Film

આવારા

આવારા : પ્રખ્યાત હિન્દી ચલચિત્ર (1951). પટકથા : ખ્વાજા અહમદ અબ્બાસ. દિગ્દર્શન : રાજ કપૂર. મુખ્ય અભિનય : રાજ કપૂર, નરગિસ, પૃથ્વીરાજ કપૂર, લીલા ચિટણીસ. નિર્માતા : આર. કે. ફિલ્મ્સ. ન્યાયાધીશ રઘુનાથને એવો ઘમંડ હોય છે કે કહેવાતા ભદ્ર પુરુષનાં સંતાનો જ ભદ્ર બને અને ગુનો કરનારનાં સંતાનો ગુનેગાર જ…

વધુ વાંચો >

આસિફ, કે.

આસિફ, કે. (જ. 14 જૂન 1924 ઇટાવાહ, યુનાઇટેડ પ્રોવિન્સ; અ. 9 માર્ચ 1971 મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતના જાણીતા નિર્માતા અને દિગ્દર્શક. આખું નામ કરીમુદ્દીન આસિફ. ઐતિહાસિક ચલચિત્રોનાં નિર્માણ અને દિગ્દર્શનમાં તેઓ માહેર હતા. તેમનું પ્રથમ ચલચિત્ર ‘ફૂલ’ (1944), તેમાં તે જમાનાનાં વિખ્યાત અભિનેતા-અભિનેત્રીઓ(પૃથ્વીરાજ કપુર, દુર્ગા ખોટે, વીણા અને સુરૈયા)ને તેમણે…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવ

આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવ (International Film Festival) : વિવિધ દેશોમાં પ્રતિવર્ષ ઉત્તમ ચલચિત્રોની મુલવણીના હેતુથી પ્રયોજાતો ચલચિત્ર મહોત્સવ. ચલચિત્રની શોધ થઈ તે જ વર્ષે, એટલે કે 1896માં તેના મૂળ શોધકો ફ્રાન્સના લુમિયેર બંધુઓએ ભારતમાં મુંબઈમાં તેમનાં ટૂંકાં દૃશ્યો પ્રદર્શિત કર્યાં. થોડાં જ વર્ષોમાં ભારત વિશ્વનો ટોચનો ચલચિત્રનિર્માતા દેશ બન્યો. વિશ્વના પશ્ચિમ…

વધુ વાંચો >

ઇન્ડિયન ફિલ્મ

ઇન્ડિયન ફિલ્મ (1963) : ભારતીય સિનેમાના ઇતિહાસને વ્યવસ્થિત અને આધારભૂત રીતે રજૂ કરતું અને આંતરરાષ્ટ્રીય વાચકવર્ગને લક્ષમાં રાખીને લખાયેલું આ વિષયનું કદાચ સર્વપ્રથમ અંગ્રેજી પુસ્તક. (લેખકો : એરિક બાર્નો અને ભારતીય સિને પત્રકાર-વિવેચક કૃષ્ણાસ્વામી, પ્રકાશક : કોલંબિયા યુનિવર્સિટી પ્રેસ, ન્યૂયૉર્ક અને લંડન, બીજી આવૃત્તિ 1980.) કૃષ્ણાસ્વામી 1960-61માં કોલંબિયા યુનિવર્સિટીમાં સ્નાતકોત્તર…

વધુ વાંચો >

ઇન્ડિયન સિનેમેટોગ્રાફ કમિટી

ઇન્ડિયન સિનેમેટોગ્રાફ કમિટી (1927-28) : બ્રિટિશ શાસન સમયમાં ભારતમાં ચલચિત્ર-નિયંત્રણ(censorship)નાં સિદ્ધાંતો અને પદ્ધતિઓ નિર્ધારિત કરવા તથા તેના વ્યવસ્થાતંત્રની તપાસ કરવા, ચિત્રપટનિર્માણ-ઉદ્યોગ અને ચલચિત્ર-પ્રદર્શન-વ્યવસ્થાનું સર્વેક્ષણ કરવા અને બ્રિટિશ સામ્રાજ્યમાં બનતાં ચિત્રપટો અને ખાસ કરીને ભારતીય ચિત્રપટોના નિર્માણ અને પ્રોત્સાહન આપવાની દિશામાં જરૂરી પગલાં સૂચવવા નિમાયેલી કમિટી. કેન્દ્ર-સરકારના ગૃહ(રાજકીય)ખાતાના ઠરાવ દ્વારા ઑક્ટોબર,…

