Geography

ફ્રીસિયન ટાપુઓ

ફ્રીસિયન ટાપુઓ : ઉત્તર સમુદ્રમાંના સમુદ્ર-સપાટીથી ઓછી ઊંચાઈ ધરાવતા રેતાળ ટાપુઓની શૃંખલા. આ ટાપુ-શૃંખલા નેધરલૅન્ડ્ઝ, જર્મની અને ડેન્માર્કના દરિયાકિનારા નજીક સ્થાનભેદે 5થી 32 કિમી. અંતરે 53° 35´ ઉ. અ. અને 6° 40´ પૂ. રે.ની આસપાસ વિસ્તરેલા છે. આ ટાપુશૃંખલા મૂળ તો કિનારાને સમાંતર અગાઉ જમાવટ પામેલા રેતીના ઢૂવાઓથી બનેલી હતી,…

વધુ વાંચો >

ફ્રૅન્કફર્ટ

ફ્રૅન્કફર્ટ : જર્મનીનું મોટામાં મોટું શહેર અને વાહનવ્યવહાર માટે ખૂબ જાણીતું બનેલું કેન્દ્રીય મથક. ભૌગોલિક સ્થાન : 50° 07´ ઉ.અ. અને 8° 40´ પૂ.રે. તે કોલોન શહેરથી અગ્નિકોણમાં આશરે 160 કિમી.ને અંતરે રહાનની શાખા મેન નદીને કાંઠે વસેલું છે. મેન્ઝ ખાતે થતા રહાઇન-મેનના સંગમસ્થાનથી પૂર્વ તરફ આશરે 30 કિમી. ઉપરવાસમાં…

વધુ વાંચો >

ફ્રેન્ચ ગિયાના

ફ્રેન્ચ ગિયાના : દક્ષિણ અમેરિકાના ઈશાન કિનારા પર આવેલું ફ્રાંસનું દરિયાપારનું સંસ્થાન. ભૌગોલિક સ્થાન : તે 2° 05´થી 5° 50´ ઉ. અ. અને 51° 40´થી 54° 24´ પ. રે. વચ્ચેનો આશરે 83,500 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 1946થી તે ફ્રાંસની કાયદેસરની સત્તા હેઠળ છે. 1974થી તે ફ્રાન્સનો વહીવટી પ્રાંત…

વધુ વાંચો >

ફ્રેન્ચ પોલિનેશિયા

ફ્રેન્ચ પોલિનેશિયા : પેસિફિક મહાસાગરમાં હવાઈ ટાપુઓથી દક્ષિણે 4,500 કિમી. અંતરે આવેલો ફ્રાન્સનો દરિયાપારનો પ્રદેશ. આ પ્રદેશનું કુલ ક્ષેત્રફળ પશ્ચિમ યુરોપીય વિસ્તારને સમકક્ષ ગણાવી શકાય. તેમાં છૂટા છૂટા આવેલા લગભગ 120 જેટલા નાનામોટા ટાપુઓનો સમાવેશ થાય છે, જેનો કુલ ભૂમિવિસ્તાર 3,265 ચોકિમી. જેટલો થાય છે. દક્ષિણ પેસિફિકમાં પૂર્વ ભાગમાં આવેલા…

વધુ વાંચો >

ફ્લિશ (flysch)

ફ્લિશ (flysch) : સ્વિટ્ઝર્લૅન્ડની લાક્ષણિક ટર્શ્યરી રચના. આ રચના સ્વિટ્ઝર્લૅન્ડના મોટા ભાગમાં, ખાસ કરીને આલ્પ્સની ઉત્તર અને દક્ષિણ સરહદો પર જામેલી જોવા મળે છે. તે મુખ્યત્વે તો નરમ રેતીખડક, માર્લ અને રેતાળ શેલથી બનેલી છે; તેમ છતાં તેમાં મૃણ્મય ખડકો, અશુદ્ધ રેતીખડકો, ચૂનાયુક્ત શેલ, બ્રેક્સિયા અને કૉંગ્લોમરેટના સ્તરો પણ છે.…

વધુ વાંચો >

ફલૉરિડા

ફલૉરિડા : યુનાઇટેડ સ્ટેટ્સના અગ્નિકોણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 00´થી 31° 00´ ઉ. અ. અને 80° 00´થી 87° 30´ પ. રે. વચ્ચે વિસ્તરેલું છે. રાજ્યનો કુલ વિસ્તાર 1,51,939 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે જ્યૉર્જિયા તથા અલબામા રાજ્યો, પૂર્વ, દક્ષિણ તથા પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર અને મૅક્સિકોનો અખાત…

વધુ વાંચો >

ફ્લૉરેન્સ

ફ્લૉરેન્સ : મધ્ય ઇટાલીમાં આવેલું ઐતિહાસિક અને જોવાલાયક શહેર. નવજાગૃતિ(renaissance)ના જન્મસ્થળ તરીકે આ શહેર પ્રસિદ્ધ છે. ફ્લૉરેન્સ પ્રાંત અને ટસ્કની પ્રદેશનું તે પાટનગર છે. તે આર્નો નદીના બંને કિનારે વિકસ્યું છે. ચિત્રો અને શિલ્પની અગણિત કૃતિઓના કોશ-સમાં ફ્લૉરિડાનાં ઈ. પૂ. પહેલી સદીમાં રોમન લશ્કરી વસાહત તરીકે ફ્લૉરેન્સની સ્થાપના કરવામાં આવી…

વધુ વાંચો >

બકસર

બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન :  તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…

વધુ વાંચો >

બગદાદ

બગદાદ : મધ્ય પૂર્વના અરબ પ્રજાસત્તાક ઇરાકનું પાટનગર. ઈ. પૂ. 4000ના અરસામાં અહીં લોકો વસતા હતા એવી નોંધ મળે છે. બગદાદનો ભાગ (ત્યારે) પ્રાચીન બેબિલોનિયાનો પ્રદેશ ગણાતો હતો. ઈ. પૂ. સાતમી સદીથી છઠ્ઠી સદી સુધી આ પ્રદેશ પર ઈરાનીઓ, ગ્રીકો અને તે પછીથી રોમનોનો કબજો રહેલો. ઈ. સ. 752 સુધી…

વધુ વાંચો >

બગસરા

બગસરા : ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં કુંકાવાવ તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 21° 29´ ઉ. અ. અને 70° 58´ પૂ. રે. પર સાતલડી નદીના ઉત્તર કાંઠે વસેલું છે. તે કુંકાવાવ-બગસરા રેલમથક પણ છે. આઝાદી પછી તે રાજ્ય-પરિવહનની બસસેવા દ્વારા અમરેલી, વડિયા, કુંકાવાવ, ધારી, વિસાવદર, જૂનાગઢ, રાજકોટ, ગોંડળ તથા…

વધુ વાંચો >