Film
પ્રભાત ફિલ્મ કંપની
પ્રભાત ફિલ્મ કંપની : ભારતીય ચલચિત્રને ગુણવત્તા માટે પ્રશંસા અપાવનાર પ્રારંભની કેટલીક નિર્માણ-કંપનીઓમાંની એક. પ્રભાત ફિલ્મ કંપની મૂક અને સવાક્ યુગની સાક્ષી હતી. 1929માં સ્થપાયેલી આ કંપની 1960 આવતાં સુધીમાં તો સમેટાઈ ગઈ હતી, પણ આ વર્ષોમાં તેણે કેટલાંક સીમાચિહ્નરૂપ ચિત્રોનું સર્જન કર્યું, ભારતીય ચલચિત્રોને ધાર્મિક અને પૌરાણિક ચિત્રોના ઢાંચામાંથી…
વધુ વાંચો >પ્રાઇડ ઍન્ડ ધ પૅશન, ધ
પ્રાઇડ ઍન્ડ ધ પૅશન, ધ : અંગ્રેજી ચલચિત્ર – સાહસચિત્ર. નિર્માણ-વર્ષ : 1957. નિર્માતા-દિગ્દર્શક : સ્ટૅનલી ક્રેમર; પટકથા : એડના ઍડહૉલ્ટ, ઍડવર્ડ એન. હૉલ્ટ; છબિકલા : ફ્રાન્ઝ પ્લાનર; સંગીત : જ્યૉર્જિસ એન્થેઇલ; મુખ્ય ભૂમિકા : કૅરી ગ્રાન્ટ, સોફિયા લૉરેન, ફ્રૅન્ક સિનાત્રા, થિયોડૉર બાઇકલ, જૉન વેન્ગ્રાફ, જે. નૉવેલો, ફિલિપ વાનઝેન્ડર. છબિકલાની…
વધુ વાંચો >પ્રાણ
પ્રાણ (જ. 12 ફેબ્રુઆરી 1920, દિલ્હી; અ. 12 જુલાઈ 2013) : હિંદી ફિલ્મના અભિનેતા. પૂરું નામ પ્રાણકિશન સિકંદ. અભિનયકલા પ્રત્યે સમર્પણની ભાવના ધરાવતા પ્રાણની અભિનય-કારકિર્દી છ દાયકા જેટલી સુદીર્ઘ છે. લાહોરમાં છબિકાર તરીકે નોકરીનો આરંભ કરનાર પ્રાણનો સંપર્ક ભાગ્યવશાત્ સંવાદલેખક વલીસાહેબ સાથે થયો, જેમણે પ્રાણને પંચોલી સ્ટુડિયોમાં જોડાવા નિમંત્રણ આપ્યું;…
વધુ વાંચો >પ્રેમનાથ
પ્રેમનાથ (જ. 25 નવેમ્બર 1927, પેશાવર, હાલ પાકિસ્તાન; અ. 3 નવેમ્બર 1992, મુંબઈ) : હિંદી ચલચિત્રોના પ્રતિભાસંપન્ન અભિનેતા. પૂરું નામ પ્રેમનાથ મલ્હોત્રા. પિતા : રાયસાહેબ કરતારનાથ બ્રિટિશ સરકારના નિષ્ઠાવાન અધિકારી હતા. ચલચિત્રનિર્માતા, અભિનેતા તથા ભારતીય સંગીતના જાણકાર પ્રેમનાથ નાગપુરની વિખ્યાત મોરીસ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય અને ફિલસૂફીના વિષયો સાથે સ્નાતક થયા…
વધુ વાંચો >ફત્તેલાલ શેખ
ફત્તેલાલ શેખ (જ. 1897, કાગલ, કોલ્હાપુર; અ. 1964) : હિંદી-મરાઠી ફિલ્મોના દિગ્દર્શક. મૂળ નામ યાસીન મિસ્ત્રી. પ્રભાત ફિલ્મ કંપનીના પાંચ ભાગીદારો પૈકી એક ફત્તેલાલે બીજા એક ભાગીદાર વિષ્ણુપંત ગોવિંદ દામલે સાથે મળીને હિંદી-મરાઠી ચિત્રોનું દિગ્દર્શન કર્યું અને પ્રભાત દ્વારા નિર્મિત ચિત્રોનું કલાનિર્દેશન સંભાળ્યું. કાનડી મુસ્લિમ પરિવારમાં જન્મેલા ફત્તેલાલના પિતા સુથાર…
વધુ વાંચો >ફાતિમા બેગમ