વધુ વાંચો >

ઇફ્તેખાર

ઇફ્તેખાર (જ. 22 ફેબ્રુઆરી 1920, કાનપુર; અ. 4 માર્ચ 1995, નેલ્લોર, આંધ્રપ્રદેશ) : હિંદી ફિલ્મજગતના કુશળ ચરિત્રઅભિનેતા. લખનઉ લલિતકલા વિદ્યાલય ખાતે દિનકર કૌશિક જેવા કાબેલ ચિત્રકાર અને વિદ્વાન કલાશિક્ષકને હાથે ચિત્રકલાની તાલીમ પામીને વ્યવસાયી ચિત્રકાર થવાના ઉદ્દેશથી બહાર આવેલા; પરંતુ 1943માં કૉલકાતા ખાતેની એક ગ્રામોફોન કંપનીએ તેમની કંઠ્ય સંગીતની રેકૉર્ડ…

વધુ વાંચો >

ઇમ્પીરિયલ ફિલ્મ કંપની

ઇમ્પીરિયલ ફિલ્મ કંપની : સવાક ભારતીય કથાચિત્ર તથા સવાક રંગીન કથાચિત્રનું નિર્માણ કરનાર સર્વપ્રથમ ભારતીય ફિલ્મકંપની. સ્થાપના : 1925. સ્થાપકો : અરદેશર ઈરાની, અબ્દુલઅલી યૂસુફઅલી અને મહમદઅલી રંગવાલા. 1917માં દાદાસાહેબ ફાળકેના ‘લંકાદહન’ની અભૂતપૂર્વ સફળતા અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેજીનાં બજારોને કારણે થયેલ વિશેષ કમાણીને લઈને ગુજરાતી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ચલચિત્ર-નિર્માણક્ષેત્રે…

વધુ વાંચો >

ઇવાન ધ ટેરિબલ

ઇવાન ધ ટેરિબલ (1944-1946) : વિશ્વ સિનેમાના ઇતિહાસમાં પ્રશિષ્ટ (classical) કલાકૃતિ તરીકે સ્થાન પામેલ રશિયન સિનેદિગ્દર્શક સેરેજી આઇઝેન્સ્ટાઇનની બે ભાગમાં વહેંચણી પામેલી એક દીર્ઘ સિનેકૃતિ. નિર્માતા : યુ. એસ. એસ. આર., ભાષા : રશિયન. ભાગ પ્રથમ-1944, ભાગ બીજો-1946. પ્રત્યેક ભાગની અવધિ 1½ કલાક. પટકથાલેખન અને દિગ્દર્શન એસ. એમ. આઇઝેન્સ્ટાઇન. નિર્માણ :…

વધુ વાંચો >

ઇશારા, બાબુરાવ

ઇશારા, બાબુરાવ (જ. 7 સપ્ટેમ્બર 1934 ઉના, હિમાચલપ્રદેશ; અ. 25 જુલાઈ 2012 મુંબઈ) : ખ્યાતનામ ભારતીય સિનેદિગ્દર્શક. મૂળ નામ રોશનલાલ શર્મા. 1971-’72ના વર્ષમાં ‘ચેતના’ નામની સિનેકૃતિ દ્વારા સિનેદિગ્દર્શનક્ષેત્રે પ્રવેશ્યા અને પ્રસિદ્ધિ પામ્યા હતા. ‘ચેતના’ ભદ્ર સમાજના સુખી પુરુષોને શયનસુખ આપતી એક રૂપજીવિનીની કથા છે. આ વ્યવસાય દરમિયાન તેના જીવનમાં સામાન્ય…

વધુ વાંચો >

ઈરાની, અરદેશર

ઈરાની, અરદેશર (જ. 5 ડિસેમ્બર 1885, પુણે; અ. 14 ઑક્ટોબર 1969 મુંબઈ) : પ્રથમ ભારતીય બોલપટ ‘આલમઆરા’ના નિર્માતા અને દિગ્દર્શક. પૂરું નામ અરદેશર મારવાન ઈરાની. ભારતીય ચલચિત્ર-ઉદ્યોગમાં પાયાનું પ્રદાન કરનારા અરદેશર ઈરાનીએ સ્થાપેલી ‘ઇમ્પીરિયલ ફિલ્મ કંપની’એ અનેક યાદગાર ચિત્રોનું સર્જન કર્યું હતું. શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા અરદેશર ઈરાનીએ જાતજાતની…

વધુ વાંચો >