Geography
ભૂશિર
ભૂશિર (Cape) : સમુદ્ર, મહાસાગર કે મોટા સરોવરમાં વિસ્તરતો છેડાનો ભૂમિભાગ. ખંડો, દ્વીપકલ્પો કે ટાપુઓના શિખાગ્ર ભાગને પણ ભૂશિર કહી શકાય. ઉત્તર ગોળાર્ધના મોટાભાગના ખંડોના દક્ષિણ છેડા ત્રિકોણાકાર છે, આ ત્રિકોણોના શિખાગ્ર ભાગોએ ભૂશિરો રચેલી છે. ભૂશિરો રચાવાનાં બે મુખ્ય કારણો છે : (i) ઘસારો : દરિયાઈ મોજાં તેમજ તરંગો…
વધુ વાંચો >ભૂસ્તરીય નકશો
ભૂસ્તરીય નકશો : ખડકોનાં વિતરણ અને તેમાં રહેલાં વિવિધ રચનાત્મક લક્ષણોનાં સ્વરૂપ દર્શાવતો નકશો. નકશો એ સામાન્ય રીતે જોતાં તો પૃથ્વીની સપાટી પરનાં તમામ ત્રિપરિમાણીય ભૂમિસ્વરૂપોનાં ર્દશ્ય-લક્ષણોને આવરી લેતું, અમુક ચોક્કસ પ્રમાણમાપની મદદથી અને અમુક ચોક્કસ પ્રક્ષેપની મદદથી દ્વિપરિમાણીય કાગળની સપાટી પર દોરેલું રૂઢ આલેખન છે. ભૂમિસ્વરૂપોના ઊંચાણનીચાણનું યોગ્ય પદ્ધતિઓથી…
વધુ વાંચો >ભૂસ્તરીય નિરીક્ષણ
ભૂસ્તરીય નિરીક્ષણ (geological prospecting) : આર્થિક ર્દષ્ટિએ ખનનયોગ્ય તેમજ ઉપયોગી ખનિજનિક્ષેપો કે ખડકજથ્થાઓની ખોજ માટે કરવામાં આવતું ભૂસ્તરીય પૂર્વેક્ષણ. વીસમી સદીના પ્રારંભ સુધી તો ભૂસ્તરીય નિરીક્ષકો તે માટેનાં યોગ્ય સ્થાનોની ભાળ મેળવીને તેમનું ખોજકાર્ય પગે ચાલીને કરતા. વિષયની જાણકારી તેમજ અનુભવી ર્દષ્ટિથી આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી પૂરતી માત્રાવાળા અયસ્કોના જથ્થા કે…
વધુ વાંચો >ભૂસ્વરૂપ
ભૂસ્વરૂપ : જુઓ પૃથ્વી
વધુ વાંચો >ભેખડ
ભેખડ (cliff) : ભૂમિસ્વરૂપનો એક પ્રકાર. પર્વત કે ટેકરીની ઊભી કે સીધી કરાડ જેવી બાજુને ભેખડ કહે છે. આ ભૂમિસ્વરૂપની ઓળખ તેના આકારના લક્ષણ પરથી થતી હોય છે. જો તે સમુદ્રકિનારે હોય તો તે સમુદ્રભેખડ (sea cliff) તરીકે ઓળખાય છે. ‘ભેખડ’, ‘કરાડ’, ‘સમુત્પ્રપાત’ સમાનાર્થી શબ્દો છે; પરંતુ ‘ભેખડ’ શબ્દ વધુ…
વધુ વાંચો >ભેડાઘાટ
ભેડાઘાટ : નર્મદા નદીના કાંઠા પર આવેલું નયનરમ્ય સ્થળ. તે મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર શહેરથી આશરે 21 કિમી. અંતરે આવેલું છે. જે સ્થળે નર્મદા નદી આશરે દસ મીટર ઊંચાઈથી નીચે ખીણમાં પડે છે તે સ્થળ ધુંવાધાર નામથી ઓળખાય છે. ધોધની તળેટી પછીનો નર્મદાનો પ્રવાહ ક્રમશ: સંકોચાય છે. તેની બંને બાજુએ આરસપહાણના…
વધુ વાંચો >ભોજપુર
ભોજપુર : મધ્યપ્રદેશના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલા રાયસેન જિલ્લાના ગોહરગંજ તાલુકાનું ઐતિહાસિક મહત્વ ધરાવતું ગામ. તે ગોહરગંજથી ઉત્તરે 13 કિમી. અંતરે બેટવા નદી નજીક પૂર્વ તરફ આવેલું છે. આ ગામ તેના અદભુત કોતરણીવાળા, ભવ્ય શિવમંદિર અને એક વખતના વિશાળ બંધ માટે જાણીતું બનેલું છે. પરમાર વંશના રાજા ભોજે અગિયારમી સદીમાં આ…
વધુ વાંચો >ભોજપુર (બિહાર)
ભોજપુર (બિહાર) : બિહાર રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 25° 30´ ઉ. અ. અને 84° 30´ પૂ. રે.ની આજુબાજુનો 2464.4 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાજ્યનો સરન અને ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વમાં પટણા જિલ્લો, દક્ષિણમાં જહાનાબાદ અને રોહતાસ જિલ્લા તથા પશ્ચિમમાં બકસર જિલ્લા…
વધુ વાંચો >ભોપાલ
ભોપાલ : મધ્યપ્રદેશના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 23° 16´ ઉ. અ. અને 77° 24´ પૂ. રે.ની આજુબાજુનો 2,772 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ગુના; ઉત્તર ઈશાન અને પૂર્વમાં વિદિશા; પૂર્વ અને અગ્નિમાં રાયસેન;…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >