Geography

તિરિવારુર

તિરિવારુર : તમિળનાડુ રાજ્યના તાંજાવુર જિલ્લામાં આવેલું શૈવ સંપ્રદાયનું તીર્થક્ષેત્ર. તે તાંજાવુરની પૂર્વે આશરે 35 કિમી.ના અંતરે 8°.30´ ઉ. અ. અને 79°.55´ પૂ. રે. પર છે. તેની ઉત્તરમાં પુદુચેરી (પૉન્ડિચેરી), પશ્ચિમમાં તાંજાવુર તથા દક્ષિણમાં નાગપટ્ટનમ્ નગરો આવેલાં છે. ત્યાંનું શિવપાર્વતીનું મંદિર ખૂબ જાણીતું છે. ત્યાં શિવ ત્યાગરાજ તથા પાર્વતી નીલોત્પલાંબિકા…

વધુ વાંચો >

તિરુચિરાપલ્લી

તિરુચિરાપલ્લી : ભારતના તમિળનાડુ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. ‘ત્રિચિનાપલ્લી’ નામથી પણ તે ઓળખાય છે. આશરે 4511 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતા આ જિલ્લાની ઉત્તરમાં પેરામ્બુર, ઈશાને આરિયાલુર, પશ્ચિમમાં કરુર; પૂર્વમાં થાન્જાવુર અને પુડુકોટ્ટાઈ અને દક્ષિણમાં મદુરાઈ જિલ્લાઓની સીમાઓ આવેલી છે. તેના લગભગ મધ્ય ભાગમાં થઈને કાવેરી નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે,…

વધુ વાંચો >

તિરુનેલવેલી

તિરુનેલવેલી (તિનેવેલ્લી) : તમિળનાડુ રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું વહીવટી મથક. જિલ્લાનો કુલ વિસ્તાર 6810 ચોકિમી. તથા વસ્તી 30,72,880 (2011) છે. તિરુનેલવેલી નગર 8.44 ઉ. અ. અને 77.42 પૂ. રે. પર આવેલું છે. તે તામ્રપર્ણી નદીના પશ્ચિમ કાંઠા પર પાલન કોટ્ટાઈક્વિલોન રેલમાર્ગ પર શેન કોટ્ટા ખીણની અગ્નિ…

વધુ વાંચો >

તિરુપતિ

તિરુપતિ : દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ. આંધ્રપ્રદેશ રાજ્યના દક્ષિણ ભાગમાં ચિત્તુર જિલ્લામાં તે આવેલું છે. તિરુપતિનગરથી 18 કિમી. અને રેનીગુંટા સ્ટેશનથી 28 કિમી.ના અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 13° 39´ ઉ. અ. અને 79° 25´ પૂ.રે.. તિરુમાલા પર્વતમાળા વચ્ચે સમુદ્રની સપાટીથી આશરે 854 મી. ઊંચાઈએ તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું…

વધુ વાંચો >

તિરુવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્)

તિરુવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્) : કેરળના ચૌદ જિલ્લાઓે પૈકી એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. રાજ્યના છેક દક્ષિણ છેડે આ જિલ્લો આવેલો છે. જિલ્લાનું મૂળ નામ તિરુવનન્તપુરમ્ છે. જે નામથી હવે તે ફરી ઓળખાતું થયું છે. જૂની આખ્યાયિકા પ્રમાણે ત્રિવેન્દ્રમના સ્થળે ગીચ જંગલ હતું. આ જંગલમાંથી વિષ્ણુની મૂર્તિ મળી આવી…

વધુ વાંચો >

તીથલ

તીથલ : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના મુખ્ય મથક વલસાડથી 4–5 કિમી. દૂર આવેલું  હવા ખાવાનું સ્થળ અને પ્રવાસધામ. તે અરબી સમુદ્રના પૂર્વ કનારે 20° 37´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે. પર આવેલું છે. દરિયાકાંઠે હોવાથી ઉનાળો ઓછો ગરમ અને શિયાળો સાધારણ ઠંડો હોય છે. સરેરાશ ગુરુતમ દૈનિક તાપમાન…

વધુ વાંચો >

તુગેલા

તુગેલા : દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકના નાતાલ પ્રાન્તમાં આવેલી નદી. તે આશરે 29° 11´ દ. અક્ષાંશ તથા 31° 25´ પૂ. રેખાંશ પર આવેલી છે. તેના પર આવેલો જળધોધ પણ ‘તુગેલા’ નામે ઓળખાય છે. આ નદી લેસોથો દેશની સીમા નજીક આશરે 3299 મીટરની ઊંચાઈએ આવેલા મૉન્ટ-ઑક્સ પર્વતમાંથી ઉદભવીને લગભગ 502 કિમી.ની લંબાઈમાં…

વધુ વાંચો >

તુતિકોરીન

તુતિકોરીન : ભારતના અગ્નિખૂણે કોરોમાંડલ કિનારાના તદ્દન છેડે આવેલું તમિળનાડુનું મુખ્ય બંદર. તે મનારના અખાતથી પશ્ચિમે 8° 47´ ઉ. અ. અને 78° 08´ પૂ. રે. ઉપર આવેલું છે. તે ચેન્નાઈથી 650 કિમી., કોચીનથી 420 કિમી., તિરુવનંતપુરમથી 200 કિમી., મદુરાઈથી 160 કિમી., કોઇમ્બતુરથી 391 કિમી. અને બૅંગાલુરુથી 785 કિમી. દૂર છે.…

વધુ વાંચો >

તુમકુર

તુમકુર : કર્ણાટક રાજ્યના 31 જિલ્લાઓ પૈકી અગ્નિ ખૂણામાં આવેલો જિલ્લો અને તે જ નામનું વહીવટી મથક. આ જિલ્લાનું સ્થાન લગભગ 600થી 900 મી ઊંચાઈ ધરાવતા દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં આવેલું છે. અને તે આશરે 10,598 ચોકિમી. વિસ્તારને આવરી લે છે. તેની વાયવ્યમાં ચિત્રદુર્ગ, પશ્ચિમમાં ચિકમંગલુર, નૈર્ઋત્યમાં હસ્સન, દક્ષિણમાં માંડય, અગ્નિમાં બૅંગાલુરુ,…

વધુ વાંચો >

તુરાનિયા

તુરાનિયા : પશ્ચિમ તુર્કસ્તાન, મધ્ય એશિયા, રશિયા તથા અરલ સમુદ્રના અગ્નિ વિસ્તારમાં આવેલ નીચા વિસ્તૃત  પ્રદેશ. આ પ્રદેશની ઉત્તરે કઝાકનો ઉચ્ચપ્રદેશ, પૂર્વમાં તિયેનશાન અને પામીર પર્વતોની તળેટી, દક્ષિણે કોપેટ દાગ પર્વત તથા  પશ્ચિમે કાસ્પિયન સમુદ્ર આવેલ છે. આ પ્રદેશ મુખ્યત્વે રણનો વિસ્તાર છે. અહીંયાં કેટલીય ઊંચી ટેકરીઓ આવેલ છે. આ…

વધુ વાંચો >