Geography
તારંગા
તારંગા : ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન. આ યાત્રાધામ ખેરાલુ તાલુકાના ટીમ્બા ગામની નજીકમાં આશરે 24° ઉ. અ. તથા 72° 46´ પૂ. રે. પર આવેલું છે. વળી મહેસાણાને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું અંતિમ રેલ-મથક ‘તારંગા હિલ’ તેનાથી પૂર્વમાં લગભગ 10 કિમી.ને અંતરે છે. તારંગા અને અંબાજીને સાંકળતા રેલમાર્ગનું પણ આયોજન…
વધુ વાંચો >તાલાળા
તાલાળા : જૂનાગઢ જિલ્લાના વેરાવળ પેટા વિભાગમાં આવેલ તાલુકો અને તાલુકા મથક. તે હીરણ નદીને કાંઠે 21° 02´ ઉ. અ. અને 70° 32´ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ 953.6 ચોકિમી. છે. તાલુકામાં તાલાળા શહેર અને 96 ગામો આવેલાં છે. તેની પૂર્વે અને ઈશાન ખૂણે ગીરનું જંગલ, પશ્ચિમે માળિયા…
વધુ વાંચો >તાશ્કંદ
તાશ્કંદ : મધ્ય એશિયાનાં પહાડી ક્ષેત્રોમાં આવેલું સૌથી પ્રાચીન શહેર અને ઉઝબેકિસ્તાન દેશનું પાટનગર તથા ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર. વિસ્તાર : 335 ચો.કિમી.. તે આશરે 41° 20´ ઉ. અ. અને 69° 18´ પૂ. રે. પર ટિએન શાન પર્વતોની તળેટીના ચિરચિક નદી ઉપરના મોટા રણદ્વીપમાં સમુદ્રસપાટીથી આશરે 478 મીટરની ઊંચાઈએ આવેલું…
વધુ વાંચો >તાહિતિ
તાહિતિ : ‘સોસાયટી આઇલૅન્ડ’ નામથી ઓળખાતા ચૌદ ટાપુઓમાંનો સૌથી મહત્વનો ટાપુ. તે મધ્યદક્ષિણ પૅસિફિક મહાસાગરમાં 17° 49´ દ. અ. અને 149° 25´ પ. રે. પર ઑસ્ટ્રેલિયાની પૂર્વે આશરે 5600 કિમી.ને અંતરે આવેલો છે. તેનો કુલ વિસ્તાર 1042 ચોકિમી. છે. લંબાઈ 53 કિમી. તથા પહોળાઈ 25 કિમી. જેટલી છે. તેની કુલ…
વધુ વાંચો >તાંગાઇલ
તાંગાઇલ : બાંગ્લાદેશના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. તાંગાઇલ જિલ્લાનું ક્ષેત્રફળ લગભગ 3414 ચોકિમી. છે. યુનો દ્વારા દર્શાવેલ માહિતી અનુસાર આશરે વસ્તી 4,37,023 (2022) ધરાવે છે. જેવી રીતે દક્ષિણનાં મધુપુર જંગલોથી તાંગાઇલ પ્રદેશ, ઢાકા પ્રદેશથી અલગ પડે છે, તેવી જ રીતે બ્રહ્મપુત્ર નદીથી તે મિમેનસિંગ પ્રદેશથી અલગ પડે છે.…
વધુ વાંચો >તાંજાવુર
તાંજાવુર (તાંજોર) : ભારતના અગ્નિખૂણે આવેલા તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો, જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 10 °48´ ઉ. અ. અને 79° 09´ પૂ. રે.. આ જિલ્લાની ઉત્તરે આરિયાલુર, ઈશાને નાગપટ્ટિનમ્, પૂર્વમાં થિરુવરુર, દક્ષિણે પાલ્કની સામુદ્રધુની, નૈર્ઋત્યે પુડુકોટ્ટાઈ, પશ્ચિમે તિરુચિરાપલ્લી જિલ્લા આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ 3476 ચોકિમી. તથા…
વધુ વાંચો >તિબેટ
તિબેટ : ભારતની ઉત્તરે આવેલો પડોશી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 28° થી 36´ 20´ ઉ. અ. અને 79° થી 96° પૂ. રે.. અગાઉ સ્વાયત્તપ્રદેશ હતો, પરંતુ 1965થી દાયદેસર રીતે તે ચીનના આધિપત્ય હેઠળ છે. ભૂતકાળમાં તે એક સ્વતંત્ર ધાર્મિક રાષ્ટ્ર હતું. તેની અગ્નિ સીમાએ મ્યાનમાર, દક્ષિણે ભારત, ભૂતાન અને નેપાળ…
વધુ વાંચો >તિમોર સમુદ્ર
તિમોર સમુદ્ર : મલેશિયા દ્વીપકલ્પના તિમોર ટાપુને ઑસ્ટ્રેલિયા ખંડના ઉત્તર-પશ્ચિમ તરફના વિસ્તારથી વિખૂટો પાડતો છીછરા પાણીનો દરિયાઈ પ્રદેશ. તે 9° 21´ દ. અ. અને 125° 08´ પૂ. રે. પર આવેલો છે. તેનું પાણી ઉષ્ણકટિબંધના પાણીની જેમ અત્યંત ગરમ છે. તેના ઉત્તર તરફના વિસ્તારમાં ઇન્ડોનેશિયા, પૂર્વ તરફના વિસ્તારમાં મેલવિલે ટાપુ, દક્ષિણ-પૂર્વ…
વધુ વાંચો >તિરહેનિયન સમુદ્ર
તિરહેનિયન સમુદ્ર : ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાયેલો દરિયો. તિરહેનિયન સમુદ્રનું સૌથી વિશેષ મહત્વ ઇટાલી દેશ માટે છે. રોમન સંસ્કૃતિના વિકાસમાં આ સમુદ્રનો ફાળો ખૂબ જ મોટો ગણાય છે. તિરહેનિયન સમુદ્ર 38° થી 43° ઉ. અ. અને 9°.4´ થી 16.2´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેના ઉત્તર અને પૂર્વ કિનારે ઇટાલી,…
વધુ વાંચો >તિરાને
તિરાને : યુરોપના અગ્નિખૂણામાં આવેલ આલ્બેનિયા પ્રજાસત્તાક દેશની રાજધાની. એડ્રીઆટિક સમુદ્રથી પૂર્વમાં 32 કિમી. દૂર કિનારાના મેદાનમાં તે પથરાયેલ છે. મૂળ તે ફળદ્રૂપ મેદાનની દક્ષિણે ચૂનાના ખડકોની હારમાળાની તળેટીમાંનો જંગલવિસ્તાર હતો. વસ્તી આશરે 6,21,000 (2020) છે. ઓટોમન સેનાપતિ બર્કીન્ઝાદેશ સુલેમાન પાશાએ 1600માં તેની સ્થાપના કરી હતી. 1946માં રશિયાની અસર હેઠળ…
વધુ વાંચો >