Film

બોગાર્ડ, ડર્ક (સર)

બોગાર્ડ, ડર્ક (સર) (જ. 1921, લંડન, ઇંગ્લૅન્ડ) : ફિલ્મ-અભિનેતા તથા લેખક. તેમણે ગામોગામ ફરીને નાટક ભજવતી મંડળીમાં જોડાઈ અભિનય-કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી એકાદ ગૌણ પાત્રમાં અભિનય આપીને ‘કમ ઑન જ્યૉર્જ’(1940)થી ફિલ્મ-કારકિર્દીની શરૂઆત કરી. યુદ્ધકાળ દરમિયાન તેમાં સેવા બજાવ્યા પછી, રૅન્ક ફિલ્મ્સે તેમની સાથે લાંબી મુદત માટે કરાર કર્યા અને એ…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નીતીન

બોઝ, નીતીન (જ. 27 એપ્રિલ 1897, કૉલકાતા; અ. 1986, કૉલકાતા) : હિન્દી અને બંગાળી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. ભારતીય ફિલ્મોમાં પાર્શ્વગાનની પદ્ધતિ શરૂ કરવાનો જશ નીતીન બોઝને ફાળે જાય છે. પિતાએ તેમને એક મૂવી કૅમેરા ભેટ આપ્યો હતો, જે તેમના માટે ભાગ્યશાળી પુરવાર થયો. તેમની ‘રથયાત્રા’ (1921) ઉપર બનેલી ફિલ્મ…

વધુ વાંચો >

બૉમ્બે ટૉકિઝ

બૉમ્બે ટૉકિઝ : હિન્દી ચલચિત્રનું નિર્માણ કરનારી ભારતીય સંસ્થા. બંગાળના સમૃદ્ધ પરિવારમાં જન્મેલા હિમાંશુ રાય જ્યારે લંડનમાં શિક્ષણ અર્થે ગયા ત્યારે તેમની મુલાકાત નિરંજન પાલ સાથે થઈ. બંનેને રંગમંચમાં ખૂબ રસ હતો. ભેગા મળીને તેમણે લંડનમાં ‘ધ ગૉડેસ’ નામના નાટકનું આયોજન કર્યું. નાટકમાં રાયે નાયકની ભૂમિકા કરી. ત્યારબાદ બંનેએ જર્મન…

વધુ વાંચો >

બૉયર, ચાર્લ્સ

બૉયર, ચાર્લ્સ (જ. 1899, ફ્રાન્સ; અ. 1978) : નામી અભિનેતા. તેમણે સૉર્બોન ખાતે તેમજ પૅરિસ કૉન્ઝરવેટ્વામાં અભ્યાસ કર્યો. ફ્રાન્સની રંગભૂમિ તથા ચિત્રસૃષ્ટિમાં અભિનેતા તરીકે કીર્તિ અને દક્ષતાની સમર્થ પ્રતીતિ કરાવ્યા પછી તેઓ 1934માં હૉલિવુડમાં જઈ વસ્યા. ત્યાં તેમના પ્રણયરંગી અભિનયવાળાં ચિત્રો દ્વારા તેઓ ‘મહાન પ્રણયી’ તરીકે પંકાયા. આ પ્રકારનાં તેમનાં…

વધુ વાંચો >

બૉલ, લ્યૂસિલી

બૉલ, લ્યૂસિલી (જ. 1911, સેલારૉન, ન્યૂયૉર્ક; અ. 1989) : વિખ્યાત હાસ્ય-અભિનેત્રી. શૈશવકાળથી જ તેમણે શોખ રૂપે અભિનય કરવા માંડ્યો હતો. ત્યારપછી તેમણે મૉડલ તરીકે અને સમૂહ ગાયકવૃંદમાં કામગીરી બજાવી. ત્યારબાદ તેઓ હોલિવુડ ગયાં. ઉત્સાહથી થનગનતી આ યુવાપ્રતિભા, તેમના લાક્ષણિક કંઠની સાથોસાથ નિર્દોષ હાવભાવ કરી શકતાં. 1951માં તેમણે ટેલિવિઝનમાં કામ કરવાનો…

વધુ વાંચો >

બ્રહ્મચારી

બ્રહ્મચારી : હિન્દી અને મરાઠી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1938. નિર્માણસંસ્થા : હંસ પિક્ચર્સ. દિગ્દર્શક : વિનાયક દામોદર કર્ણાટકી. કથા તથા ગીતો : પ્રહલાદ કે. અત્રે. છબીકલા : પાંડુરંગ નાયક. સંગીત : દાદા ચાંદેકર; કલાકારો : માસ્ટર વિનાયક, મીનાક્ષી, વી. જી. જોગ, સાળવી, દામુ અણ્ણા માલવણકર, જાવડેકર. સરળ સિદ્ધાંતો પરત્વે આત્યંતિક…

વધુ વાંચો >

બ્રાન્ડો, માર્લોન

બ્રાન્ડો, માર્લોન (જ. 3 એપ્રિલ 1924, ઓહાયા) : અમેરિકી ચલચિત્રોના નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા. અપરાધ-ચિત્રોમાં સીમાચિહ્નરૂપ બની ગયેલા ‘ધ ગૉડફાધર’માં માફિયા ડૉનની ભૂમિકા ભજવીને શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કાર ઍવૉર્ડ મેળવનાર માર્લોન બ્રાન્ડો તેમની સહજ અભિનયશૈલીને કારણે પંકાયેલા છે. અભિનયકારકિર્દીનો પ્રારંભ તેમણે બ્રૉડવેનાં નાટકોથી કર્યો. 1947માં ટેનેસી વિલિયમ્સની નવલકથા પર આધારિત નાટક…

વધુ વાંચો >

બ્રિજ ઑન ધ રિવર ક્વાઈ, ધ

બ્રિજ ઑન ધ રિવર ક્વાઈ, ધ (ચલચિત્ર, 1957) : માનવીય પાસાંઓને ઉજાગર કરતું અને યુદ્ધની નિરર્થકતા નિરૂપતું યશસ્વી બ્રિટિશ ચલચિત્ર. રંગીન. ભાષા : અંગ્રેજી. નિર્માતા : સેમ્સ સ્પાઇગલ. દિગ્દર્શક : ડેવિડ લીન. કથા : પિયરી બોઉલની નવલકથા પર આધારિત. પટકથા : કાર્લ ફૉરમૅન અને માઇકલ વિલ્સન. છબિકલા : જૅક હિલયાર્ડ.…

વધુ વાંચો >

બ્રુક, પિટર

બ્રુક, પિટર (જ. 21 માર્ચ 1925, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 2 જુલાઈ 2022) : રંગભૂમિ અને રૂપેરી પડદાના ખ્યાતનામ દિગ્દર્શક. પિટર બ્રુકનાં માતા-પિતા લીથુઆનિયન જ્યુઈશ હતાં. પિટરનો જન્મ 21 માર્ચ, 1925ના રોજ લંડન (યુનાઇટેડ કિંગ્ડમ)માં થયો હતો. એમનું આખું નામ પિટર સ્ટિફન પૌલ બ્રુક. 1945ની સાલથી એમણે નાટકો કરવાં શરૂ કરેલાં.…

વધુ વાંચો >