Geography

પુડુકોટ્ટાઈ

પુડુકોટ્ટાઈ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું મુખ્ય વહીવટી મથક. આ જિલ્લો રાજ્યની પૂર્વ દિશામાં બંગાળના ઉપસાગરના એક ભાગરૂપ પૉલ્કની સામુદ્રધુનીના ઉત્તર કિનારા પર આવેલો છે. ઉત્તર અને ઈશાનમાં તાંજાવુર જિલ્લો, પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને તેની કિનારાપટ્ટી, દક્ષિણમાં મુથુરામલિંગમ્ અને રામનાથપુરમ્ જિલ્લા, પશ્ચિમ અને…

વધુ વાંચો >

પુણે (જિલ્લો)

પુણે (જિલ્લો) : મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : જિલ્લો 17o 54’થી 19o 24′ ઉ. અ. અને 73o 19’થી 75o 10′ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 15,642 ચોકિમી. જેટલું છે અને તેની કુલ વસ્તી 94,26,959…

વધુ વાંચો >

પુરી

પુરી : ઓડિસા રાજ્યના પૂર્વભાગમાં બંગાળના ઉપસાગરને કિનારે આવેલો જિલ્લો, જિલ્લામથક અને યાત્રાધામ. આ જિલ્લાની ઉત્તરે કટક, વાયવ્યમાં ધેનકાનલ, પશ્ચિમે ફૂલબાની, પશ્ચિમ તથા નૈર્ઋત્ય તરફ છત્રપુર જિલ્લાઓ તેમજ દક્ષિણ અને પૂર્વ તરફ બંગાળનો ઉપસાગર આવેલાં છે. જિલ્લાનો કુલ વિસ્તાર 3,055 ચોકિમી. તથા 2011 મુજબ વસ્તી 16,97,983 જેટલી છે. ભૂપૃષ્ઠ :…

વધુ વાંચો >

પુરુલિયા

પુરુલિયા : પશ્ચિમ બંગાળ રાજ્યના 23 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22 60´ ઉ. અ.થી 23 50´ ઉ. અ. અને 85 75´ પૂ. રે.થી 86 65´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની પૂર્વે બાંકુરા, પશ્ચિમે મેદીનીપુર જિલ્લા, ઉત્તરે પશ્ચિમ બંગાળ રાજ્યના બર્ધમાન જિલ્લા અને ઝારખંડ રાજ્યનો ધનબાદ જિલ્લો, પશ્ચિમે બોકારો અને…

વધુ વાંચો >

પુરુષપુર (પેશાવર)

પુરુષપુર (પેશાવર) : ભારતની વાયવ્ય સરહદે આવેલું શહેર. ઈ. સ.ની પ્રથમ સદીમાં થઈ ગયેલ કુષાણ વંશના મહાન પ્રતાપી સમ્રાટ કનિષ્ક પહેલાની તે રાજધાની હતી. ચીની પ્રવાસીઓ ફાહિયાન, સુંગ યુન અને હ્યુએન સંગના જણાવવા મુજબ કનિષ્કે ત્યાં 183 મી. ઊંચો સ્તૂપ બંધાવ્યો હતો. તેમણે તે સ્તૂપની ભવ્યતાનું વર્ણન કર્યું છે. બુદ્ધના…

વધુ વાંચો >

પુરુસ (નદી)

પુરુસ (નદી) : દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલી ઍમેઝોન નદીની મુખ્ય શાખાનદીઓ પૈકીની એક નદી. ખંડના પશ્ચિમ છેડા પર આવેલા પેરુ(દેશ)ના લૉરેટો વિભાગમાંથી પસાર થતી ઓરિયેન્ટલ ઍન્ડિઝ પર્વતમાળામાંથી તે નીકળે છે. શરૂઆતમાં તે ઈશાન તરફ વહે છે, ત્યાંથી પેરુનાં વરસાદી જંગલોવાળા વિસ્તારમાં થઈને પસાર થાય છે. તે પછીથી બ્રાઝિલના ઍક્ર (Acre)…

વધુ વાંચો >

પુલીકટ (સરોવર)

પુલીકટ (સરોવર) : આંધ્રપ્રદેશમાં બંગાળના ઉપસાગર પર કોરોમાંડલ કિનારે આવેલું ખારા પાણીનું ખાડી સરોવર. ભૌગોલિક સ્થાન : 13o 40′ ઉ. અ. અને 80o 10′ પૂ. રે. પર આંધ્રપ્રદેશના નેલોર જિલ્લા અને તમિળનાડુના ચિંગલીપુટ જિલ્લાની સરહદે તે આવેલું છે. તેની લંબાઈ ઉત્તર-દક્ષિણ 50 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ સ્થાનભેદે 3થી 18 કિમી.…

વધુ વાંચો >

પુષ્કર

પુષ્કર : રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું નગર તથા હિંદુઓનું પવિત્ર યાત્રાધામ. ભૌ. સ્થાન : 26o 30′ ઉ. અ. અને 74o 33′ પૂ. રે. તે અજમેરથી વાયવ્ય દિશામાં આશરે 18 કિમી.ને અંતરે અરવલ્લીની હારમાળામાં સમુદ્રસપાટીથી લગભગ 727 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ નગરની ત્રણ બાજુએ ટેકરીઓ આવેલી છે. આજુબાજુના પ્રદેશમાં…

વધુ વાંચો >

પુષ્કલાવતી

પુષ્કલાવતી : ગાંધાર દેશની પ્રાચીન રાજધાની. વિષ્ણુપુરાણમાં જણાવ્યા મુજબ ભરતના પુત્ર પુષ્કરે પોતાના નામ પરથી પુષ્કલાવતી કે પુષ્કરાવતી નામે નગર વસાવેલું. ગ્રીક વર્ણનોમાં એનો ‘પ્યૂકેલૉટિસ’ નામથી ઉલ્લેખ થયેલો છે. સિકંદરના આક્રમણ (ઈ. પૂ. 326) વખતે પુષ્કલાવતી એક સ્વતંત્ર રાજ્ય હતું અને તે કાબુલથી સિંધુ નદી સુધીના માર્ગ પર આવેલું હતું.…

વધુ વાંચો >

પુસાન

પુસાન : દક્ષિણ કોરિયાનું સેઉલથી બીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર અને મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 35o 10′ ઉ. અ. અને 129o 05′ પૂ. રે. કોરિયા દ્વીપકલ્પના અગ્નિકિનારા પર તે આવેલું છે. આ બારું ઘણું મોટું છે, ત્યાં એકસાથે આશરે 80 જેટલાં મોટાં વહાણોનો સમાવેશ થઈ શકે છે અને…

વધુ વાંચો >