Geography

બિજનોર (બિજનૌર)

બિજનોર (બિજનૌર) : ઉત્તરપ્રદેશ રાજ્યના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લો 29° 02´થી 29° 57´ ઉ. અ. અને 77° 59´થી 78° 56´ પૂ. રે. વચ્ચેનો 4,715 ચોકિમી. જેટલો ત્રિકોણાકાર વિસ્તાર આવરી લે છે. તેનો  સમાવેશ બરેલી (રોહિલખંડ) વિભાગમાં કરવામાં આવેલો છે. તેની સમગ્ર પશ્ચિમ…

વધુ વાંચો >

બિજાપુર (જિલ્લો)

બિજાપુર (જિલ્લો) : કર્ણાટક રાજ્યના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 15° 50´થી 17° 28´ ઉ. અ. અને 74° 59´થી 76° 28´ પૂ. રે. વચ્ચેનો 17,069 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની ર્દષ્ટિએ તે રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. તેની વાયવ્ય…

વધુ વાંચો >

બિદર

બિદર : કર્ણાટક રાજ્યના છેક ઈશાન કોણમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 25´ ઉ. અ. અને 76° 42´થી 77° 39´ પૂ. રે. વચ્ચેનો 5,448 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તાર અને વસ્તીના સંદર્ભમાં રાજ્યના નાના ગણાતા જિલ્લાઓ પૈકીનો તે…

વધુ વાંચો >

બિફૉર્ટ સમુદ્ર

બિફૉર્ટ સમુદ્ર : કૅનેડા-અલાસ્કાની ઉત્તર તરફ આવેલો આર્ક્ટિક મહાસાગરનો વિભાગ. તે અલાસ્કાની બેરો ભૂશિરથી ઈશાન તરફ પ્રિન્સ પૅટ્રિક ટાપુ પરના લૅન્ડ્ઝ છેડા સુધી વિસ્તરેલો છે, જ્યારે પશ્ચિમમાં બક્સ ટાપુથી ચુકચી સમુદ્ર તરફ વિસ્તરેલો છે. તેનો કુલ સપાટી-વિસ્તાર આશરે 4,76,000 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 4,761 મીટર, જ્યારે સરેરાશ ઊંડાઈ…

વધુ વાંચો >

બિયાસ

બિયાસ : પંજાબની જાણીતી પાંચ નદીઓ પૈકીની એક. પ્રાચીન નામ વિપાશા. આ નદી પંજાબ રાજ્યના ઉત્તર ભાગમાં થઈને વહે છે.  હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં ‘પંજાબ હિમાલય’ના રોહતાંગ ઘાટમાં 4,361 મીટરની ઊંચાઈએથી તે નીકળે છે. અહીંથી તે દક્ષિણ તરફ કુલુ ખીણમાં પ્રવેશે છે, ત્યાં આજુબાજુના ઢોળાવો પરથી નીકળતી નાની નદીશાખાઓ તેને…

વધુ વાંચો >

બિયેટા ડુંગરધાર

બિયેટા ડુંગરધાર : ઍટલાન્ટિક મહાસાગરના દક્ષિણ કૅરિબિયન સમુદ્રતળ પરની અધોદરિયાઈ ડુંગરધાર. હિસ્પાનીઓલા ટાપુ પરની બિયેટા ભૂશિરમાંથી તે દરિયાઈ જળમાં નીચે તરફ વિસ્તરેલી છે. તેની ઉપસ્થિતિ (trend) દક્ષિણી-નૈર્ઋત્ય તરફી છે. આ સમુદ્રમાં આ ડુંગરધાર બે ભાગમાં વહેંચાઈ જાય છે : કોલંબિયન અગાધ દરિયાઈ મેદાન (deep sea-plain) તથા વેનેઝુએલન અગાધ દરિયાઈ મેદાન.…

વધુ વાંચો >

બિલખા

બિલખા : સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી અગ્નિખૂણે ગિરનારની તળેટી નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 21° 26´ ઉ. અ. અને 70° 36´ પૂ. રે. આઝાદી પૂર્વે આ એક દેશી રાજ્ય હતું, તે વખતે તેના કબજા હેઠળ 25 જેટલાં ગામોનો વહીવટ હતો. તેની આજુબાજુનું ભૂપૃષ્ઠ લાવાના ખડકોથી બનેલું હોવાથી તેનો ભૂમિભાગ…

વધુ વાંચો >

બિલબાઓ

બિલબાઓ : સ્પેનના ઉત્તર કિનારે આવેલું શહેર, બાસ્ક (Basque) (વિઝકાયા) પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 43° 15´ ઉ. અ. અને 2.58´ પ. રે. બાસ્કના અખાતથી આશરે 13 કિમી. દૂર હોવા છતાં તે આ વિસ્તારનું અગત્યનું દરિયાઈ બંદર છે. તે ‘બેલવોઆ’ નામથી પણ ઓળખાય છે. આ શહેર પહાડી અને સમતળ ભૂમિ…

વધુ વાંચો >

બિલાસપુર (મ.પ્ર.)

બિલાસપુર (મ.પ્ર.) : મધ્યપ્રદેશના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 30´ ઉ. અ. અને 82° 30´ પૂ. રે.ની આજુબાજુનો 19,897 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે શાહડોલ અને સરગુજા જિલ્લાઓ, પૂર્વમાં રાયગઢ જિલ્લો, દક્ષિણે રાયપુર અને દુર્ગ જિલ્લાઓ, નૈર્ઋત્યમાં રાજનાંદગાંવ…

વધુ વાંચો >

બિલાસપુર (હિ. પ્ર.)

બિલાસપુર (હિ. પ્ર.) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 31° 12´ 30´´થી 31° 35´ 30´´ ઉ. અ. અને 76° 23´ 45´´થી 76° 55´ 40´´ પૂ. રે. વચ્ચેનો 1,167 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 42 કિમી. અને પૂર્વ-પશ્ચિમ…

વધુ વાંચો >