Geography

બસરા

બસરા : ‘અલ બસરા’ નામથી ઓળખાતું ઇરાકનું બીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર તેમજ મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 30° 25´ ઉ. અ. અને 47° 35´ પૂ. રે. તે ઈરાની અખાતના કિનારેથી આશરે 130 કિમી.ને  અંતરે વહેતી શત-અલ-અરબ નદીને પશ્ચિમ કિનારે નજીકમાં વસેલું છે. શત-અલ-અરબ નદી ટાઇગ્રિસ અને યુફ્રેટીસ નદીઓ…

વધુ વાંચો >

બસીરહાટ

બસીરહાટ : પશ્ચિમ બંગાળ રાજ્યના ‘ચોવીસ પરગણાં’ જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા જિલ્લાના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલું તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે લગભગ 22° 40´ ઉ. અ. અને 88° 50´ પૂ. રે. પર પશ્ચિમ બંગાળમાં વહેતી જમુના નદીના ઉપરવાસમાં આવેલી ઇચ્છામતી નદીના દક્ષિણ કાંઠા નજીકના ભાગમાં વસેલું છે.…

વધુ વાંચો >

બસ્તર

બસ્તર : મધ્યપ્રદેશના દક્ષિણ ભાગમાં છેક અગ્નિકોણમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 17° 46´થી 20° 30´ ઉ. અ. અને 80° 20´થી 82° 20´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો વિસ્તાર 39,114 ચોકિમી. જેટલો છે. જિલ્લાનું મુખ્ય મથક જગદાલપુર ખાતે આવેલું છે. જગદાલપુરથી થોડે અંતરે વાયવ્ય તરફ બસ્તર ગામ…

વધુ વાંચો >

બસ્તી

બસ્તી : ઉત્તરપ્રદેશ રાજ્યનો ઈશાન ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 25´થી 27° 30´ ઉ. અ. અને 82° 13´થી 83° 18´ પૂ. રે. વચ્ચેનો 4,284 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં સિદ્ધાર્થનગર, ઈશાનમાં મહારાજગંજ, પૂર્વમાં ગોરખપુર, દક્ષિણમાં ફૈઝાબાદ અને પશ્ચિમમાં…

વધુ વાંચો >

બહરાઇચ

બહરાઇચ : ઉત્તરપ્રદેશ રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 27° 50´ ઉ. અ. અને 81° 40´ પૂ. રે.ની આજુબાજુનો 6,877 ચોકિમી. જેટલો અનિયમિત ત્રિકોણાકારનો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાનમાં નેપાળ, પૂર્વ અને અગ્નિ તરફ ગોંડા જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્યમાં બારાબંકી જિલ્લો તથા…

વધુ વાંચો >

બહામા

બહામા : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો ટાપુસમૂહ, તથા ‘કૉમનવેલ્થ ઑવ્ બહામા’ના સત્તાવાર નામથી ઓળખાતો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ આશરે 20° 55´થી 27° 0´ ઉ. અ. અને 72° 30´થી 79° 30´ પ. રે. વચ્ચે પથરાયેલો છે. બહામા ટાપુ 26° 40´ ઉ. અ. અને 78° 30´ પ. રે. પર આવેલો…

વધુ વાંચો >

બહુચરાજી

બહુચરાજી : ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું પ્રસિદ્ધ તીર્થસ્થાન અને શક્તિપીઠ. બહુચરાજી ગુજરાતના ચુંવાળ પ્રદેશનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. ભૌગોલિક સ્થાન : 23° 30´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે. તે કડી–ચાણસ્મા રેલમાર્ગ પર આવેલું રેલમથક પણ છે. ઇતિહાસ : આજના યાત્રાધામ બહુચરાજીથી એક કિમી. દૂર બેચર…

વધુ વાંચો >

બહેરામપુર

બહેરામપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના ઈશાન ભાગમાં આવેલા મુર્શિદાબાદ જિલ્લાનું વહીવટી તથા વેપારી મથક. ભૌગોલિક સ્થાન : તે 24° 06´ ઉ. અ. અને 88° 15´ પૂ. રે. પર ભાગીરથી નદીના પૂર્વ ભાગમાં વસેલું છે. તે સમુદ્રથી દૂર આવેલું હોવાથી તેની આબોહવા વિષમ રહે છે, વરસાદનું પ્રમાણ 2,500 મિમી. જેટલું રહે…

વધુ વાંચો >

બહેરિન

બહેરિન : અરબસ્તાન અને ઈરાન વચ્ચે ઈરાનના અખાતમાં આવેલો ટાપુ-દેશ. ભૌગોલિક સ્થાન : તે 26° ઉ. અ. અને 50° 30´ પૂ. રે.ની આજુબાજુનો ટાપુ-વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ ઈરાની અખાત તથા પશ્ચિમ તરફ બહેરિનનો અખાત આવેલા છે. આ આરબ ભૂમિ પરના 30થી વધુ ટાપુઓનો ઘણોખરો ભાગ ઉજ્જડ રણથી…

વધુ વાંચો >

બહ્ર-અલ્-ગઝલ (નદી)

બહ્ર-અલ્-ગઝલ (નદી) : આફ્રિકાના સુદાન દેશમાં આવેલી નદી. પશ્ચિમ તરફથી નીકળીને આવતી આ નદી આશરે 716 કિમી.ની લંબાઈમાં વહીને નાઇલને મલે છે. બહ્ર-અલ-ગઝલની શાખાનદીઓમાં જર, ટોન્જ અને બહ્ર-અલ-અરબ નદીઓનો સમાવેશ થાય છે. મધ્ય આફ્રિકી પ્રજાસત્તાકની ચારી નદીના જળવિભાજક સુધી વિસ્તરેલું તેનું જલગ્રહણ-ક્ષેત્ર (catchment area) 8,51,459 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે…

વધુ વાંચો >