉપસાગર અહીંથી પૂર્વમાં 100 કિમી. દૂર આવેલો છે. અહીંની જમીન ફળદ્રૂપ છે. તેથી ડાંગર, કપાસ અને…
વધુ વાંચો >મર્કેટર, જેરાર્ડસ
મર્કેટર, જેરાર્ડસ (જ. 3 માર્ચ 1512, રૂપેલમૉન્ડે, ફ્લૅન્ડર્સ; અ. 2 ડિસેમ્બર 1594) : ખ્યાતનામ ભૂગોળશાસ્ત્રી. તેમણે લૂવેન યુનિવર્સિટીમાં વિશ્વરચના-વિજ્ઞાની ગામા ફિરિસિયસ (Gamma Phyrisius) સાથે ગણિતશાસ્ત્ર, ખગોળવિજ્ઞાન તથા વિશ્વરચના(cosmography)નો અભ્યાસ કર્યો. જાતજાતનાં ઉપકરણો બનાવવાનો તથા મોજણીદાર (surveyor) તરીકેનો અનુભવ મેળવ્યો. લૂવેનમાં વૈજ્ઞાનિક ઉપકરણો બનાવવાનો વ્યવસાય કર્યો. એમની શરૂઆતની સફળતાને કારણે મર્કેટર…
વધુ વાંચો >મલાક્કા (મલેકા)
મલાક્કા (મલેકા) : મલેશિયાનું રાજ્ય તથા તે જ નામ ધરાવતું શહેર અને પાટનગર. તે હવે ‘મલેકા’ નામથી ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 2° 12´ ઉ. અ. અને 102° 15´ પૂ. રે.ની આજુબાજુનો 1,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે અગ્નિ એશિયામાં મલય દ્વીપકલ્પના નૈર્ઋત્ય કિનારે મલાક્કાની સામુદ્રધુની નજીક…
વધુ વાંચો >મલાક્કા(મલેકા)ની સામુદ્રધુની
મલાક્કા(મલેકા)ની સામુદ્રધુની : અગ્નિ એશિયાના મલય દ્વીપકલ્પ અને સુમાત્રાના ટાપુ વચ્ચે આવેલી સાંકડી સામુદ્રધુની. તે હિન્દી મહાસાગર અને દક્ષિણ ચીની સમુદ્રને જોડે છે. ભૌગોલિક સ્થાન : 2° 30´ ઉ. અ. અને 101° 20´ પૂ. રે. આ સામુદ્રધુની 2°થી 5° ઉ. અ. વચ્ચે આશરે 800 કિમી. લંબાઈમાં વાયવ્ય-અગ્નિ દિશામાં વિસ્તરેલી છે.…
વધુ વાંચો >