Geography

ફૈઝાબાદ (2)

ફૈઝાબાદ (2) : ઈશાન અફઘાનિસ્તાનમાં કોકચેહ નદી પર 1,200 મીટરની ઊંચાઈ પર આવેલું બદખશાનનું પાટનગર. ભૌ. સ્થાન : 37° 10´ ઉ. અ. અને 70° 32´ પૂ. રે.. શિયાળામાં ત્યાં થતી વધુ પડતી હિમવર્ષાથી ક્યારેક તે આજુબાજુના ભાગોથી અલગ પડી જાય છે, પરંતુ ઉનાળા ખુશનુમા રહે છે. થોડીક જગાઓમાં ખેતી થાય…

વધુ વાંચો >

ફૉકલૅન્ડ

ફૉકલૅન્ડ : દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં આવેલો બ્રિટન-શાસિત ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 52° 0´ દ. અ. અને 60° 0´ પ. રે.ની આજુબાજુ આ ટાપુસમૂહ વિસ્તરેલો છે. દક્ષિણ અમેરિકાને દક્ષિણ છેડે આવેલી હૉર્નની ભૂશિરથી ઈશાનમાં 640 કિમી. અને મેગેલનની સામુદ્રધુનીથી પૂર્વમાં આશરે 500 કિમી. અંતરે તે આવેલો છે. આ ટાપુસમૂહમાં બે મુખ્ય…

વધુ વાંચો >

ફૉકલૅન્ડની સામુદ્રધુની

ફૉકલૅન્ડની સામુદ્રધુની : દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં પૂર્વ અને પશ્ચિમ ફૉકલૅન્ડના ટાપુઓ વચ્ચેનો જળમાર્ગ. તેની લંબાઈ 80 કિમી. અને પહોળાઈ વધુમાં વધુ 32 કિમી. છે. તે ઈશાન-નૈર્ઋત્યમાં વિસ્તરેલી છે. નાના નાના ઘણા ટાપુઓ આ સામુદ્રધુનીમાં આવેલા છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

ફૉર્ટ-દ-ફ્રાન્સ

ફૉર્ટ-દ-ફ્રાન્સ : ફ્રેન્ચ વેસ્ટ ઇન્ડીઝના લઘુ ઍન્ટિલિઝ ટાપુસમૂહમાં આવેલા માર્ટિનિક ટાપુનું પાટનગર, બંદર તથા મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 14° 36´ ઉ. અ. અને 61° 05´ પ. રે. તે માર્ટિનિક ટાપુના પશ્ચિમ કિનારા પરના નૈર્ઋત્ય ભાગમાં માદામ નદીમુખ પર આવેલું છે. માર્ટિનિક ટાપુ ફ્રાન્સનું દરિયાપારનું એક સંસ્થાન છે અને ફૉર્ટ-દ-ફ્રાન્સ…

વધુ વાંચો >

ફૉર્તાલેઝા

ફૉર્તાલેઝા : દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલના ઈશાન કિનારે આવેલું સીએરા રાજ્યનું પાટનગર, મહત્વનું બંદર તથા શહેર. ભૌગોલિક સ્થાન : 3° 43´ દ. અ. અને 38° 30´ પ. રે. બ્રાઝિલમાં ઈશાન છેડે આવેલી ભૂશિર નજીકના નાતાલથી વાયવ્યમાં 442 કિમી. અંતરે દરિયાકિનારાની અર્ધચંદ્રાકાર ખાંચાખૂંચીવાળા ભાગમાં પાજેવ (પીજુ) નદી પર તે વસેલું છે. આબોહવા…

વધુ વાંચો >

ફૉર્મોસા(તાઇવાન)ની સામુદ્રધુની

ફૉર્મોસા(તાઇવાન)ની સામુદ્રધુની : ઉત્તર પૅસિફિક મહાસાગરના છેક પશ્ચિમ ભાગમાં પૂર્વ ચીની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્રને જોડતી સામુદ્રધુની. આ સામુદ્રધુની ચીનના મુખ્ય ભૂમિભાગ અને ફૉર્મોસા (તાઇવાન) ટાપુ વચ્ચે ઈશાન-નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલી છે. તેની પશ્ચિમે ચીનના ફુજિયન પ્રાંતનો કિનારો અને પૂર્વ તરફ ફૉર્મોસાનો કિનારો આવેલો છે. કર્કવૃત્ત અહીંથી પસાર થાય છે.…

વધુ વાંચો >

ફ્યુજિયામા

ફ્યુજિયામા : જાપાનનો અતિ પવિત્ર મનાતો 3,776 મીટરની ઊંચાઈ ધરાવતો જ્વાળામુખી પર્વત. તે ટોકિયોથી નૈર્ઋત્યમાં 120 કિમી. દૂર હૉન્શુના ટાપુ પર આવેલો છે. જાપાનીઓ તેને ફ્યુજિ, ફ્યુજિયામા અથવા ફ્યુજિ-સાન જેવાં જુદાં જુદાં નામથી ઓળખે છે. તે જાપાની સમુદ્રથી પૅસિફિક મહાસાગર સુધીની લાંબી, અવરોધોવાળી, હૉન્શુને ભેદીને જતી હારમાળાનો એક ભાગ બની…

વધુ વાંચો >

ફ્યુમેરોલ

ફ્યુમેરોલ : પોપડાના અંદરના ભાગમાંથી બહાર તરફ ધૂમ્રસેરોની માફક વરાળ કે વાયુબાષ્પ નીકળ્યા કરતી હોય એવાં કાણાં કે જ્વાળામુખી-બહિર્દ્વાર. ગરમ પાણીના ઝરા કે ફુવારામાંથી પણ ક્યારેક વરાળ કે બાષ્પ નીકળતી હોય છે. સામાન્ય રીતે જ્વાળામુખીને પાત્ર વિસ્તારોમાં આ પ્રકારનાં કાણાં જોવા મળતાં હોય છે, જે ફ્યુમેરોલ તરીકે ઓળખાય છે. સક્રિય…

વધુ વાંચો >

ફ્રાંસ

ફ્રાંસ પશ્ચિમ યુરોપમાં આવેલો પ્રજાસત્તાક દેશ. યુરોપીય દેશો પૈકી વિસ્તારની ર્દષ્ટિએ તે રશિયા પછી બીજે ક્રમે આવે છે. ફ્રાંસ દુનિયાભરના પ્રાચીન દેશો પૈકીનો એક ગણાય છે. તેનું ‘ફ્રાંસ’ નામ લૅટિન શબ્દ ‘ફ્રાંસિયા’ (ફ્રૅંકોનો દેશ – ફ્રૅન્ક એ જર્મનો માટે વપરાતું નામ છે, જેમણે 5 મી સદી દરમિયાન રોમન સામ્રાજ્યના પતન…

વધુ વાંચો >

ફ્રીટાઉન

ફ્રીટાઉન : પશ્ચિમ આફ્રિકાના દેશ સિયેરા લ્યોનેનું પાટનગર, મોટામાં મોટું શહેર અને દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 8° 30´ ઉ. અ. અને 13° 15´ પ. રે. સેનેગલના ડાકરથી દક્ષિણે 869 કિમી. અંતરે તથા લાઇબેરિયાના મોનરોવિયાથી વાયવ્યમાં 362 કિમી. અંતરે અસમતળ જ્વાળામુખીજન્ય દ્વીપકલ્પના ઉત્તર ઢોળાવ પર તે વસેલું છે. સ્થાનભેદે અહીંનાં…

વધુ વાંચો >