Geography

પ્રાણીભૂગોળ

પ્રાણીભૂગોળ : પ્રાણીસૃષ્ટિના ભૌગોલિક વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ. જૈવભૂગોળના બે મુખ્ય વિભાગો પૈકીનો એક વિભાગ. રણો, પર્વતો અને મહાસાગરો જેવા કુદરતી અવરોધોથી અલગ પડતા અનેક પ્રાણીભૌગોલિક વિસ્તારો પ્રાણીઓના મુખ્ય જાતિસમૂહોના વિતરણની સમજ સ્પષ્ટ કરવામાં ઉપયોગી બની રહે છે. દુનિયાભરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓનું વિતરણ આ વિષય સાથે સંકળાયેલું છે. આ સંદર્ભમાં…

વધુ વાંચો >

પ્રાદેશિક જળવિસ્તાર

પ્રાદેશિક જળવિસ્તાર : નદીરચના દ્વારા જળવહન પામતો સપાટીજળવિસ્તાર. ભૂપૃષ્ઠ પરનું દરેક નદીથાળું જળવિભાજકથી અલગ પડતું હોય છે, પોતાના વિસ્તારના સપાટીજળગ્રહણ તથા તેમાંથી શોષાતા અધોભૌમજળ પૂરતું મર્યાદિત હોય છે. દરેક નદીથાળાનો જળજથ્થો છેવટે તો સરોવર કે સમુદ્ર કે મહાસાગરમાં ઠલવાતો હોય છે. આ પ્રકારના બધા જ જળવિસ્તારો જળશાસ્ત્રના અભ્યાસ માટેનું એક…

વધુ વાંચો >

પ્રાયિયા

પ્રાયિયા : પશ્ચિમ આફ્રિકાના ડાકરથી પશ્ચિમે આશરે 640 કિમી. અંતરે ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલા સાન્ટિયાગો ટાપુના દક્ષિણ કાંઠે આવેલું કૅપ વર્ડે ટાપુસમૂહનું પાટનગર અને બંદરી નગર. ભૌગોલિક સ્થાન : 14° 55´ ઉ. અ. અને 23° 31´ પ. રે. કેપ વર્ડે ટાપુસમૂહમાં મહત્ત્વની દૃષ્ટિએ તે બીજા ક્રમનું બંદર ગણાય છે. તેનું ભૂપૃષ્ઠ…

વધુ વાંચો >

પ્રાંતિજ

પ્રાંતિજ : ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલું શહેર. સ્થાન : 23° 30´ ઉ. અ. અને 72° 55´ પૂ. રે. તાલુકાનું વહીવટી મથક. તેની પશ્ચિમે સાબરમતી, વાયવ્યમાં હાથમતી અને અગ્નિમાં ખારી નદી વહે છે. અમદાવાદથી તે ઈશાન કોણમાં અમદાવાદ–ખેડબ્રહ્મા રેલવે-લાઇન પર આશરે 66 કિમી. દૂર આવેલું છે. અહીં માર્કંડેશ્વર મહાદેવનું પુરાણું…

વધુ વાંચો >

પ્રિટોરિયા

પ્રિટોરિયા : દક્ષિણ આફ્રિકાનું વહીવટી પાટનગર, ચોથા ક્રમે આવતું મોટામાં મોટું શહેર અને ટ્રાન્સવાલ પ્રાંતની રાજધાની. ભૌ. સ્થાન : 25° 45´ દ. અ. અને 28° 10´ પૂ. રે. તે જોહાનિસબર્ગની ઉત્તરે 48 કિમી. દૂર એપીઝ નદીના કિનારે વસેલું છે. માર્ટિનસ પ્રિટોરિયસે તેના પિતા એન્ડ્રિઝ પ્રિટોરિયસની યાદમાં આ સ્થળનું નામ આપીને…

વધુ વાંચો >

પ્રિન્સ એડવર્ડ આઇલૅન્ડ

પ્રિન્સ એડવર્ડ આઇલૅન્ડ : કૅનેડાના પૂર્વ ભાગમાં આવેલો ટાપુ. ભૌ. સ્થાન : 47° ઉ. અ. અને 64° પ. રે. કૅનેડાના ચાર દરિયાઈ આબોહવાવાળા પ્રાંતો પૈકીના એક પ્રાંતમાં આવેલો તે ટાપુ છે. તે સેંટ લૉરેન્સ અખાતના દક્ષિણ ભાગમાં આવેલો છે અને નોવા સ્કોશિયા અને ન્યૂ બ્રુન્સવિકને નૉર્ધમ્બર સામુદ્રધુનીથી જુદા પાડે છે.…

વધુ વાંચો >

પ્રુદ્યોનો અખાત

પ્રુદ્યોનો અખાત (Prudhoe Bay) : યુ.એસ.ના અલાસ્કા રાજ્ય સાથે સંકળાયેલો અખાત. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 70 21´ ઉ. અ. અને 148 46 પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આર્કટિક વૃત્તથી આશરે  400 કિમી. ઉત્તરે સ્થિત છે. જે સાગાવનીર્કટોક (Sagavanirktok) નદીકિનારે આવેલ છે. તે ચાપ સ્વરૂપે આવેલો છે. યુ.એસ.ના સેન્સસ બ્યૂરો…

વધુ વાંચો >

પ્રોદાતુર

પ્રોદાતુર : આંધ્રપ્રદેશ રાજ્યના કડાપ્પા જિલ્લામં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 14 44´ ઉ. અ. અને 78 33´ પૂ. રે. પર આવેલું છે. આ શહેરની નજીક પેન્ના નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. તે સમુદ્ર સપાટીથી 158 મીટર જેટલી ઊંચાઈએ આવેલું છે. આ શહેર કડાપ્પા જિલ્લાનું વસ્તીની દૃષ્ટિએ દ્વિતીય ક્રમે આવતું…

વધુ વાંચો >

પ્રૉવિડન્સ

પ્રૉવિડન્સ : યુ.એસ.ના ઈશાન ભાગમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલા ‘રહોડ આઇલૅન્ડ’ રાજ્યનું પાટનગર. ભૌ. સ્થાન. 41° 49´ ઉ. અ. અને 71° 24´ પૂ. રે. તે નૅરાગનસેટ ઉપસાગરના શિરોભાગ પરની પ્રૉવિડન્સ નદીના કાંઠા પરનું એક કાર્યરત બંદર પણ છે. વધુમાં તે રહોડ આઇલૅન્ડ રાજ્યનું મહત્ત્વનું ઔદ્યોગિક, વાણિજ્યિક અને સાંસ્કૃતિક મથક…

વધુ વાંચો >

પ્લીમથ

પ્લીમથ : ઇંગ્લૅન્ડના ડેવોન જિલ્લામાં આવેલું શહેર. ભૌ. સ્થાન : 50° 22´ ઉ. અ. અને 4° 08´ પ. રે. તે પ્લીમથ સાઉન્ડને મળતી પ્લીમ અને તમાર નદીઓની વચ્ચે આવેલું છે, જે 1821 હેક્ટરના વિસ્તારને આવરી લે છે. ઇંગ્લૅન્ડનું નૌકાદળ મુખ્યત્વે આ જળમાર્ગનો ઉપયોગ કરે છે. મૂળ સુડટોન પ્લીમથ નામ ધરાવતા…

વધુ વાંચો >