Geography

મકાઉ

મકાઉ : ચીનના અગ્નિ કિનારે હૉંગકૉંગ નજીક આવેલો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 22° 10´ ઉ. અ. અને 113° 33´ પૂ. રે. પરનો માત્ર 5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ વિસ્તારમાં મકાઉનો નાનો દ્વીપકલ્પ તેમજ ત્રણ નાનકડા ટાપુઓ આવેલા છે. તે હૉંગકૉંગથી પશ્ચિમે આશરે 65 કિમી.ને અંતરે ઝૂજિયાંગ…

વધુ વાંચો >

મક્કા

મક્કા (Mecca) : ઇસ્લામ ધર્મનું અતિ પવિત્ર સ્થળ. ભૌગોલિક સ્થાન : 27° 20´ ઉ. અ. અને 39° 49´ પૂ. રે. તે પશ્ચિમ અરેબિયામાં છૂટીછવાઈ ટેકરીઓ અને પર્વતોથી વીંટળાયેલા શુષ્ક વેરાન પ્રદેશમાં આવેલું છે. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર(સ.અ.)નું આ જન્મસ્થળ છે. મુસ્લિમો જ્યારે નમાજ પઢે છે ત્યારે તેઓ તેમનો…

વધુ વાંચો >

મક્દિસી (અલ્-મક્દિસી)

મક્દિસી (અલ્-મક્દિસી) (જ. 946, અલ્-બયતુલ મક્દિસ, જેરૂસલેમ; અ. 1000) : અરબ ભૂગોળશાસ્ત્રી અને પ્રવાસી. તેમનું નામ શમ્સુદ્દીન અબૂ અબ્દિલ્લા મુહમ્મદ ઇબ્ન અહમદ અલ્-બન્ના અશ્-શામી અલ્-મક્દિસી. તેમણે સ્પેન, સિજિસ્તાન અને ભારત સિવાયના બધા મુસ્લિમ દેશોનો પ્રવાસ કર્યો હતો. તેમણે અરબીની સૌથી મૂલ્યવાન ભૂગોળવિષયક કૃતિ લખી હતી. તેનું નામ ‘અહસનુત તકાસીમ ફી…

વધુ વાંચો >

મચ્છુ (નદી)

મચ્છુ (નદી) : ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં વહેતી મુખ્ય નદી. તે રાજકોટ જિલ્લાના આણંદપુર પાસેની ટેકરીમાંથી નીકળી, જિલ્લાના ઉત્તર તરફના પટ્ટામાં આવેલી ટેકરીઓમાં થઈને વાંકાનેર, મોરબી અને માળિયા (મિયાણા) શહેર પાસેથી વહીને કચ્છના અખાતને મળે છે. તેની લંબાઈ 112.65 કિમી. છે. આ નદીનો ઉપરવાસનો શરૂઆતનો પ્રવાહપથ ખડકાળ છે. અહીં તેના…

વધુ વાંચો >

મછલીપટણમ્ (મચિલીપટણમ્, મસુલીપટણમ્)

મછલીપટણમ્ (મચિલીપટણમ્, મસુલીપટણમ્) : આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 16° 10´ ઉ. અ. અને 81° 08´ પૂ. રે. પૂર્વ કિનારાનાં સૌથી જૂનાં બંદરો પૈકીનું એક. તે બંદર તાલુકામાં આવેલું છે અને ‘બંદર’ નામથી પણ ઓળખાય છે. 1949માં આ શહેરને અપાયેલું મછલીપટણમ્ નામ આ નગર માટે બાંધેલા…

વધુ વાંચો >

મડીકેરે

મડીકેરે : કર્ણાટક રાજ્યના કોડુગુ (કોડાગુ અથવા કૂર્ગ) જિલ્લાનું વડું વહીવટી મથક. તેનું બીજું નામ મડીકેરે અથવા મધુકેરે છે. ભૌગોલિક સ્થાન : 12o 257´ ઉ. અ. અને 75o 447´ પૂ. રે. તે કર્ણાટક–કેરળ સરહદ નજીક, મૅંગલોરથી અગ્નિકોણમાં, મૅંગલોર–મૈસૂર ધોરી માર્ગ પર, પશ્ચિમ ઘાટની ટેકરીઓમાં 1,16૦ મીટરની ઊંચાઈ પર આવેલું છે.…

વધુ વાંચો >

મણિપુર

મણિપુર : ભારતના પૂર્વદ્વારે આવેલું નાનું ડુંગરાળ રાજ્ય. તે પ્રાચીન કાળથી ઇતિહાસ અને પુરાણમાં પ્રચલિત છે. આ રાજ્ય ‘રત્નોના પ્રદેશ’ (Land of Gems) તરીકે ઓળખાય છે. એક લોકવાયકા એવી પણ છે કે શિવપાર્વતીનું નૃત્ય નીરખવા માટે સ્વયં અનંત (શેષનાગ) અહીં પધારેલા અને તેમની ફેણમાં રહેલા મણિના તેજથી આખો પ્રદેશ દિવસો…

વધુ વાંચો >

મત્તાનચેરી

મત્તાનચેરી : કેરળ રાજ્યમાં અરબી સમુદ્રકાંઠે, કોચીન પાસે આવેલું એક જૂનું નગર. 197૦માં આ નગરને કોચીનમાં ભેળવી દેવામાં આવેલું છે. આ નગર વિશેષે કરીને તો યહૂદી કોમના ‘પરદેશી દેવળ’ તેમજ કોચીનના રાજાઓના મહેલ માટે જાણીતું છે. આ પરદેશી દેવળ 1568માં બાંધવામાં આવેલું. 1664માં પૉર્ટુગીઝો દ્વારા તેના કેટલાક ભાગનો નાશ થયેલો,…

વધુ વાંચો >

મથુરા

મથુરા : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશના પશ્ચિમ છેડા પર આગ્રા વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 270 14´થી 270 58´ ઉ. અ. અને 770 17´થી 780 12´ પૂ. રે. વચ્ચેનો 3,811 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર અપૂર્ણ અર્ધચંદ્ર જેવો છે.…

વધુ વાંચો >

મદિરા દ્વીપસમૂહ

મદિરા દ્વીપસમૂહ : ઍટલાંટિક મહાસાગરમાં પૉર્ટુગલ હસ્તક આવેલા ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : તે 320 40´ ઉ. અ. અને 160 45´ પ. રે.ની આજુબાજુનો 794 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ટાપુઓ યુરોપ અને અમેરિકાના જળમાર્ગ પર મોરૉક્કોની પશ્ચિમે કેનેરી ટાપુઓની ઉત્તરે આવેલા છે. આ ટાપુઓ જ્વાળામુખી પ્રસ્ફુટનને કારણે…

વધુ વાંચો >