English literature
એપિસ્ટલ
એપિસ્ટલ : પત્રસ્વરૂપમાં કાવ્ય. ગ્રીક ભાષામાં ‘એપિસ્ટલ’નો શબ્દશ: અર્થ પત્ર થાય. પત્રસાહિત્યનો વિકાસ પ્રશિષ્ટ ગ્રીક-રોમન કાળથી લઈ આજ લગી ચાલુ રહ્યો છે. યુરોપમાં પુનરુત્થાન કાળ દરમિયાન સર્વત્ર રોમન પત્રસાહિત્યનો મોટો મહિમા થયો હતો. રોમન સંસદ-સભ્ય સીસેરોના અસંખ્ય પત્રોમાં સમાજ અને રાજકારણને લગતા અનેક પ્રશ્નો, વાગ્મિતાસભર શૈલીમાં આલેખાયેલા છે. પ્રજાજીવનનાં વિવિધ…
વધુ વાંચો >એબરક્રૉમ્બી, લાસેલ્સ
એબરક્રૉમ્બી, લાસેલ્સ (જ. 9 જાન્યુઆરી 1881, ઍસ્ટન અપોન મરસી, ચેશાયર; અ. 27 ઑક્ટોબર 1938, લંડન) : અંગ્રેજ કવિ, વિવેચક અને પત્રકાર. પિતા શેરદલાલ. શિક્ષણ : મૅલવર્ન કૉલેજ, વૉર્સેસ્ટરશાયર અને ઑવેન્સ કૉલેજ, માંચેસ્ટર તથા વિક્ટોરિયા યુનિવર્સિટી, માંચેસ્ટર. પત્રકાર તરીકે શરૂઆતમાં અને પાછળથી લિવરપુલ યુનિવર્સિટી (1919–22), લીડ્ઝ યુનિવર્સિટી (1922–29), લંડન યુનિવર્સિટી (1929–35)…
વધુ વાંચો >ઍબી થિયેટર
ઍબી થિયેટર : આયર્લૅન્ડમાં ડબલિનની ખૂબ જાણીતી રંગભૂમિ અને આયરિશ નાટ્યપ્રવૃત્તિનું કેન્દ્ર. આઇરિશ નૅશનલ થિયેટર સોસાયટી લિ. લોકોમાં ઍબી થિયેટર તરીકે જાણીતી છે. સુપ્રસિદ્ધ આયરિશ કવિ ડબ્લ્યૂ. બી. યેટ્સ અને ઑગસ્ટા ગ્રેગરીએ 1899માં એની સ્થાપના કરી હતી. જાનપદી નાટ્યવસ્તુને કાવ્યાત્મક રીતે રજૂ કરવાના ઉદ્દેશથી સ્થાનિક નટો માટે એની સ્થાપના કરવામાં…
વધુ વાંચો >એમર્સન, રાલ્ફ વાલ્ડો
એમર્સન, રાલ્ફ વાલ્ડો (જ. 25 મે 1803, બૉસ્ટન; અ. 27 એપ્રિલ 1882, કૉન્કોર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકન નિબંધકાર, ચિંતક અને કવિ. પિતા ફર્સ્ટ ચર્ચ ઑવ્ બૉસ્ટનના યુનિટેરિયન પાદરી હતા. તેમની સાત પેઢીઓથી કોઈ ને કોઈ નબીરા પાદરી બનતા હતા. એમર્સન અનુભવાતીત જ્ઞાનની ચળવળના પ્રમુખ નેતા હતા. રાલ્ફ કડવર્થ, રૉબર્ટ લિટન,…
વધુ વાંચો >એમ્પસન, વિલિયમ (સર)
એમ્પસન, વિલિયમ (સર) (જ. 27 સપ્ટેમ્બર 1906, હાઉડન, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 15 એપ્રિલ 1984, લંડન) : બ્રિટિશ કવિ અને વિવેચક. વીસમી સદીના અંગ્રેજી વિવેચનસાહિત્ય પર તેમનો પ્રભાવ વિશિષ્ટ ગણાય છે. તેમનું કાવ્યસર્જન બુદ્ધિગમ્ય અને તત્વમીમાંસાથી ભરપૂર છે. કેંબ્રિજની વિંચેસ્ટર કૉલેજ અને મૅગ્ડેલીન કૉલેજમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગણિતશાસ્ત્ર અને અંગ્રેજી…
વધુ વાંચો >એમ્બ્લમ બુક
એમ્બ્લમ બુક : પ્રતીકાત્મક ચિત્રોનો સંગ્રહ. ચિત્રો સાથે મુક્તકો અને પદ્યમાં લખાયેલાં વિવરણો તેમ જ ઘણી વખત ગદ્ય ટીકા પણ અપાતાં મૂળ મધ્યકાલીન રૂપકમાળામાંથી ઉદભવેલો આ પ્રકાર ઈસવી સનના સોળમા શતકના ઇટાલીમાં ચિત્રાત્મક-સાહિત્યિક પ્રકાર તરીકે વિકસ્યો અને તે પછી સત્તરમી સદીમાં સમસ્ત યુરોપમાં તે લોકપ્રિય બન્યો હતો. નેધરલૅન્ડમાં આરંભ થયા…
વધુ વાંચો >એયર એ. જે.
એયર એ. જે. (જ. 10 ઑક્ટોબર 1910, લંડન; અ. 27 જૂન 1989, લંડન, યુ. કે.) : અંગ્રેજ ફિલસૂફ. 1929માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમણે પ્રવેશ મેળવ્યો. 1932માં તેઓ સ્નાતક થયા. સુવિખ્યાત ફિલસૂફ ગિલબર્ટ રાઇલ ઑક્સફર્ડમાં તેમના ટ્યૂટર હતા. ઑક્સફર્ડમાં ગિલબર્ટ રાઇલ, તથા એ. એચ. પ્રાઇસ અને આર. જી. કોલિંગવૂડના વિચારોથી એયર ખૂબ…
વધુ વાંચો >ઍરિસ્ટૉફનીઝ
ઍરિસ્ટૉફનીઝ (ઈ. પૂ. 45૦-385) : ગ્રીક કૉમેડીના પ્રથમ સર્જક. એમનો જન્મ ઇજિપ્તમાં રહોડ્ઝને કાંઠે આવેલા લિન્ડોઝ કે કેમિરસમાં થયો હતો. એમની માતાનું નામ ઝેનોડ્રા અને પિતાનું નામ ફિલિપ્પસ. ટ્રૅજેડીની જેમ ગ્રીક કૉમેડીનો ઉદભવ પણ ડાયૉનિસસ સાથે સંકળાયેલા ધાર્મિક ઉત્સવ સાથે જોડાયેલો છે. ઍરિસ્ટૉફનીઝે જૂની કૉમેડી(old comedy)ના સ્વરૂપનું ઘડતર કર્યું. એમનો…
વધુ વાંચો >એરેનબર્ગ ઇલિયા ગ્રિગૉર્યેવિચ
એરેનબર્ગ, ઇલિયા ગ્રિગૉર્યેવિચ (જ. 27 જાન્યુઆરી 1891, ક્રિયેવ; અ. 31 ઑગસ્ટ 1967, મૉસ્કો) : વિપુલ સાહિત્યના રશિયન સર્જક, નાટ્યકાર અને પત્રકાર, પાશ્ચાત્ય વિશ્ર્વમાં સોવિયેત નીતિના અસરકારક સમર્થક અને પ્રવક્તા. મધ્યમ વર્ગના યહૂદી કુટુમ્બમાં જન્મ. બાળપણમાં તેમના કુટુંબ સાથે મૉસ્કો આવ્યા. યુવાનીમાં ક્રાન્તિકારી જૂથો સાથે કામગીરી. યૌવનકાળમાં જેલવાસ ભોગવવો પડેલો. પહેલા…
વધુ વાંચો >એલિયટ, જ્યૉર્જ
એલિયટ, જ્યૉર્જ (જ. 22 નવેમ્બર 1819, વૉરવિકશાયર, ઇંગ્લૅન્ડ; અ. 22 ડિસેમ્બર 1880, લંડન) : વિક્ટોરિયન યુગનાં અંગ્રેજી નવલકથાકાર. મૂળ નામ મૅરી એન, પાછળથી મેરિયન ઇવાન્સ. શાળાના અભ્યાસ દરમિયાન ઇવૅન્જેલિક સંપ્રદાય અપનાવ્યો; પાછળથી ચાર્લ્સ બ્રેએ તેમને એમાંથી વિચારમુક્તિ અપાવી. પરિણામે ધર્મપરાયણ પિતાથી અલગ થવું પડ્યું. માતાનું મૃત્યુ થતાં, પ્રેમ તથા કર્તવ્યની…
વધુ વાંચો >