ફાતિમા બેગમ (જ. વીસમી સદીનો પૂર્વાર્ધ ) : અભિનેત્રી અને ભારતીય ચલચિત્રોની પ્રથમ નિર્માત્રી–દિગ્દર્શિકા. મહિલાઓ જ્યાં અભિનેત્રી તરીકે કામ કરતાં પણ સાત વાર વિચાર કરતી એવા સમયે, કપરી પરિસ્થિતિ વચ્ચે ફાતિમા બેગમે અભિનય ઉપરાંત નિર્માણ અને દિગ્દર્શનક્ષેત્રે ઝુકાવ્યું હતું. ફાતિમા બેગમ મૂળ તો સૂરત પાસેના સચિનના નવાબ ઇબ્રાહીમખાનનાં ઉપપત્ની હતાં.…
વધુ વાંચો >ફાળકે, દાદાસાહેબ
ફાળકે, દાદાસાહેબ (જ. 30 એપ્રિલ 1870; ત્ર્યંબકેશ્વર, નાસિક પાસે, મહારાષ્ટ્ર; અ. 16 ફેબ્રુઆરી 1944) : પૂરું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકે. ભારતના પ્રથમ ચલચિત્ર ‘રાજા હરિશ્ચંદ્ર’નું સર્જન કરનાર ભારતીય ચલચિત્ર-ઉદ્યોગના પિતામહ. મુંબઈના કૉરોનેશન થિયેટરમાં 13 એપ્રિલ 1913ના દિવસે ‘રાજા હરિશ્ચંદ્ર’ પ્રદર્શિત થયું તે વખતે દાદાસાહેબની ઉંમર 43 વર્ષની હતી. પછીનાં 20…
વધુ વાંચો >ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા
ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા : ફિલ્મનું નિર્માણ કરવાથી માંડીને છબીકલા, સંપાદન અને સાઉન્ડ-રેકૉર્ડિંગ જેવાં મહત્વનાં પાસાંની સુગ્રથિત અને વ્યવસ્થિત તાલીમ આપતી સરકારી સંસ્થા. સ્થાપના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા નામથી 1960માં કરાઈ. પ્રભાત ફિલ્મ્સનો સ્ટુડિયો તેણે કામમાં લીધો. એસ. કે. પાટિલ ફિલ્મ તપાસ સમિતિએ કરેલી ભલામણ પછી દસ વર્ષે…
વધુ વાંચો >ફિલ્મઉદ્યોગ (ભારત)
ફિલ્મઉદ્યોગ (ભારત) : ભારતમાં વિકસેલો ફિલ્મનો ઉદ્યોગ. પૅરિસમાં લુમિયર બંધુઓએ સૌપ્રથમ વાર ચલચિત્ર રજૂ કર્યું. તે પછી સાત મહિને 1896ના ડિસેમ્બરમાં મુંબઈની વૉટસન હોટલમાં ભારતમાં સૌપ્રથમ ચલચિત્ર દર્શાવાયું. એ ર્દષ્ટિએ ભારતમાં 1996માં સિનેમાના આગમનને સો વર્ષ પૂરાં થયાં. જોકે ભારતીય ફિલ્મઉદ્યોગનો પાયો નાખનાર દાદાસાહેબ ફાળકેએ તેમનું પ્રથમ ચલચિત્ર ‘રાજા હરિશ્ચંદ્ર’…
વધુ વાંચો >ફિલ્મ ટૅકનૉલૉજી
ફિલ્મ ટૅકનૉલૉજી ફિલ્મના નિર્માણની પ્રવિધિ. ફિલ્મકળા બીજી કળાઓથી જુદી એ રીતે પડે છે કે તેમાં યાંત્રિક સાધનોનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. બીજી કેટલીક લલિત કળાઓમાં પણ હવે યાંત્રિક સાધનોનો ઉપયોગ શરૂ થયો છે પણ એ સાધનો વિના પણ કળાકૃતિ તો સર્જી જ શકાય છે. પણ યાંત્રિક સાધનો વિના ફિલ્મ…
વધુ વાંચો >